લેમિ
લેમિ
લેમિ.
બર્લિન, 1945.
યુદ્ધ પૂરુ થયું હતું,પણ શહેર હજુ પણ તૂટતું જ હતું.
ભીંતો ઊભી હતી,
અંદરથી બધું ધરાશાયી.
આવા ઘૂંટાઈ રહેલ જાહેર મૌન વચ્ચે લેમિ, જીવતી હતી.
યુદ્ધ પહેલાં એ શબ્દોની જાદુગરણી હતી.એના હાથમાં હંમેશાં એક ફાઉન્ટન પેન રહેતી.
લોકો એને “લેમિ” કહી બોલાવતા.
જેમ પેન, એમ એ. મૂંગી પણ
જ્યાં સ્પર્શે, ત્યાં શબ્દો વહેતા રહે .
યુદ્ધ ની ચરમ સીમા એ એક દિવસ.
આકાશ તૂટ્યું.
બોમ્બનો એક ધડાકો…
અને બૉમ્બ ની કરચોએ તેનો અવાજ ગાયબ કર્યોં .
લેમિ હવે મુંગી હતી.
શબ્દો લખી શકતી હતી.
પણ બોલી શકતી નહોતી.
અને મૌન સાથે કંઈક બદલાયું.
લોકો તેની સામે ઊભા રહે,
અને એને એમના વિચારો દેખાવા, સાંભળવા લાગી .
તેના કાન હવે શબ્દ નહીં
તરંગો પકડતા થયાં .
લોકોના ચહેરા નું સ્મિત… અંદર ની ઈર્ષા. કોઈની
આંખોમાં દયા… અંદર થાક.તો યુદ્ધમા ગુમાવેલ કોઈ યુવતી નાં પતિનાં
પ્રેમની વાતો… લેમિ ની અંદર અગણિત ગણિત નાં પ્રમેય ચાલતા .
શહેર તૂટ્યું હતું—
પણ લેમિને સમજાયું કે લોકો મનથી જ તૂટેલા હતા.
એ લખતી રહી.
પણ હવે એના શબ્દો માત્ર વાર્તા નહોતી .
દરેક રચના આયનો હતી .
લોકો એને વાંચતા, અને દુઃખ ભૂલી ઉભાં થવા મંડ્યા.અને ક્યારેક અચાનક ચુપ થઈ જતા.
કેટલાંક ગુસ્સે થઈ જતા.
કેટલાંક દૂર ભાગી જતા.
લેમિ ધીમે ધીમે લોકોથી ટેવાતી ગઈ.
એક સાંજ—
એના દરવાજા પર અવાજ આવ્યો.
બહાર એક આઇરિશ સૈનિક ઊભો હતો.
ઘાયલ.
બન્ને હાથ કપાયેલા.
એની આંખોમાં એક ખાલીપો હતો.
જાણે અંદર બધું સમાપ્ત થઈ ગયું હોય.પરંતુ એક આશા જીવંત હતી એવું લેમિ જોઈ શકી.
એણે કઠિનાઈથી પૂછ્યું, લેમિ...
“હું… ફરી જીવી શકું?”
લેમિએ તેની તરફ જોયું.
અને… અટકી ગઈ.
પહેલી વાર.
તેને કંઈ સંભળાયું નહીં.
ન કોઈ તરંગ.
ન કોઈ અવાજ.
ન કોઈ છુપાયેલું ગણિત.
માત્ર… શાંતિ.
લેમિ થોડા પળો સુધી એને જોતી રહી.
પછી એણે કાગળ લીધો.
લખ્યું:
“શબ્દો માત્ર હાથમાંથી નથી વહેતા.”
થોડી વાર રોકાઈ…આગળ લખ્યું... તે
“મનમાંથી વહે છે.”
એણે પોતાની પેન એની સામે મૂકી.
સૈનિકે નીચે જોયું—
પોતાના પગ તરફ. ડાબા પગે પેન ઉઠાવી.
પહેલો અક્ષર—લખ્યો
કાચો. તૂટેલો.
પણ જીવતો.
દિવસો પસાર થયા, મહિના વીત્યા. તેના
પગે થી લખાયેલા શબ્દો સીધા મરોડદાર થતાં ગયા હતા.
