STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Inspirational

4  

Kalpesh Patel

Drama Romance Inspirational

નિહારિકા.

નિહારિકા.

4 mins
7

નિહારિકા.

પ્રોબ ~"જો સમય પાછો મળે તો."

એંસી મા વર્ષે,કિરણ ડેન્ટિસ્ટની ખુરશી પર બેઠો હતો.
ડોક્ટર તેનો છેલ્લો દાંત ખેંચી રહ્યો હતો,દરેક ખેંચાણ સાથે,
કિરણ ની યાદથી એક જૂનો સમય પણ ખસી રહ્યો હતો.

બાજુની હજામની દુકાનમાંથી બુલંદ અવાજે, મ્યુજિક સિસ્ટમ  પર ગીત વાગતું હતું:

“वो भी क्या दिन थे हमें दिल में बिठाया था कभी…”

એ પંક્તિ, અત્યારે કિરણની યાદોની બારી ખોલતી કીલો બની.

વિલસન કોલેજનું કૅમ્પસ.
પાંદડાઓ વચ્ચે હાસ્ય.
મિત્રો વચ્ચે મસ્તી.
અને એ, નિર્દોશ નિહારીકા.

તેની આંખોમાં હંમેશાં એક પ્રશ્ન રહેતો:

“તું ક્યારે ગંભીર બનશે, કિરણ?”

કિરણ સદા હસતો,
“જુવાની એટલે, જીવી લેવી, ગંભીર રહેવા માટે નથી.”

પણ નિહારિકા નો તો, કિરણ પ્રેમ… હતો.

એક સાંજ—
વરસાદનાં પહેલા ટીપાંએં .
નિહારીકાએ કહ્યું:

“મારે તને  કંઈક કહેવું છે…”

કિરણ ફોનમાં વ્યસ્ત રહ્યો.
અહંકાર, ઉંમર, અજાણપણ.

ત્રણે મળીને એ ક્ષણ ચોરી લીધી.

“કિરણ બેધ્યાન રહ્યો.
તેનું ધ્યાન ક્યાંક બીજે જ હતું.
તેણે નિહારિકાને નજરઅંદાઝ કરી દીધી.”
અને આખરે થાકી તે બોલી:
“રહેવા દે…”
અને એ “રહેવા દે” પછી
બધું ખરેખર રહી ગયું,અપૂર્ણ.

બસ એક મિનિટ સ્થિર રહેજો...

ડેન્ટિસ્ટ બોલ્યો.
દાંત ખેંચાયો—
અને સાથે કિરણ નો એક દબાયેલો શ્વાસ બહાર આવ્યો.

કિરણની આંખો બંધ થઈ ગઈ.
જ્યારે ખોલી—
તે ડેન્ટિસ્ટના રૂમમાં નહોતો.
તે ફરી એ જ કૅમ્પસમાં ઊભો હતો.
વરસાદ, પાંદડાઓ, એ જ સાંજ.
નિહારીકા સામે ઊભી હતી—
એ જ ઉંમર, એ જ આંખો.

કિરણ થોડી ક્ષણ માટે સ્થિર રહી ગયો.
આ સ્વપ્ન હતું?
કે સમય ખરેખર પાછો ફર્યો?

“નિહારિકા, તારે કંઈક કહેવું હતું ને?”
આ વખતે કિરણએ પહેલા પૂછ્યું.
નિહારીકા આશ્ચર્યથી જોઈ રહી.

“છેક..હવે યાદ આવ્યું?”

“મને માફ કર.”
કિરણનો અવાજ ગરગરો , પણ સાચો હતો..

વરસાદની ટીપાંઓ વચ્ચે તેને શબ્દ ભારે લાગ્યા.

“હું એ દિવસે, તારી ભાવના ને ભૂલી,
હું મારી અંદર જ ક્યાંક ખોવાઈ ગયો હતો.”

નિહારીકા થોડી ક્ષણ ચૂપ રહી.

“તને ખબર છે, કિરણ…
પ્રેમને મોટી ભેંટ નહિ, હુંફાળા સમયસર શબ્દો  જોઈએ.”

કિરણની આંખોમાં ભીનાશ આવી.

“હું ફરી તક માગું છું…”

નિહારીકાએ સ્મિત કર્યું—
દુઃખ અને શાંતિ વચ્ચેનું સ્મિત.

“ ગુજરા હુવા ઝમાના, આતા નહિ દુબારા.."

દૂર ગુંજી રહેલ ગીતનાં સાનિધ્યમા  તે બોલી..

વીતેલ સમય કદી પાછો નથી આવતો…  હા
પણ સમજ પાછી આવે છે.”
તેવું કહી..
તે આગળ વધી
અને પહેલી વાર,
કિરણએ તેનો હાથ સાચી રીતે પકડ્યો.

