"ખુશ રહો!.. " (11 July)
"ખુશ રહો!.. " (11 July)
આજની શિખામણ
જ્યારે કંઈક તકલીફ આવે કે અડચણ આવે તો દુઃખી થવાથી કે ચિંતા કરવાથી કંઈ ફરક પડે ખરો ? ના, કંઈજ નહી. અને હા, એ પણ છે કે ખુશ રહેવાથી ય કંઈ સારું નહીં થઈ જાય. પરંતુ તમને ખુશ જોઈને તમારી સાથે રહેલાં બધાને લડવાની હિંમત મળશે. તમારા આત્મવિશ્વાસને ટકી રહેવાની હિંમત મળશે. તમે નાસીપાસ નહીં થાઓ.
ઘણીવાર સાંભળ્યું હતું કે ખુબ ચિંતામાં હોવ એટલે નાના બાળક સાથે સમય વિતાવો કેમકે તમે એના નિખાલસ હાસ્યમાં બધી તકલીફો ભૂલી જશો. આ વાત આજે સમજાઈ કે સ્મિતમાં તમારી બધી ચિંતા દૂર કરવાની તાકાત છે.
એ તમને ફરી જીવતા કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ પાછો લાવી શકે છે. મન શાંત કરી શકે છે. હકારાત્મક વિચારો લાવી શકે છે અને તમારા ડરથી તમને જીતવામાં મદદ કરી શકે છે. સ્મિત ગુસ્સો ઓગાળી શકે છે, નફરત ભુલાવી શકે છે અને ઈર્ષ્યા-દ્વેષ જડમૂળથી ઉખાડીને ફેંકી શકે છે.
હવે આનાથી વધારે ફાયદા જો ચિંતા કરવાના કે રડવાના કે દુઃખી થવાના હોય તો તમે ખુશ ના રહેજો ! કેમકે તમારું નુકશાન તો ના કરાવાયને તમને ખુશ રાખવાનુ કહીને.
પણ જો આ ફાયદા મેળવવા માંગતા હોવ તો ખુશ રહો ! બીજું બધું તો ઈશ્વરના હાથમાં છે.