STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy Classics

4  

Kalpesh Patel

Romance Tragedy Classics

સોમ ની સીતા

સોમ ની સીતા

4 mins
0

સોમ ની સીતા

સોમ ઓસ્કાર વાઈલ્ડ ને અનુસરતો હતો, અને તેની વાતને  જીવનનું સૂત્ર માની,એમ કહેતો હતો —

"A man can be happy with any woman… as long as he does not love her."

અર્થાત

“જ્યાં સુધી તે પ્રેમ ન કરે.ત્યાં સુધી, પુરુષ કોઈપણ સ્ત્રી સાથે ખુશ રહી શકે… "

તેના મિત્રો હસતા, ગ્લાસ ઊંચા કરતા ટોસ્ટ કરી તેને “ખૂબ પ્રેક્ટિકલ માણસ” કહેતા.

સોમ માનતો હતો કે પ્રેમ એટલે પુરુષ ની નબળાઈની શરૂઆત.

બચપણ મા તેણે પોતાના પિતાને એક આવારા સ્ત્રી માટે હોસ્પિટલ બહાર રાહ જોતા જોયા હતા, જે સ્ત્રી માટે પિતા બેચેન હતા, તે સ્ત્રીને, તેથી કોઈ ફરક પડતો નહોતો.

પિતા નાં ગયા પાછી સોમે ઘણાજ તેજસ્વી પુરુષોને દિલ તૂટ્યા પછી અંદરથી ખાલી થતા જોયા હતા.

તેનાં માટે  હવે,લાગણી એટલે આત્મસમર્પણ.
આમ, દૂધ થી દાજેલા સોમે તેનું જીવન ખૂબ સંભાળીને ગોઠવ્યું.

તેણે સ્ત્રી સંગ અચૂક ગમતો, અને
તે એવી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો, જે તેને પસંદ કરતી રહેતી હોય, પરંતુ તે કાળજી રાખતો કર તે તેનાં દિલને સ્પર્શી  ન શકે .

તે દરેક સ્ત્રી નાં જન્મદિવસ યાદ રાખતો,મોંઘા પરફ્યુમ અને ફૂલો મોકલતો, હસતો…
પણ જેવી લાગણીઓ મૂળ પકડે એ પહેલાં તે સ્ત્રી થી દૂર થઈ જતો.

સોમ પાસે નહતું  કોઈ નાટક.
નહતું કોઈ દુઃખ.
નહતી કોઈ અપેક્ષા.
નહતી કોઈ નિરાશા.
અને 
આમ અજબ રીતે…
તે ખુશ હતો.
ઓછામાં ઓછું,તે તેના મિત્રો ની સરખામણીએ આરામમાં તો હતો જ.

વર્ષો પસાર થતા ગયા —
કોઈ,જુના કપડાં,સારી રીતે સ્ટાર્ચ અને ઇસ્ત્રી કરેલા કપડાં જેવા સફાઈદાર :સુવ્યવસ્થિત, અને અનુમાનિત…ઢંગ થી.
અને કોઈ કડવી યાદ વગરના વીત્યા.

એક ચોમાસાની સાંજે તેની કાર રસ્તામાં બંધ પડી ગઈ.
પાસે એક નાનો ચા નો સ્ટોલ હતો .

ત્યાં તેની મુલાકાત સીતા સાથે થઈ.
સીતા ઊંચી નમણી, પરંતુ ફિલ્મોમાં દેખાડે એવી અસાધારણ સુંદરતા તો એનામા નહોતી .

સોમ તેના સ્ટોલ પર ગયો,
ન કોઈ  વાત, કે નજરો ની આપ લે.
ન કોઈ ચમકદાર ક્ષણ.

તે ફક્ત સોમ ને જોઈને વેલકમ,બોલી,એવી રીતે કે જાણે તે પહેલેથી જ ઓળખતી હોય, છતાં પ્રભાવશાળી દેખાવાનો કોઈજ પ્રયાસ નહીં.

