દિવસનું ભૂત.
દિવસનું ભૂત.
દિવસનું ભૂત.
હું વિચારું છું, શું
મારું મૃત્યુ થઈ ગયુ છે…
હા,
હવે મારે પણ આ વાત સ્વીકારવી પડી છે।
પહેલી વાર જ્યારે આંખ ખૂલી, ત્યારે લાગ્યું કે હું કોઈ ઊંઘમાંથી જાગ્યો છું.
અને આસપાસ એક અજબ શાંતિ હતી…
હવામાં ભીની માટીની સુગંધ…
અને મારી સામે,એક પથ્થર પર મારુંજ નામ.
ઉપર કોતરેલું....
“સ્વર્ગસ્થ…”
હું થંભી ગયો।
“આ… હું છું?”
પાસે જ એક વૃદ્ધ માણસ રડી રહ્યો હતો।
એણે કબર પર ફૂલ મૂકી… અને રડમસ અવાજે કહ્યું,
“તું બહુ વહેલો ચાલી ગયો બેટા…”
હું બુમ પાડી, જવાબ દેવા માગતો હતો.
“હું અહીં છું! હું જીવતો છું!”
પણ મારો અવાજ… હવામાં ઓગળી ગયો.
એ ઘડી એ સમજાયું
હવે હું માણસ રહ્યો નથી.
હવે મારી દુનિયા આ કબ્રસ્તાન મા જ છે.
દિવસ દરમિયાન… હું અહીં જ સૂતો રહું છું.
સૂરજની કિરણો મને દાઝાડતી નથી,
પણ મને બધું દેખાડે છે.
લોકો આવે છે… રડે છે… અને પાછા ચાલી જાય છે।
અહીંની દરેક કબર એક વાર્તા છે…
અને હું એ બધાનો સાક્ષી છું।
એક ખૂણે એક નાની બાળકીની કબર છે.
એની મા રોજ આવે છે… અને એક ઢીંગલી મૂકી જાય છે।
હું ઘણી વાર એ ઢીંગલી ને ઉઠાવવા જાઉં છું…
પણ સ્પર્શ કરતા જ… એ મારા હાથમાંથી સરકી જાય છે.
એક વૃદ્ધ દંપતી છે.
દર રવિવારે આવે છે…
પોતાના દીકરાની કબર પાસે બેસીને શાંતિથી વાત કરે છે,
જાણે એ હજી સાંભળતો હોય.
અને હું વિચારું છું.
શું ખરેખર એ સાંભળે છે?
અહીં રાત્રે… કંઈક અલગ જ થાય છે.
હવા ભારે થઈ જાય છે…
વૃક્ષો જાણે કંઈક કહ્યા કરે છે…
ક્યારેક… વિચારું છું, કે હું એકલો નથી.
એક રાત્રે, મેં એને જોયો।
એક બીજો ભૂત।
એ મારી જેમ જ હતો… ખોવાયેલો।
એણે પૂછ્યું. લ્યા..
“તું ક્યારે આવ્યો?”
હું બોલ્યો.
“ખબર નથી… બસ એક દિવસ આંખ ખૂલી, અને હું અહીં હતો।”
એ હળવું સ્મિત કરીને બોલ્યો.
“બધા સાથે આવું જ થાય છે।”
“તને ડર નથી લાગતો?”
મેં પૂછ્યું.
એ બોલ્યો—
“ડર તો ત્યારે લાગતો… જ્યારે જીવતો હતો। હવે તો બસ યાદો જ છે।”
ધીરે-ધીરે… મને પણ આદત પડી ગઈ।
હવે હું લોકોની લાગણીઓ જોઉં છું…
સાંભળું છું.. અને વિચારું છું એમના દુઃખ, એમની યાદો…
અને સમજું છું.
મૃત્યુ અંત નથી…
ક્યારેક હું મારા ઘરની બહાર પણ જાઉં છું…
બારણે ઊભો રહું છું.
અંદર મારી તસ્વીર ટાંગી છે…
અને મારી મા… હજી પણ મારી સાથે વાત કરે છે.
હું જવાબ આપવા માગું છું…
પણ આપી શકતો નથી.
આજે… અહીં એક નવો માણસ આવ્યો છે.
એ મારી કબર પાસે ઊભો છે।
એની આંખોમાં એ જ પ્રશ્ન છે…
જે ક્યારેક મારી આંખોમાં હતો.
હું એની પાસે ગયો…
અને ધીમેથી પૂછ્યું—
“તું ક્યારે આવ્યો?”
એ ગભરાઈ ગયો…
“ક… કોણ?”
હું સ્મિત કર્યો.
હવે સમજાયું.
આ વાર્તા પૂરી નથી થઈ…
હવે હું કોઈ બીજા માટે…
પહેલો ભૂત બની ગયો છું..
અંત… કે કદાચ શરૂઆત।
હવે…
જ્યારે કોઈ નવી આત્મા અહીં આવે છે—
ગૂંચવાયેલો… ડરેલો… પોતાની કબર સામે ઊભો રહી વિચારે છે—
ત્યારે હું શાંતિથી એની બાજુમાં જઈ ઊભો રહું છું…
અને તેને સાંભળું છું.
એ હજુ સમજવાનો પ્રયાસ કરે છે…
જે હું પણ ક્યારેક કરતો હતો.
હું ધીમેથી પૂછું છું—
“તું ક્યારે આવ્યો, ભાઈ?”
અને એ ક્ષણે…
મને સમજાય છે—
અમે ભૂતો ડરાવવા માટે નથી હોતા…
અમે તો બસ યાદ રાખવા માટે બચી જઈએ છીએ।
કોઈના રડવાથી…
કોઈના મૌનથી…
અને ક્યારેક… પોતાના જ નામની નીચે લખાયેલા
“સ્વર્ગસ્થ…” શબ્દથી.
હું વિચારું છું—
માનવીનો અંત…
કે કદાચ—
તેની યાદોની એક અનંત શરૂઆત છે!!
હાઈકુ.
મૌનના વચ્ચે,
વિચારો ધીમે બોલે,
યાદો મારું ઘર..!!!
~~~~~~~~~~~~~~~~