હજુ kyareknપગથી દોરેલી રેખાઓ કંપતી હતી—
પણ લગન સાચી હતી.
એણે લખવાં સાથે પેઇન્ટિંગ શરૂ કર્યું.
તેના કેનવાસ પર યુદ્ધના ઘા હતાં.
અને રંગોમાં કોઈ ખોટું નહોતું.
લોકો એને જોવા લાગ્યા.
એના હાથ નહોતા—
પણ એની કળા, લોકોના દિલ મા સ્પર્શ કરતી હતી.
વર્ષો પછી—
એનું નામ દૂર સુધી પહોંચ્યું.
પણ લેમિ ત્યાં જ રહી.
એના મૌન સાથે.
એના શબ્દો સાથે.
એક દિવસ—
એણે ફરી પોતાની પેન હાથમાં લીધી.
થોડી ક્ષણ એને જોયું.
પછી લખ્યું—
“સૌથી મોટો અવાજ…વિચારનો
છે.
જેમાં કોઈ અવાજ નથી, પણ જે તેને સાંભળે તેનો બેડો પાર ”
બહાર શહેર ફરી રાબેતા મુજબ ઘબકતું હતું.
પરંતુ, રીહેબિલીટેશનનાં શોર વચ્ચે
લેમિ પહેલી વાર શાંત હતી.
~~~~
રીહેબિલીટેશન (Rehabilitation) નો અર્થ છે —
કોઈ વ્યક્તિ, સમાજ અથવા સ્થળને પુનઃસ્થાપિત કરવું, એટલે કે તૂટેલી, ઘાયલ અથવા ખોવાયેલી સ્થિતિમાંથી પાછું સામાન્ય જીવન તરફ લાવવું.
અર્થના સ્તરો:
- શારીરિક રીતે: ઘાયલ વ્યક્તિને ફરી ચાલવા, કામ કરવા અથવા સ્વતંત્ર બનવા માટે મદદ કરવી.
- માનસિક રીતે: યુદ્ધ, દુઃખ અથવા આઘાત પછી મનને ફરી સંતુલિત કરવું.
- સામાજિક રીતે: તૂટેલા શહેરો, ઘરો અથવા સમાજને ફરી જીવંત બનાવવું.
પ્રસ્તુત વાર્તામાં “રીહેબિલીટેશન” એ બર્લિનના તૂટેલા શહેરની બહારની પુનઃસ્થાપન પ્રક્રિયા છે,
પણ અંદરથી — એ લેમિ અને સૈનિકના મનની પુનર્જીવન યાત્રાનું પ્રતીક છે.
એટલે અહીં એ શબ્દ માત્ર ઈમારતો માટે નહીં,
પણ માનવીય આત્માની ફરી ઉઠાણ માટે વપરાયો છે.
ડિસ્કલેમર
આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવાયેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓ લેખકની કલ્પનાશક્તિનું સર્જન છે.
“લેમિ” નામ એક જાણીતી જર્મન ફાઉન્ટન પેન બ્રાન્ડ Lamy સાથે સંકળાયેલું હોવા છતાં, આ વાર્તામાં તેનો ઉપયોગ માત્ર પ્રતીકાત્મક અર્થમાં કરવામાં આવ્યો છે. આનો કોઈ વ્યાપારી અથવા સત્તાવાર સંબંધ નથી.
વાર્તામાં દર્શાવાયેલ આઇરિશ સૈનિકનું પાત્ર
આઇરિશ લેખક, આધારિત છે
→ તેઓ પોતાના ડાબા પગથી લખતા અને પેઇન્ટિંગ કરતા
→ તેમની આત્મકથા My Left Foot ખૂબ પ્રસિદ્ધ છે
જેઓ જીવનમાં અશક્ય લાગતી પરિસ્થિતિઓને જીતનાર અનેક વાસ્તવિક પ્રેરણાઓનું સંકલિત પ્રતિબિંબ છે.
લેખકનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા, દેશ અથવા બ્રાન્ડની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ માનવીય સંવેદનાઓ, આંતરિક સંઘર્ષ અને સર્જનાત્મક શક્તિઓને રજૂ કરવાનો છે.
