STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

બોજ

બોજ

3 mins
0

બોજ

મુંબઈ પાસેના ડોમ્બિવલી  ની એક જૂની ચાલી.

સાંકડી ગલીઓ,
લોખંડની સીડીઓ.
બારણાં બહાર સૂકાતા કપડાં.
સવારે ચાની કરતા દારૂ ની વાસ અને સાંજે લોકોના થાકેલા ઉદાસ ચહેરા.

એ જ ચાલી ના છેલ્લાં ખૂણે
એક નાનું બે માળનું મકાન ભોજનાલય હતું.

“મમતાનું આંગણું”

અનાથ બાળકો માટેનું ઘર.

અને, એ ભોજનાલય ચલાવતી હતી
સફેદ વાળ, કપાળ પર હળવી ચાંદી જેવી કરચલીઓ,
પણ હૃદય દરિયા જેટલું વિશાળ ધરાવતી, શોભાતાઈ .

ચાલીમાં બધા એમને પ્રેમથી “તાઈ ” કહી બોલાવતા.

કોઈ બાળકને તાવ આવે તો
તાઈ આખી રાત જાગતા.

કોઈ બાળક ડરીને ઊંઘમાંથી ઊઠી જાય તો
તાઈ એની બાજુમાં બેસીને હાલરડું ગાતા.

અને કોઈ બાળક પૂછે—

“તાઈ , મારી મમ્મી ક્યારે આવશે?”

તો શોભાતાઈ હસીને કહેતા—

“જ્યાં સુધી હું છું ને,
ત્યાં સુધી કોઈ બાળક અનાથ નથી.”


પણ આ હાસ્ય પાછળ
એક જૂનું તૂટી ગયેલું જીવન છુપાયેલું હતું.

યુવાનીમાં શોભા ખૂબ સુંદર અને હસમુખી હતી.
એમણે સુજય નામના યુવકને દિલથી પ્રેમ કર્યો હતો.

સપનાઓ હતાં.
ઘરનું સ્વપ્ન હતું.
સાથે જીવવાની કસમો હતી.

પણ એક દિવસ
સુજય પૈસા અને પ્રતિષ્ઠા પાછળ, તેને તરછોડી દોડી ગયો.

શોભા…
એકલી રહી ગઈ.

તૂટેલા વિશ્વાસ વચ્ચે,સમાજના કટાક્ષ, અપમાનનાં ડર થી
એમણે પોતાનું સંતાન, તેના જન્મ પહેલા ગુમાવ્યું પડ્યું .

એ દિવસે
શોભા અંદરથી ખાલી થઈ ગઈ, અંતર સતત બળતું હતું .પણ વિશાળ દિલ સાથે લોકોનાં પેટની અગન બુઝવતી હતી 

વર્ષો પછી
એક વરસાદી રાત્રે
ચાલીના દરવાજા આગળ
રડતો એક અનાથ બાળક મળ્યો.

શોભાએ એને ઊંચકી લીધો.

અને કદાચ
એ જ ક્ષણે
ભગવાને એમના ખાલી ખોળામાં
મમતાનો દરિયો ભરી દીધો.

આ બાળકનાં આવ્યા પછી  ભોજનાલયનો પહેલો માળ
આજે એક અનાથાલયમાં ફેરવાઈ ગયેલો હતો.


એક સાંજે ભોજનાલનાં દરવાજા આગળ એક રીક્ષા આવીને અટકી.

દસ અગિયાર વર્ષની એક છોકરી નીચે ઉતરી.

હાથમાં નાનો થેલો.
આંખોમાં ડર.

રીક્ષા તો તરત જ ચાલી ગઈ.
રડતી ડુસકા ભરતી, છોકરીને પાણી આપી શાંત કરી.. પૂછ્યું.

“નામ શું છે દીકરી?”
શોભાતાઈ એ પૂછ્યું.

“નીતિ …”

“પપ્પા ક્યાં છે?”

છોકરી ધીમેથી બોલી—

“એમણે કહ્યું…
હવે હું બોજ છું.”

આ શબ્દો સાંભળતાં
શોભાબાનું હૃદય ધ્રૂજી ઊઠ્યું.

