STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Thriller

4  

Kalpesh Patel

Drama Classics Thriller

પોકાર..

પોકાર..

3 mins
0

પોકાર..

રાત્રિના બાર વાગ્યા હતા.
કાલુપુર રેલવે સ્ટેશન ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું.
ફ્લાયઓવર પરની રીક્ષાઓ ઘટી રહી હતી, ચાની લારીઓ બંધ થવા લાગી હતી, અને લોકો પોતાના ઘરમાં સપનાઓ શોધવા સુઈ રહ્યા હતા.

પણ આખા અમદાવાદ શહેરમાં એક માણસ એવો હતો…
જે ક્યારેય ઊંઘતો નહોતો.
લોકો તેને સતીશ, લોકો “સતિયો” કહેતા.
કોઈએ તેને દિવસના અજવાળામાં જોયો નહોતો.
ફક્ત રાત્રે.
ક્યારેક બસ સ્ટેન્ડ પાસે.
ક્યારેક જૂના કબ્રસ્તાનની બહાર.
ક્યારેક હોસ્પિટલના કોરિડોરમાં.
તેની આંખો અજબ હતી.
અનિમેષ, થાક કે,
પલકારા વિહીન .
સ્વીટી એક યુવાન પત્રકાર હતી .
તેને અજીબ કિસ્સાઓ પાછળ પડવાની ટેવ હતી.
એક દિવસ ચાની લારીવાળાએ કહ્યું —
“મેડમ , એ માણસથી દૂર રહેજો.
હું એને છેલ્લાં ચાલીસ વર્ષથી જોઉં છું, એ એવો ને એવો જ છે.
નથી વૃદ્ધ થાતો … નથી થાકતો કે નથી ઊંઘતો!.”
સ્વીટી હસી .
“કોઈ માણસ ચાલીસ વર્ષ ઊંઘ્યા વગર કેવી રીતે જીવી શકે?”

લારીવાળાએ, સ્વીટીને એક કડક કટિંગ ચા પકડાવી કહ્યું.
"સતિઓ  માણસ થોડી છે …”
તે રાત્રે સ્વીટી એ તેનો પીછો કર્યો.
સતિયો, કાલુપુર પુલ વટાવી અસારવા જૂની સિવિલ હોસ્પિટલ તરફ ચાલતો હતો.
તેના પગલાંનો કોઈ અવાજ નહોતો.

હોસ્પિટલના પાછળના ભાગમાં એક જર્જરિત થયેલો વોર્ડ હતો, જે વર્ષો પહેલા બંધ થઈ ગયો હતો.
સતિયો અંદર ગયો.
સ્વીટી પણ તેનું પગેરું દબાવી પાછળ ગઈ .
અંદર અંધારું હતું.
દિવાલો નાં પ્લાસ્ટર ઉખડી ગયેલા અને ક્યાંક થુંકેલા પાન નાં જૂના દાગ.

જંગ લાગેલા લોખંદના ખાટલા અને જૂની પથારીઓ.
અને વચ્ચે એક જૂની દીવાલ ઘડિયાળ…
જે બંધ હતી .
પણ એનો સેકન્ડ કાંટો ધ્રુજી હલતો હતો . જાણે ઘડિયાળની બેટરી ઉતરી હોય.
ટિક…
ટિક…

સ્વીટીનું ગળું સૂકાઈ ગયું.
ત્યારે સતિયાએ પહેલી, પાછુ વળી  ખોંખારો ખાઈ વાર વાત કરી.

“તને ખબર છે માણસ કેમ ઊંઘે છે?”

સ્વીટી ચમકી ગઈ .

“શરીરને આરામ જોઈએ એટલે…”
સ્વીટી એ કહ્યું...
સતિયો હસ્યો.
“ના.
માણસ ઊંઘે છે કારણ કે તેની ઈચ્છાઓ અધૂરી રહે છે.”

તે પાછળ ફર્યો, અને સ્વીટી ની સામે આવ્યો.

“પણ જો કોઈને પોતાની સૌથી મોટી ઈચ્છા પુરી ન થાય  તો?”

અચાનક વોર્ડની બધી લાઇટો ઝબકી.
સ્વીટી એ જોયું…

દિવાલ પર એક જૂનો ફોટો હતો.
૧૯૮૬.

આગ લાગી ગયેલા હોસ્પિટલ વોર્ડનો ફોટો.

અને ત્યાં ઉભેલો એક યુવાન ડોક્ટર…
એકદમ સતિયા નો હમસકલ .
સ્વીટી ના હાથ નાં રહેલ કેમેરો કંપવા લાગ્યો .

“તમે… કોણ?”

તેને,સતિયાની આંખોમાં પહેલી વાર દુઃખ દેખાયું.

“એ રાત્રે આગ લાગી હતી.
હું વોર્ડ નાં નાઈટ ડ્યૂટી પર હતો.
અને, હું જોકે ચડેલો.... એથી 
બધા દર્દીઓને બચાવી ન શક્યો .”

તે થોડી ક્ષણ મૌન રહ્યો.

“હું સૂઈ ગયો હતો… માત્ર દસ મિનિટ માટે.”

જનરેટરમા ખટકો ગર્જ્યો.લોકો બચાવ માટે પોકારતા  રહ્યા 
“અને એ દસ મિનિટમાં અગ્નિએ આ વોર્ડ નાં બાર લોકો ને ભરખી લીધા.”

સ્વીટી શ્વાસ પણ લઈ શકતો નહોતી .

“પછી?”
સતિયાએ બંધ ઘડિયાળ તરફ જોયું.

“ત્યારેથી હું ક્યારેય ઊંઘ્યો નથી.”

અચાનક બંધ ઘડિયાળે બારનાં ટકોરા વગાડ્યા.
ટન…
ટન…
ટન…
દરેક અવાજ સાથે વોર્ડમાં ધુમાડો ભરાવા લાગ્યો.
સ્વીટી એ બૂમ પાડી —
“ભાગો અહીંથી!”
પણ સતિયો હલ્યો નહીં.
તે શાંતિથી બોલ્યો.
“દરરોજ આ સમય આવે છે.
દરરોજ અહીં આગ ફરી લાગે છે.
અને દરરોજ હું એ જ લોકોને બચાવવાનો પ્રયત્ન કરું છું…”

ધુમાડામાંથી બળેલા હાથ બહાર આવવા લાગ્યા.
સ્વીટી ભયથી દરવાજા તરફ દોડી .
પણ પાછળથી એક અવાજ આવ્યો —
“જો ક્યારેય ઊંઘ ન આવે ને…
તો સમજજે કે કોઈ યાદ તને પોકારે છે .”

બીજા દિવસે સવારે પોલીસને હોસ્પિટલમાં સ્વીટીનો કેમેરો મળ્યો.
ફક્ત કેમેરો.
અને એક ફોટો.
જૂના વોર્ડનો.
જેમાં ધુમાડા વચ્ચે એક માણસ ઊભો હતો…
થાક વગરની આંખો સાથે.
જે ક્યારેય ઊંઘતો નથી.
અને હવે કોક વખત,સતિયા સાથે સ્વીટીની જોડી લોકોને રાતે જોવા મળે છે..
~~~~
Copyright © 2026 Kalpesh Patel. All Rights Reserved.



Rate this content
Log in

Similar gujarati story from Drama