મહત્વનું શું છે ?
મહત્વનું શું છે ?
બનવામાં તો આખા દિવસમાં ઘણા બનાવ બને છે આપણી સાથે પણ આપણે બધું યાદ નથી રાખતા. ઘણા લોકોને મળીએ પણ બધાને યાદ નથી રાખતા. મનુષ્યનું મગજ એવું જ છે એ એટલુ જ યાદ રાખે જેટલું એને યાદ રાખવું હોય. જો તમે કોઈ વાત નથી ભૂલી શકતા તો હકીકતમાં એ તમારી ભૂલવી હોતી જ નથી. તમે કોઈ કામ વારંવાર કરો છો તો એ તમને યાદ રહે છે બસ એમજ તમે જે વારંવાર યાદ કરો છો, બોલો છો, કરો છો એ યાદ રહે જ છે. પણ ઘણીવાર એવું પસંદ કરવામાં આવે છે જે બિનજરૂરી છે. તમે જાણતાં હોવ છો કે આ મારા માટે યોગ્ય નથી પણ તમે એને છોડી શકતા નથી. આ તમારી કમજોરી છે.
જ્યારે આપણે આપણાં મન પર કાબૂ મેળવી લીધો હોય ત્યારે આપણે એ બધા જ ત્યાગ સહજતાથી કરી શકીએ. ઘણીવાર ગુસ્સા અને સંબંધમાંથી પસંદગી કરવાની હ
ોય છે અને આપણે ઘમંડ પસંદ કરીએ છીએ. એક ક્ષણ વિચાર કરીએ તો સમજાશે કે જો ગુસ્સો પસંદ કરીએ તો એ શાંત થઈ જાય પછી સંબંધ તૂટતા રોકી શકાય છે. પણ ઘમંડમાં તો માફી માંગવાની સભ્યતા નથી.
એથીય સરસ જો તમે મન પર કાબૂ મેળવવામાં સફળ થાઓ તો તમને સમજાય કે ગુસ્સા અને ઘમંડ કરતાં સંબંધ હંમેશાં મહત્વનો હોય છે.
આ જ વાત આપણા કામ સાથે પણ છે. આપણા કામને આપણે સંપૂર્ણ મહત્વ આપવું જોઈએ પણ હંમેશા યાદ રાખવું કે કામ ક્યારેય સ્વાસ્થ્ય અને જીવન કરતાં મહત્વનું નથી. બસ, નક્કી કરો કે મહત્વનું શું છે ! પછી પોતાના નિર્ણયો પર વિશ્વાસ રાખો અને મન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા રહો. અને મારા માટે સૌથી વધારે મહત્વનું સ્મિત છે. જે દરેક ચહેરા પર હોવું જરૂરી છે.