STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

ભાગ્યનું બજાર.

ભાગ્યનું બજાર.

3 mins
3

“ભાગ્યનું બજાર”

ઘડિયાળી ની પોળમાં એક ડહેલું હતું.ત્યાંની દીવાલો પણ હજુ કોઈની જૂની સ્મૃતિઓથી શ્વાસ લેતી હતી।
અહીં એક જુનાં મકાનમાં રહેતો હતો ૐ શર્મા,અને ક્યારેક અહીં
તેનો પિતા, શિવ શર્મા…રહેતા હતા.
શહેરના એકમાત્ર ગોર મા'રાજ, અને બનીબેઠેલા હસ્તરેખા વિશારદ!

લોકો કહેતા—“શિવભાઈ હાથનું ભવિષ્ય, ચપટી મા વાંચી લે!”

પણ સમય બદલાયો…
હવે લોકો હાથ બતાવા આવતા બંધ થયાં , લોકો નાં હાથ મોબાઇલ જોવા મા વ્યસ્ત હતા.

શિવ શર્માના છેલ્લા દિવસોમા નવરા પડ્યા. પણ મળીયે બેસે અને કંઈક લખતા, વાંચતા રહેતા. તેમના અવસાન પછી.

એક દિવસ તેમના ડિકરા ૐ (ઓમે ) શિવ શર્મા નો જૂનો લાકડાનો પટારો ખોલ્યો.
અંદર જોયું તો
ચંદનની સુગંધમાં ભળેલી યાદો,નાડા છડી, કેટલાક તાવીજ.
કેટલાક પીળા પડેલા પાનાં…મા કંકુથી દોરેલા ચોકઠાં અને એક જૂની હસ્તલિખિત ચોપડી પોથી .
કવર પર ધૂળની પાતળી સપાટી હાતાવટા,નીચે લખેલું ૐ ને દેખાયું

“ભાગ્ય,ખરીદવા માટે ઉપલબ્ધ”

ૐ હસ્યો.

“પપ્પા પણ ક્યારેક મજાક લખતા હશે…”

પણ, તેણે તરત જ ચોપડી ખોલી—
તેના  અક્ષરો હલનચલન કરવા લાગ્યા!

👉 “શું શોધી રહ્યો છે દીકરા , ?”

ૐના શ્વાસ અટકી ગયા.

“મારું ભવિષ્ય…”

“અહીં હવે ભવિષ્ય બતાવાતું નથી…વેચાય છે।”

ચોપડી મૂંગી રહી પ્રશ્ન પૂછતી ગઈ—

“કેટલી સફળતા જોઈએ?”
“કેટલો સમય છે?”
“કેટલું વળતર આપશો?”

ૐ થોડો અટક્યો…

શું મારે પિતાની જેમ વર્ષો રાહ જોવી?
કે
એક શોર્ટ કટ?

“મારે તો ઝડપથી સફળ થવું છે।”

"કોઈ ગુરુ મંતર આપો.."

ચોપડી બોલી—
“તો તારી ‘સહજતા’ અત્યારે આપ…
અને તારો ‘સમય’ હું EMIમાં વસુલી લઈશ।”

Ok ૐ બોલ્યો..
અને અચાનક,તેનું જીવન બદલાઈ ગયું!

ક્લાયન્ટ્સ વધ્યા!
નામ ચમક્યું!
YouTube પર વિડિઓ વાયરલ .

“Palmistry Secrets Revealed”

લાખો લોકો,ૐ ને જોઈ રહ્યા હતા!
લોકો કહેતા.

“શિવ શર્માનો દીકરો, સવાયો પાક્યો, હજુ ખૂબ આગળ જશે!”

પણ, તેઓને શું ખબર, કે ૐ કોઈના હાથ નથી વાંચતો…
તે હાથ “વેચતો” હતો!

દરેક સફળતા સાથે કંઈક ખોવાઈ રહ્યું હતું.

તેના પોતાના હાથની રેખાઓ ધીમે ધીમે ફીકી થતી ગઈ…

સમય હાથમાંથી છટકી જતો રહ્યો…

અને પિતાની યાદ,
એક ઝાંખી તસવીર બની ગઈ!

એક રાતે, તેણે
ચોપડી ફરી ખોલી!
જોયું તો પિતાનાં પટારા ની ચોપડી બોલી...

“Next ઉપગ્રડે available :

શાંતિ — Limited Stock”
કિંમત?

“તમારી છેલ્લી ‘અસલી લાગણી’”

ૐ ગુસ્સે થઇ બોલ્યો—
“બાપા તમે તો લોકોને કહેતા હતા. માનવીનું ભાગ્ય તેના હાથમાં હોય છે!”