“તમને વરસાદ પર ગુસ્સો આવે છે, એવુ મને લાગે છે,”

તેણીએ કહ્યું.

નાં, ઋતુ ચક્ર છે, માટે એવુ નાં હોઈ શકે. પરંતુ “મને ખરાબ સમય પર જરૂર ગુસ્સો આવે છે.”

સીતા હળવું હસી.

“સમય પર ગુસ્સો કરનાર લોકો સામાન્ય રીતે પોતાનાજ જીવનથી નારાજ હોય છે.”

સોમનાં સ્વભાવ અનુસાર, સીતાને અવગણવી જોઇતી હતી.

પણ, ચા પતી અને વરસાદ થમ્યો, છતાં, હજુ તે સ્ટોલ ની બેન્ચ પર બેસી રહ્યો .

એની વાતચીત ફક્ત વીસ મિનિટ ચાલી.પણ એ વીસ મિનિટમાં કંઈક જોખમી બની ગયું.જે પાછલા વીસ વર્ષ મા નહતું બન્યું.

વર્ષો પછી પહેલી વાર,સોમ પોતાને  સર્વોપરી સાબિત કરવાનો પ્રયાસ ભૂલી ગયો.

સીતા સાથેનું ક્ષણિક મૌન પણ, તેને અસ્વસ્થ બનાવતું હોય તેવું લાગતું હતું .

અહીં આ રોડ સાઈડ સ્ટોલમા તેને બુદ્ધિશાળી દેખાવાની જરૂર નહોતી.
કે કઈ જીતવાની જરૂર નહોતી.
તેમજ પોતાને બચાવવાની પણ જરૂર નહોતી.

અને એ જ વાત તેને ડરાવતી હતી.તે બનતી હતી.

ક્યારેક પ્રેમ વીજળીની જેમ નથી આવતો.તે પાણીની ઝડપે આવે છે.

કોઈ. કિલ્લા ની પથ્થરની દીવાલ ની નાની તિરાડોમાંથી અંદર ઉતરતું હોય તેવું.
ધીમે, પણ મક્કમ ગતિ એ,શાંતિથી.
અને પછી ક્યારેય પાછું ન ફરવા નાં જુસ્સા સાથે .

તે હવે સીતાનાં મેસેજની રાહ જોવા લાગ્યો.તેના માથાના દુખાવાની ચિંતા કરવા લાગ્યો.
ફક્ત દસ મિનિટ સીતાનું સ્મિત 

જોવા પોતાનું સમય સેડયુઅલ બદલવા લાગ્યો.

એક રાત્રે, શહેરનાં શોર થી દૂર,નદીકિનારાની ઠંડી હવામાં ચાલતા ચાલતા, સીતાએ પૂછ્યું.

સોમ, તું પજેસીવ છે!તુ હંમેશા એવું કેમ પૂછે છે, તુ કાલે પણ મળીશ ને?

જાણે, મને ગુમાવવાનો ડર પહેલેથી જ તમારી અંદર રહેતો હોય ?”

સોમ સામાન્ય સંજોગમા હોત તો,જવાબનના આપત .

પણ આ વખતે તેના દિલનું સત્ય ગર્વની દીવાલ ઠેકી  બહાર આવી ગયું.

“કારણ કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો,”

તે ધીમેથી બોલ્યો,

“ત્યારે તે સામેની વ્યક્તિની શાંતિ તોડી નાખવાની શક્તિ કાઉન્ટર પાર્ટ મેળવી લે છે.”

સીતા થોડો સમય શાંતિથી તેને જોતી રહી.

પછી બોલી.

“અને જો શાંતિ જ જીવનની સૌથી મોટી વસ્તુ ન હોય તો?”

આ એક વાક્ય સોમનાં દિલમાં  રહી ગયું.

