આજની શિખામણ
આજની શિખામણ
"અડચણો ઊભી કરવાવાળાઓથી સાવધાન રહો. "
આપણે ચાલીએ એટલે રસ્તામાં કાંકરા, પથ્થર, કાંટા, ઢેફાં, ખાડા, ટેકરા અને ખાબોચિયાં તો આવવાના જ ! હવે એનાથી ડરીને કંઈ ચાલવાનું થોડું બંધ કરી દેવાય. બસ, આવું જ જીવનનું છે. કોઈ કામ કરો એટલે અડચણો આવે જ ! આ અડચણો ભૌતિક હોય તો દુર કરવામાં ઓછી મુશ્કેલી પડે પણ જો માનસિક હોય તો ત્રાસી જવાય. એમાંય આ અડચણ નાખવાવાળા પોતાના હોય તો પછી મુસીબત કેવી થાય એ પૂછો જ ના !
કોઈ નવું કામ શરૂ કરવા જઈએ એટલે અડચણો વચ્ચે આવે જ પણ એનાથી કામ અટકવા દેવું નહીં. કેમકે મેં પણ
ઉતાવળમાં કોઈ બીજાની વાતમાં આવીને મારું કામ પડતું મુક્યું. આજે સમજાયું કે એ વાત મારે સાંભળવાની હતી જ નહીં. જો એ દિવસે મેં ભૂલ ના કરી હોત, વિશ્વાસ કરતાં પહેલાં જરીક વિચાર કર્યો હોત તો કદાચ આજે મારું એ કામ સફળ ના પણ થયું હોત ને તો ય મને એ છોડ્યા નો પસ્તાવો તો ના જ થતો હોત. હવે બસ એક વાત સમજાઈ છે કે ભલે કામ ગમે તે હોય મને રોકવાવાળા અને અડચણ નાખવાવાળા થી મારે સાવધાન રહેવાનું છે અને બને એટલું દૂર પણ રહેવાનું છે.
કામ હોય કે સંબંધ આવા પગ ખેંચવાવાળા અને અડચણો ઊભી કરવાવાળાથી સાવધાની રાખવી.