કારણ કે વર્ષો પહેલાં
અવાજ કોઈ શબ્દોએ એમનું જીવન તોડી નાખ્યું હતું.


નીતિ ધીમે ધીમે બા સાથે રસોઈ કામ માં મદદ કરી જોડાતી ગઈ.

એક દિવસ, સફાઈ દરમ્યાન,એના થેલામાંથી એક જૂની ચેન બહાર પડી.

ચેન માં રહેલ  લોકેટમાં ફોટો જોઈને શોભાતાઈના હાથ કંપી ગયા.

એમાં સુજય હતો.અને બીજી બાજુ નીતિનો ફોટો હતો.

શોભાતાઈની આંખો ભીની થઈ ગઈ।

આ છોકરી,નીતિ …
વાસ્તવમાં સુજયની દીકરી હતી!!!

એ જ માણસની દીકરી
જેણે ક્યારેક શોભાનું હૃદય તોડી નાખ્યું હતું.

આખી રાત
શોભાતાઈ ઊંઘી શક્યાં નહીં.

દિલમાં ગુસ્સો, દુઃખ અને મમતા
ત્રણે એકસાથે લડી રહ્યાં હતાં.

પણ સવાર પડતાં
નીતિ ધીમેથી આવી અને પૂછ્યું.

“બા…
જો હું પણ તમને બોજ લગતી હોઉં તો મને પણ ક્યાંક મૂકી આવશો?”

એ સાંભળતાં જ
શોભાતાઈ ભાંગી  પડ્યાં

એમણે નીતિને ગળે લગાવી લીધી.

વર્ષો પછી,એમની આંખોમાંથી અટકેલા આંસુ વહેવા લાગ્યા.

થોડા દિવસ પછી, એક ઢળતી બપોરે 
સુજય ચાલીમાં ચેન લેવા આવ્યો.
વૃદ્ધ… થાકેલો… પસ્તાવાથી ભરેલો.

“શોભા…મને મારો ચેન પાછો આપ..મારે પૈસાની જરૂર છે.

શોભાતાઈ એ ચુપચાપ ચેન તેને હવાલે કર્યોં.શાંતિથી એની તરફ જોયું,અને નફરત નજરે કહ્યું,

“તે વર્ષો પહેલાં, પૈસા માટે, મારો પ્રેમ છોડ્યો હતો, તે પૈસા તો તને આજે છોડી  ચુક્યા છે...સુજય…!

અને હવે
આજે દીકરી પાસે રહેલી, તારી એક માત્ર નિશાની પણ તું ખૂંચવી રહ્યો છે .
શું પૈસા જ સર્વસ્વ છે જીવન માં?”

સુજય પાસે, શોભા નાં પ્રશ્ન નો કોઈ જવાબ નહોતો.

એ, ચેન ખિસ્સામાં મૂકી,માથું ઝૂકાવીને ચાલ્યો ગયો.


દૂર ઉભેલી,નીતિ એ ડરતાં પૂછ્યું—

“તાઈ …
હું  એવા માણસની દીકરી છું
જેણે તમને દુઃખ આપ્યું…
તમે મને કેમ હવે રાખશો ?”

તાઈએ એની આંખોમાં જોઈને કહ્યું.

“કારણ કે તારો કોઈ વાંક નથી દીકરી.

સાચી મા ની ઓળખ હાડ, માસ કે લોહીથી નથી હોતી,…એ સ્ત્રીની
મમતા ની હોય છે ”

અને દરેક સ્ત્રી જન્મજાત એક માં હોય છે, જ્યાં  મમતા તો સૂરજ આથમતો નથી

બહાર ચાલી ની ગલીઓમાં વરસાદ બંધ થઈ ગયો હતો.

અને અંદર…
વર્ષો જૂનું એક તોફાન પણ.

તે દિવસે
ડોમ્બિવલી ની એ નાની ચાલી એ
એક મોટી વાત શીખી.

દુઃખ માણસને કઠોર પણ બનાવી શકે…
અને કોઈ કોઈને
“મમતાની મૂરત” પણ.



Rate this content
Log in

Similar gujarati story from Drama