મહિનાઓ પછી, સીતા પોતાની બીમાર માતાની સંભાળ લેવા બીજા શહેરમાં ચાલી ગઈ.તેમની વચ્ચેનું અંતર ધીમે ધીમે વધી ગયું.

ફોન ટૂંકા થતા ગયા.ટૂંકા મેસેજ નો લોપ થયો,સોમનુંnજીવન ભારે બનતું ગયું.
આખરે..

એક સાંજે સીતાએ, ગુડબાય કીધું .
હું તારી સાથે. સુખી. હોત.. જવાદે વાત…
“હવે મારું ભવિષ્ય કેવું હશે…તે મને ખબર નથી.”

પણ કુદરતે આપણા રસ્તા નોખા રાખેલા હોય તેમ લાગે છે...

જીવનમાં પહેલી વાર,
સોમે અસહાયતા અનુભવી.
એટલા માટે નહીં કે તે સીતાને સંપૂર્ણ રીતે ગુમાવી રહ્યો હતો.

પણ એટલા માટે કે પહેલી વાર તે કોઈને એટલો પ્રેમ કરતો હતો કે તેને ગુમાવવાનો ડર સાચો થતો હતો.

જૂનો સોમ આને દુઃખ કહેત.
નબળાઈ કહેત.
પ્રેમને શાંતિનો દુશ્મન ગણત.

પણ એ રાત્રે, એકલો ઉભો રહીને, તેને એક અજીબ સત્ય સમજાયું.

સીતા તેના. જીવન. માં આવી એ પહેલાં,
તેણે પોતાની ખુશીને ખૂબ સારી રીતે સુરક્ષિત રાખી હતી.

પણ તેનું જીવન પણ એટલું જ સુરક્ષિત,ખરું, પરંતુ કોઈ ઊંડાણ વગરનું અને અસ્પર્શિત રહ્યું હતું.

હવે તેની અંદર ચિંતા હતી.
તરસ હતી.
અનિશ્ચિતતા હતી.
છતાં પણ સોમને હવે 
દુનિયા પહેલાં કરતાં વધુ જીવંત લાગતી હતી.

વરસાદની સુગંધ વધુ ઊંડી લાગતી હતી.
સંગીત વધુ ચુભતું હતું.
સમય વધુ કિંમતી લાગતો હતો.

એકતરફી સમજે અને ગુમાવેલા પ્રેમે, સોમની શાંતિને નહીં,
તેની. સુન્નતાને તોડી.

સોમના જીવનને ફરીથી ધબકતું બનાવ્યું

વાંચન વિશેષ ~

ઓસ્કાર વાઈલ્ડ (1854–1900) આઈરિશ કવિ, નાટ્યકાર અને વિટના માસ્ટર હતા. તેમની કૃતિઓમાં The Picture of Dorian Gray અને The Importance of Being Earnest આજે પણ લોકપ્રિય છે. તેઓ “Art for Art’s sake” ના વિચારના પ્રબળ વક્તા હતા અને તેમના ચતુર quotes માટે જાણીતા હતા.  

⚖️ વિવાદ અને અંતિમ વર્ષો
1895માં વાઈલ્ડ પર homosexuality trials દરમિયાન “gross indecency”ની ખોટીફરિયાદ અને આરોપ લાગ્યા અને તેમને બે વર્ષની કઠોર સજા થઈ. જેલમાંથી બહાર આવ્યા પછી  1900માં, 46 વર્ષની ઉંમરે, તેમનું અવસાન થયું.  

🌟 વારસો
વાઈલ્ડ આજે પણ Victorian literature ના સૌથી તેજસ્વી લેખકોમાં ગણાય છે. તેમની કૃતિઓ માનવ સ્વભાવ, પ્રેમ, નૈતિકતા અને સમાજના વ્યંગને અદભૂત રીતે રજૂ કરે છે. 



Rate this content
Log in

Similar gujarati story from Romance