ચોપડી હળવેથી હસી—
👉 “હા…
પણ હવે લોકો હાથ નથી જોતા …
ઓફર્સ જુએ છે।”
એ જ ક્ષણે—
ચોપડીના પાનાં બદલાયા।
લખાવટ ઓળખાતી  હતી…
પિતા જેવી જ લગતી હતી!
“ૐ,
જો તું આ વાંચી રહ્યો છે—
તો તું પહેલો સોદો કરી ચૂક્યો છે।”

ૐના હાથ કંપી ગયા।
પાનાં જીવંત થઈ ગયા—
યુવાન શિવ શર્મા…
હાથ જોતા જોતા થાકી ગયા હતા।
લોકો ભવિષ્ય પૂછતા—
પણ પોતાનું કર્તવ્ય નહીં!

એક રાતે—તેમના દાદાએ લખેલી
આ જ ચોપડી તેમને મળી!

“ભવિષ્ય જાણવા માંગો છો… કે બનાવવા ?”

અને ૐ નાં પિતા,શિવ શર્માએ વિચાર્યું હતું, કે
“જો હું ભવિષ્ય બદલી શકું…
તો કેટલાને મદદ કરી શકું!”
અને તેમણે સોદો કર્યો!
પૈસા નહીં…
“સત્ય” આપ્યું!
શરૂઆતમાં બધું સારું લાગ્યું,
ગરીબને આશા,
ધનિકને સફળતા,
પ્રેમીને મિલન…
પણ ધીમે ધીમે,
લોકોએ પોતે નિર્ણય લેવાનું બંધ કર્યું…
દરેક પ્રશ્નનાં જવાબ માટે —“શિવભાઈ”

ત્યાં, એક કાકલુદી સાથે અવાજ આવ્યો, દીકરા
“ૐ,
મેં,લોકોનું ભાગ્ય સરળ બનાવ્યું…
પણ તેમને નબળા બનાવી દીધા।”

“હું દાદાની ચોપડી નાં જોરે,ભગવાન બનવા ગયો હતો…
પણ દલાલ બની ગયો।”

ત્યાં, એક જુદો
અવાજ ફરી સંભળાયો.

👉 “તારા પિતા મારા શ્રેષ્ઠ ગ્રાહક હતા…
અને અંતમાં—
સપ્લાયર પણ।”

ૐના શ્વાસ અટકી ગયા।
તેને સમજાયું.

પિતાએ જીવનભર પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું હતું…

જેથી ચોપડી જીવતી રહી શકે!

એટલે જ—
લખાવટ દાદા ની…
અવાજ પિતાનો…
અને આત્મા પણ!

“પપ્પા… તમે આવું કેમ કર્યું?”

ઓમે પૂછ્યું...

પાનાં પર છેલ્લી લાઈન દેખાઈ.

“કારણ કે…

લોકો સત્ય નહતા ઇચ્છતા…
સરળ જવાબ ઇચ્છતા હતા!”

બહાર સવાર થવા આવી હતી.
પોળમાં અમુલ દુધવાળો બુમ મારી રહ્યો હતો !

અને ચોપડી એ  પૂછ્યું .

“ૐ,તુ પણ, તારા બાપ ની રીતે આગળ વધશે?
કે,આ સાંકળ તોડશે?”

બહાર એલ ઈ ડી નું બોર્ડ ઝળહળતું હતું.

“શર્મા એન્ડ સન, વિધાતા -ભાગ્ય સલાહ કેન્દ્ર”

(હવે EMI સુવિધા સાથે)

અને
ૐના હાથમાં ચોપડી હતી…
તેના
મનમાં બે રસ્તા હતા ,
એક,
બધું વેચીને સફળ થવાનું।
બીજું,
બધું ગુમાવીને પોતાને બચાવવાનું!

થોડી ક્ષણ શાંતિ રહી…
અને પછી,
ૐ નાં મળીયે ધુમાડો ઉઠ્યો।
લોકો દોડી આવ્યા।
કોઈ બોલ્યું.
"આગ લાગી!”
ૐ ને રંજ નહોતો કે...
"દાદાની ચોપડી સળગી ગઈ."
પણ 
ૐ નાં મનમાં હવે સવાલ એ હતો.

“શું લોકો સત્ય સ્વીકારવા તૈયાર થશે ?”

અંતિમ વ્યંગ
આજના સમયમાં—
ભાગ્ય હાથમાં નથી જોવાતું …
અહીં બધું જ EMI પેકેજમાં મળે છે, આજે ઉધાર અને સદાકાળ વસૂલી.

અને સૌથી છુપાયેલી વસ્તુ?

“અસલિયત।”



Rate this content
Log in

Similar gujarati story from Abstract