STORYMIRROR

Kalpesh Patel

Romance

4  

Kalpesh Patel

Romance

માશુકા

માશુકા

1 min
7

માશુકા – વૈશાખી વાયરે

તપતા તડકામાં પણ,
તું તો ચાંદનીની ઠંડક બની,
મારા હૃદયને શીતળતા આપતી રહી …

'લૂ'ના ઝોકામાં,
તારા  નયનના જળાશયે મને આશ્રય આપ્યો,
ને હું મૃગજળ નહીં,
સાચા પ્રેમના સરોવરમાં તરતો રહ્યો…

તારા કેશની લટો,
જાણે વડ-વડવાઈની છાંયડી,
જેમાં હું થાકેલો મુસાફર બની આરામ પામતો રહ્યો…

ભાલે પરસેવાનું ટીપું ,
પણ હોઠે  સ્મિત,
તે તો મધ્યાહ્નના સૂરજને પણ ગુલાબી બનાવી દીધો…

માશુકા ,
તું છે આ  ગ્રીષ્મની ઠંડક,
મારા તરસેલા મનનું જળાશય,
મારા જીવનની છાંયડી…


---



Rate this content
Log in

Similar gujarati story from Romance