અચાનક.

બધું ધૂંધળું થવા લાગ્યું.
વરસાદ અટકી ગયો.
કૅમ્પસ ઓગળી ગયો.

“બસ, થઈ ગયું.”

ડેન્ટિસ્ટનો અવાજ પાછો આવ્યો.

“થોડો સમય દુખશે, પણ કલાક મા રાહત થઇ  જશે, આઈસ્ક્રીમ ખાજો ”



કિરણ ફરી ખુરશી પર હતો.
તે થોડો સમય ચૂપ રહ્યો.
હૃદયમાં અજીબ શાંતિ હતી—
જેમ કે કોઈ અધૂરી વાત આખરે કહી દીધી હોય.

બહાર નીકળ્યો.
રેડિયો પર ગીતની છેલ્લી લાઇન વાગી:
“खेल ही खेल में… .”

કિરણ બંધ મોઠે  પહેલી વાર મુક્ત હસ્યો .

વિતી ચૂકેલ સમય તો પાછો મળ્યો નહીં,
પણ એક ક્ષણ માટે,
તેમાં પાછો જઈ આવ્યો હતો.

ઘરે પહોંચીને,
તે જૂના નંબરને શોધવા લાગ્યો.
નિહારિકા સાથે વાત કરવા...ફોનની સ્ક્રીન પર આંગળીઓ કંપતી હતી,
જેમ કે સમય ફરી હાથમાં આવી ગયો હોય.

કદાચ…
હવે શબ્દો કહેવાનો સમય હતો.

સમય પાછો મળે તો…

હું શીખું

"કયા શબ્દો વહેવા દેવા,
અને કયા શબ્દો
સમય પહેલા કહી દેવા. "

~~~~~
ગીત ક્રેડિટ 
ગીત લેખક ~જી એલ રાવલ 
ફિલ્મ દિલને ફિર યાદ કિયા વર્ષ 1966. સંગીત સોનિક ઓમી.

ગીત નાં શબ્દો 
दिल ने फिर याद किया, बर्क़ सी लहराई हैफिर कोई चोट मुहब्बत की, उभर आई हैदिल ने फिर याद किया

वो भी क्या दिन थे, हमें दिल में बिठाया था कभीऔर हँस-हँस के गले तुम ने लगाया था कभी खेल ही खेल में क्यों जान पे बन आई हैफिर कोई चोट मुहब्बत की, उभर आई है

दिल ने फिर याद किया....

क्या बताएं तुम्हें हम, शम्मा की किस्मत क्या हैहम वो परवाने हैं जो, शम्मा का दम भरते हैंक्या बताएं तुम्हें हम, शम्मा की किस्मत क्या हैहम वो परवाने हैं जो, शम्मा का दम भरते हैंग़म में जलने के सिवा, और मुहब्बत क्या हैग़म में जलने के सिवा, और मुहब्बत क्या हैफिर कोई चोट मुहब्बत की, उभर आई है

दिल ने फिर याद किया....

ये वो गुलशन है कि जिस में, कभी हँसते थे चमनये वो गुलशन है कि जिस में, कभी हँसते थे चमनआज उस गुलशन में, चमन रोता हैवो भी क्या दिन थे, हमें दिल में बिठाया था कभीफिर कोई चोट मुहब्बत की, उभर आई है....

दिल ने फिर याद किया, बर्क़ सी लहराई हैफिर कोई चोट मुहब्बत की, उभर आई है..

दिल ने फिर याद किया

ગીત 2
ફિલ્મ શીરી ફરહાદ 1956
લેખક તન્વીર નકવી.
સંગીત એસ મોહીન્દર..
ગીત 
गुज़रा हुआ ज़माना, आता नहीं दुबारा
हाफ़िज़ खुदा तुम्हारा

१) खुशियाँ थीं चार पल की आँसू हैं उम्र भर के
तन्हाइयों में अक़्सर रोएंगे याद कर के
दो वक़्त जो कि हमने इक साथ है गुज़ारा
हाफ़िज़ ...

२) मेरी क़सम है मुझको तुम बेवफ़ा न कहना
मजबूर थी मुहब्बत सब कुछ पड़ा है सहना
तूफ़ाँ है ज़िन्दगी का अब आखिरी सहारा
हाफ़िज़ ...

३) मेरे लिये सहर भी आई है रात बन कर
निकला मेरा जनाज़ा मेरी बरात बन कर
अच्छा हुआ जो तुमने देखा न ये नज़ारा
हाफ़िज़ ...



Rate this content
Log in

Similar gujarati story from Drama