STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Thriller

4  

Kalpesh Patel

Drama Romance Thriller

શુક્રવારનો ઉમંગ.

શુક્રવારનો ઉમંગ.

2 mins
4

શુક્રવારનો ઉમંગ.

લિન્ડા મરી ગઈ પછી એકલો પડેલો લુઇસ મેક્સિકો થી રિયો કાયમ રહેવા આવ્યો.
એ વિચારતો હતો કે  રિઓનો દરિયો એની પીડા ભુલાવી દેશે .

પણ દરિયો એ એક દિલ છે,
એ હંમેશા લાગણીઓ પાછી આપે છે.

દરેક શુક્રવારે…
લુઇસ રિયોનાં વિખ્યાત સંભા બીચ પર જતો .
દરેક શુક્રવારે…  "Sun N Sand "દરિયાકાંઠાના બારમાં બેસતો .
દરેક શુક્રવારે…
એ બે ગ્લાસ મંગાવતો.
એક પોતાને માટે.
એક તેની દિવંગત પત્ની લિન્ડા માટે.

પ્રથમ શુક્રવારે,
એણે માત્ર યાદ હતી.
લીંબુની સુગંધ.
અને રમની દહેક .
લિન્ડા નું હાસ્ય જે નહોતું…
પણ લગભગ તેનાં કાનમા ગુંજતું હતું.

દરેક શુક્રવારે…
એવો અનુભવ હવે પાછો આવતો.
વધુ તીવ્ર.
વધુ નજીક.
બાર મા આવનાર
લોકો કાનાફૂસી કરવા લાગ્યા—
"o homem das duas taças."

"બે ગ્લાસવાળો માણસ. "
એ કહેતા:
એક જીવતા માટે.
બીજું… ખાલી, જે નથી તેના માટે.

દરેક શુક્રવારે…
લુઈસ ણે લાગતું કે
દરિયો બદલાય છે .
અને તેના
તરંગો એનું નામ પોકારે છે .

પવન લિન્ડા ની મહેક  લાવતો.
બીચ ની સપાટ રેત પર બે પગલાં દેખાતા.  પણ ચાલતો એક જ માણસ, લુઇસ .

બીજા શુક્રવારે,
એણે એને લિન્ડા નો સાથ અનુભવ્યો.
ત્રીજા શુક્રવારે,
એણે એની છાયા જોઈ.
ચોથા શુક્રવારે,
એ, બાર નાં ટેબલ પાછળ નાં અરીસામાં દેખાઈ.
પણ, લિન્ડા હસતી નહોતી.

હવે દરેક શુક્રવારે…
એ નજીક આવતી.
ફૂસફૂસાટથી…
છાયાથી…
એક સાકાર આકાર સુધી.

લિન્ડા હવે  લુઇસ માટે ભુલાયેલી યાદ નહોતી.  એ હતી પસંદ કરાયેલ આત્મા.
પણ તે બેખબર હતો, લિન્ડા નું આવું રોજનું આવવું, એ લુઇસ ની સાથે રહેવા માટે નહીં.  તે લુઇસને તેની સાથે લેવા માટે આવતી હતી .

દરેક શુક્રવારે…
લુઇસ પીતો .
દરેક શુક્રવારે…  લિન્ડા પણ એની સાથે પીતી.
દરેક શુક્રવારે…
એ નબળો થતો ગયો.
શ્વાસ ટૂંકો પડતો.
હાથ કંપતા.
તેનું હૃદય સાંબા બીચ નાં ઢોલ કરતાં જોરથી ધબકતું.

હવે દરેક શુક્રવારે…  અહીં
દુનિયા ધૂંધળી થતી જતી હતી .
લાઇટો ડીમ થતી .
સંગીત શાંત થઇ જતું.
મોડી રાતે ખાલી ખિસ્સે
લોકો ગાયબ થઈ જતા.
માત્ર અફાટ દરિયો રહેતો.
કોઈ ની રાહ જોતો.

એક શુક્રવારે…  વીતી રાતે,
બધા બાર બંધ હતા .
કોઈ સંગીત નહોતું.
કોઈ અવાજ નહોતો.
માત્ર શાંતિ.

લુઇસ દરિયાકાંઠે ઊભો હતો.
બે ગ્લાસ હાથમાં.
દરેક શુક્રવારે…
એ રમ પીવા આવતી, અને લુઇસ લિન્ડા ને ગમતું પીણું લાવતો.
આ શુક્રવારે…

એ એને ખુદ ને જ લેવા આવી.

શાંત દરિયાની તરંગ ઊઠી.
ઝડપી નહીં.
જંગલી નહીં.
પણ નિશ્ચિત.
લુઇસ નાં પગને સ્પર્શી.
કોમળ લિન્ડાનાં હાથ જેવું લાગ્યું, પણ ઠંડો સ્પર્શ.
એ એની રાહ જોઈ રહી હતી.
લુઇસે બીજો ગ્લાસ ધર્યો.
એણે આજે લિધો નહીં.

લુઇસ કશું બોલ્યો નહીં.
સ્વગત ટોસ્ટ કરી બન્ને ગ્લાસ ખાલી કરી
એ લહેર ની સાથે આગળ વધ્યો.

રિયો નો દરિયો શાંત થયો.
નરમ.
ઊંડો.
અંતિમ.

સવાર સુધી…
કંઈ નહોતું.
કોઈ માણસ નહોતો.
કોઈ પગલાં નહોતા.
માત્ર વીતેલી રાતે ..
“મિલનની તૃપ્તિમાં…
ઉમંગ ઓગળી ગયો—
અને એક શુક્રવાર
ગુમ થઈ ગયો…”

પણ હવે દરેક શુક્રવારે…
બીચ સ્થિર થઈ જાય છે.
પવન હલવાનું ભૂલી જાય છે.
તરંગો તૂટવાનું ભૂલી જાય છે.
અને દરિયાની પાર…
બે આકૃતિઓ દરિયામાં ચાલે છે.
એક તેજસ્વી.
એક ધૂંધળી .

અને પાણી પર—
કોઈની યાદ અપાવતા .
બે ગ્લાસ તરતા રહે છે.
દરેક શુક્રવારે…
ક્યારેય ખાલી પણ નથી હોતા …
તોય ડૂબતા નથી…!!!



---



Rate this content
Log in

Similar gujarati story from Drama