STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

4  

"Komal Deriya"

Abstract Romance

સફર પ્રેમની - ૫

સફર પ્રેમની - ૫

3 mins
165

મને મળવા કોઈ છોકરી આવી હતી એવું મારા પપ્પાએ કહ્યું એટલે હું સમજી ગયો કે એ ચોક્કસ ભૂમિ જ હશે ! 

હું કંઈ પણ વિચાર્યા વગર તરત જ એ સરનામે પહોંચી ગયો પણ... 

પણ ત્યાં પહોંચીને હું ભોંઠો પડી ગયો. જેવો ઘરનો દરવાજો ખુલ્યો સામેની દીવાલ પર નજર પડી અને કાપો તો લોહી ના નિકળે એવો લાકડાં જેવો, નિષ્પ્રાણ મડદાં જેવો હું ત્યાં જ અટકી ગયો. મારી સામે એક તસવીર હતી અને એ તસવીર એની હતી જેને હું હંમેશા મારી બાજુમાં અનુભવતો હતો. એ સુખડનો હાર લગાવેલ ફોટો જોતાં જ હું સ્તબ્ધ થઈ ગયો અને છેવટે એટલું જ બોલી શક્યો "મારી ભૂમિ ક્યાં છે ?"

દરવાજો ખોલનાર વ્યક્તિ કોણ હતું એ ખબર નથી પણ કટાક્ષથી બોલ્યાં, "હશે ક્યાંક અમારા માટે તો મરી ગઈ છે !"

હું દરવાજેથી જ પાછો વળ્યો. આંગણામાં એક છોકરી હતી એણે કહ્યું, "તમે સાગર છો તો ભૂમિ તમને મળશે. બસ એ શોધવાની તમારી જાતે છે. એ આ શહેરમાં જ ક્યાંક હશે અને કદાચ તમને મળવાની રાહ જોઈ રહી હશે ! "

પહેલાં તો મને થયું કે આ શું થયું હું ભૂમિને હંમેશા માટે ખોઈ બેઠો છું પણ એ જીવે છે એવું સાંભળીને એટલો તો સ્વસ્થ થયો કે ત્યાંથી પોતાના પગે જ પાછો ફર્યો. મને વિચારો વ્યક્ત કરતાં આવડતાં જ નહતા પણ મેં આ આખી વાત મારા ઘરમાં પણ કહી અને કહ્યું કે જ્યાં સુધી મને ભૂમિ નહી મળે હું શાંતિથી નહીં રહું. હું ગમે ત્યાંથી એને શોધી જ લઈશ એમ કહી હું એની શોધખોળમાં લાગી ગયો. શરૂઆતમાં તો એને શોધવી જ મારું કામ હતું પણ પછી મેં નોકરી કરતા કરતા એને શોધવાનું નક્કી કર્યું. 

ફક્ત આ શહેરમાં જ નહીં પણ આંગળીના વેઢે ના ગણી શકાય એટલા શહેરમાં ખુબ વિશ્વાસથી મેં એને શોધી છે. દરેક હોસ્પિટલમાં, પોલિસ સ્ટેશનમાં એનું નામ અને ફોટો આઇડી આપ્યા છે પણ ક્યાય એની કોઈ ખબર મળી નથી. મારી એને શોધવાની શક્તિ તો ક્યારની ય મરી પરવારી છે પણ એને જોવાની ઈચ્છા હજુય મને જપવા દેતી નથી. હું હજુય સ્વીકારી નથી શકતો કે એ મને મળવાની નથી. કેમકે કહેવાય છે ને કે ખોવાયેલું મળે પણ જાણી જોઈને ગયું હોય ના જ મળે. બસ હવે મને લાગવા માંડ્યું છે કે એ જાણી જોઈને મારી સામે આવતી નથી. કેમકે જો એ ઈચ્છે તો મારા ઘેર આવી શકે, મને ફોન કરી શકે પરંતુ એવું કરતી નથી. મે હજુય મારુ સરનામું અને સંપર્ક કરવાના બધાં જ રસ્તાઓ ખુલ્લા રાખ્યા છે. પરંતુ મને લાગે છે ભૂમિ મારા પ્રેમથી અજાણ હતી અને એને તો મારાથી પ્રેમ હતો જ નહીં. તોય હું તો એને પ્રેમ કરુ છું એટલે જો સંઘર્ષ કરવાનું બંધ કરુ કે મારા કર્તવ્યથી ચૂકી જાઉ તો મારો પ્રેમ ખોટો સાબિત થઈ જાય.

આરતી જો આજે એ મને મળે તો હું એને એકજ પ્રશ્ન કરીશ કે મારો પ્રેમ નહતી જાણતી પણ દોસ્તી તો જનમજનમ નિભાવવાની વાત થઈ હતી ને ! 

દોસ્તીના કરાર ના હોય પણ ફરજો તો હોય. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract