STORYMIRROR

"Komal" Deriya

Abstract Inspirational

3  

"Komal" Deriya

Abstract Inspirational

ચિત્ર ના બનાવો

ચિત્ર ના બનાવો

2 mins
188


ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને જોઈને કે એના વિશે સાંભળીને જ મનમાં એનું ચિત્ર બનાવી લીધું હોય છે. આમાં એ ચિત્ર માત્રને માત્ર આપણા જ વિચારો વ્યક્ત કરતું હોય છે એ માણસનો સ્વભાવ એનાથી તદ્દન જુદો હોઈ શકે છે. પહેલીવાર મળીને પણ ચિતાર બનાવવો યોગ્ય નથી. આપણે કોઈ વ્યક્તિને ત્યાં સુધી ના સમજી શકીએ જ્યાં સુધી એનું ચિત્ર આપણા વિચારો મુજબનું હશે.  

કોઈ સારું કે ખરાબ એ આપણા વિચારોને આધારે જ હોય છે. આપણે એકવાર મુલાકાત કર્યા પછી એ વ્યક્તિને સંપૂર્ણ જાણતા હોવાનો દાવો ના કરી શકીએ. ઘણીવાર કોઈને સમજવા માટે હજાર મુલાકાત પણ ઓછી પડે છે. જેમ જેમ આપણી વચ્ચેનો વિશ્વાસ ગાઢ થાય એમ ઓળખ સ્પષ્ટ થાય છે. 

દેખાડો અને હકીકત જેટલાં વિપરીત છે એટલું જ વિપરીત છે કોઈને જાણવું અને એનું ચિત્ર બનાવવું. 

મને એટલું તો સમજાઈ જ ગયું કે 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ નોટ લાસ્ટ ઇમ્પ્રેશન.' કેમકે પહેલીવાર મળીને જે અનુભવ થયો એનાથી એ વ્યક્તિ તદ્દન જૂદી જ છે જ્યારે અમ

ે એકબીજાને ઓળખતા થયા. 

જ્યારે અમે એકબીજાની સાથે વાતો કરતાં થયા, એકબીજાની ફિકર કરતાં થયા. બીજીતરફ એવા પણ લોકો છે જેમની પહેલી મુલાકાતમાં તો એ મને ખૂબ પસંદ આવ્યા પણ હવે ધીમે ધીમે એમના તરફનો ઝૂકાવ ઓછો થવા લાગ્યો. એવું લાગવા લાગ્યું કે કામ માટે આ લોકો ગમે તેની સામે સારા બની જાય છે અને પછી મતલબ પૂરો થાય એટલે પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. 

બસ આનો અર્થ એ જ થાય કે આપણે કોઈનું ચિત્ર આપણા વિચારો મુજબ ના બનાવવું જોઈએ કેમકે એ વ્યક્તિની છબી તમારા વિચારોથી અને સમજણથી વિપરિત હોઈ શકે છે. તમારા અનુમાન ખોટાં પડી શકે છે. 

કોઈને ચિતરવું નહીં, જેવું હોય એવું સ્વીકાર કરવો અને સમજવાનો પ્રયાસ કરવો. ખોટી ધારણાઓ બાંધવી નહીં. પેલું કહેવાય છે ને કે માની લેવા કરતાં પૂછી લેવું સારું. આ મારી મિત્ર માટે ખાસ લખ્યું છે. કે મેં તને પહેલીવાર જોઈને જેવી મારા મનમાં તારી તસવીર બનાવી હતી દિવસે દિવસે એ તસવીર ખોટી સાબિત થઈ રહી છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract