STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Thriller

4  

Kalpesh Patel

Drama Classics Thriller

બે-જાન.

બે-જાન.

4 mins
0

બે-જાન.

વલસાડના ચણવાઈ ગામના એક સામાન્ય મધ્યવર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલી બે જોડિયા બહેનો. નેહા. અને નિશા.

ચહેરો એકસરખો. આંખો એકસરખી. સ્મિત પણ જાણે અરીસામાં પડતું પ્રતિબિંબ.

પણ સ્વભાવ. આકાશ-પાતાળ જેટલો જુદો.

નેહા શાંત. લાગણીસભર. અને પુસ્તકોમાં જીવતી. જ્યારે નિશા તોફાની. હસતી-રમતી. અને દુનિયાને પોતાની મોજમાં જીવતી.

બાળપણથી જ લોકો એમને ઓળખવામાં ભૂલ કરતા. સ્કૂલમાં શિક્ષકો ગૂંચવાઈ જતા. ઘરે મહેમાનો વારંવાર પૂછતા.

“અરે. આ નેહા છે કે નિશા.?”

બંને હસીને જવાબ આપતી.

“તમને જે ગમે એ.”

પણ એક રહસ્ય હતું. જે માત્ર એ બંને જાણતી હતી.

બંનેનો માત્ર ચહેરો જ સરખો નહોતો. દુખ-સુખની લાગણી પણ એકસરખી અનુભવાતી.

જો નેહાને ક્યાંક ઇજા થાય. તો નિશા પણ અચાનક એ જ જગ્યાએ હાથ ફેરવતી.

જો નિશા રડતી હોય. તો દૂર બેઠેલી નેહાની આંખો ભીની થઈ જતી.



શરૂઆતમાં બધાએ તેને જોડિયા બહેનોનો લાગણીભર્યો સંબંધ માન્યો. પણ ધીમે ધીમે વાતો અજીબ બનવા લાગી.

અતુલની કલ્યાણી સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને. નેહાએ વલસાડની આર્ટ્સ કોલેજમાં. અને નિશાએ કોમર્સ કોલેજમાં એડમિશન લીધું.

એક દિવસ નેહા કોલેજમાં બેહોશ પડી ગઈ. એ જ સમયે ઘેર બેઠેલી નિશા અચાનક ચીસ પાડી ઊઠી.

“મારો શ્વાસ અટકે છે.”

માતા-પિતા ગભરાઈ ગયા. ડોક્ટરો પાસે તપાસ થઈ. રિપોર્ટ નોર્મલ.

પણ રહસ્ય વધી રહ્યું હતું.

સમય પસાર થયો.

એક સાંજે બંને બહેનો પિતાની અંબાબાડીએ ગઈ. સાખ પડેલી કેરી ખાતાં ખાતાં. નિશા અચાનક ખૂબ શાંત થઈ ગઈ.

તે પહેલી વાર ગંભીર અવાજમાં નેહાને પૂછે છે.

“એ નેહા. જો ક્યારેય આપણે અલગ થઈ જઈએ તો.?”

નેહા હસીને બોલી.

“પાગલ. આપણે બે અલગ થોડી છીએ. આપણે તો એક જ છીએ.”

પરંતુ નિશાની આંખોમાં અજાણી ભીનાશ હતી. જે કદાચ નેહાની જાણ બહાર હતી.

નિશા કોઈ વાત ગળી ગઈ. અને ચૂપ થઈ ગઈ.

થોડા મહિનાઓ પછી. નિશાને હૃદયની ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું.

ઓપરેશન જરૂરી હતું. પણ જોખમ મોટું.

મુંબઈના ડોક્ટરે કહ્યું.

“સમય બહુ ઓછો છે.”

ઘરમાં શોક છવાઈ ગયો.

પરંતુ સૌથી અજબ વાત તો પછી બની.

જેમ જેમ નિશાની તબિયત બગડતી ગઈ. એમ એમ નેહા પણ નબળી થવા લાગી.

જાણે એક શરીર બે આત્માઓને સહન કરી રહ્યું હોય.

ઓપરેશનના એક દિવસ પહેલાં. રાત્રે બંને બહેનો હોસ્પિટલની બારી પાસે બેઠી હતી.

બહાર વરસાદ વરસતો હતો.

નિશા હારેલા અવાજે બોલી.

“નેહા. જો હું રહી નહીં શકું તો.?”

નેહાની આંખોમાંથી આંસુ વહી પડ્યા.

“તું ક્યાંય નહીં જાય. તું મારી અંદર જ છે.”

નિશા ઉદાસીમાં પણ સ્મિત કરી ઊઠી.

“એ જ કારણે તો મને ડર છે. કદાચ ખરેખર હું તારી અંદર જ છું.”

ઓપરેશન શરૂ થયું.

પૂરા આઠ કલાક પસાર થયા.

અચાનક હોસ્પિટલના કોરિડોરમાં બેઠેલી નેહા બૂમ પાડી ઊઠી. એણે પોતાના હૃદય પર હાથ મૂક્યો.

અને એ જ ક્ષણે. ઓપરેશન થિયેટરની લાઈટ બંધ થઈ ગઈ.

ડોક્ટર બહાર આવ્યા. તેમની આંખો ઝૂકી ગઈ હતી.

“અમે નિશાને બચાવી શક્યા નથી.”

રડવાનો માહોલ ફેલાયો.

પણ નેહા. એ શાંત હતી.

એકદમ શાંત.

જાણે કંઈક ખોવાયું નહોતું. પણ કંઈક અંદર સમાઈ ગયું હતું.

દિવસો પસાર થયા.

નેહા ફરી કોલેજ જવા લાગી. પણ હવે એ પહેલાં જેવી નહોતી.

ઓછું બોલતી. એકલી રહેતી.

અને ઘણી વાર કેન્ટીનમાં ખાલી ખુરશી સામે જોઈને સ્મિત કરતી.

જાણે કોઈ અદૃશ્ય વ્યક્તિ એની સામે બેઠી હોય.

એક બપોરે કોલેજની કેન્ટીનમાં. વિદ્યાર્થીઓની ભીડ વચ્ચે નેહા એક ખૂણે બેઠી ચા પીતી હતી.


એ સમયે પાછળથી એક અવાજ આવ્યો.



“એય. ક્યાં ખોવાઈ ગઈ હતી. નિશા.?”

નેહાએ ધીમેથી પાછળ જોયું.

સામે નિલય ઉભો હતો.

નિશાનો સૌથી નજીકનો મિત્ર.

કદાચ મિત્રથી પણ વધુ.

નિલયની આંખો એક ક્ષણ માટે ચમકી ઊઠી. પણ તરત જ એ ઓળખી ગયો.

“સોરી. નેહા.”

નેહાએ ફિક્કું સ્મિત કર્યું. 

“કોઈ વાત નહીં. આ ભૂલ લોકો વરસોથી કરે છે.”

નિલય સામે આવીને બેસી ગયો.

થોડી ક્ષણ શાંતિ રહી.અને નેહાએ નિલય ને વિગત થી વાંકેક કર્યોં.

બહાર વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો.

નિલય ધીમેથી બોલ્યો.

“મને હજુ વિશ્વાસ નથી થતો. કે નિશા આ દુનિયામાં નથી.”

નેહાએ કપમાં ચમચી ફેરવતા ફેરવતા કહ્યું.

“કેટલાક લોકો જતા નથી. ફક્ત દેખાતા બંધ થઈ જાય છે.”

નિલય અચાનક અટકી ગયો.

આ વાક્ય. આ તો નિશા જ વારંવાર કહેતી હતી.

એણે આશ્ચર્યથી નેહાને જોયું.

“આ લાઈન તને કેવી રીતે ખબર.?”

નેહા થોડું હસી.

“કારણ કે. મને એની ઘણી વાતો ખબર છે.”

વીતતા દિવસો સાથે વાતો આગળ વધી.

નેહા અચાનક એવી એવી નાની બાબતો કહેવા લાગી. જે માત્ર નિલય અને નિશા વચ્ચે જ હતી.

કેન્ટીનની છેલ્લી બેન્ચ પર લખેલું “N ❤️ ?”. લાયબ્રેરીમાં છુપાવી રાખેલી ચોકલેટ. અને એ વરસાદી દિવસ. જ્યારે નિશાએ પહેલી વાર નિલયનો હાથ પકડ્યો હતો.

નિલયનો ચહેરો ફિક્કો પડી ગયો.

“આ બધું. તને કોણે કહ્યું.?”

નેહા થોડો સમય સુધી શાંત રહી.

પછી ધીમેથી બોલી.

“કોઈએ નહીં. મેં બધી ક્ષણો જીવવી છે.”

નિલયના હાથમાંથી ચાનો કપ સરકી ગયો.

એણે કંપતા અવાજે પૂછ્યું.

“નેહા. તું ઠીક છે ને.?”

નેહાએ પહેલી વાર સીધી એની આંખોમાં જોયું.

એ આંખો નેહાની હતી. પણ ચમક. અને તોફાની ઊંડાણ. નિશાનું જણાતું હતું.

“નિલય.”

નેહાનો અવાજ પણ હવે થોડો બદલાઈ ગયો હતો.

“શરીર નેહાનું છે. પણ ક્યારેક હું પણ અંદરથી બોલી ઊઠું છું.”

નિલય ખુરશી પરથી ઊભો થઈ ગયો.

ડર. કે પ્રેમ.

કદાચ બંને.

નેહાની આંખોમાંથી એક આંસુ સરક્યું.

પણ હોઠ પર નિશાનું સ્મિત હતું.

“તને યાદ છે.? તું કહેતો હતો ને. કે જો હું ક્યારેય ખોવાઈ જાઉં. તો પણ તું મને ઓળખી લેશે.”

કેન્ટીનમાં અચાનક લાઈટ ઝબકી.

બહાર વીજળી કડકી.

અને એ ક્ષણે નિલયને સમજાઈ ગયું.

નિશા મરી નહોતી.

એ હવે. નેહાની અંદર જીવતી હતી.

બે બહેનો નહીં.

એક શરીરમાં ધબકતા. બે જીવન.

વાંચન વિશેષ ~

બે-જાન.
અર્થાત્. “બે આત્માઓ.” અથવા “બે જીવ.”
આપણી પ્રસ્તુત વાર્તામાં. એક શરીરમાં જીવતી બે બહેનોની આત્મીય હાજરી દર્શાવવા માટે “બે-જાન” શબ્દ વપરાયો છે.
અહીં “જાન” નો અર્થ. પ્રેમથી બોલાતો જીવ. આત્મા. અથવા અસ્તિત્વ.
જ્યારે.
બેજાન.
એનો અર્થ થાય. “જાન વગરનું.”
અર્થાત્ નિર્જીવ. પ્રાણ વગરનું. લાગણી વગરનું.
ઉદાહરણ તરીકે. “બેજાન શરીર.” અથવા. “બેજાન આંખો.”
એટલે.
બે-જાન. = બે જીવંત આત્માઓ.
બેજાન. = પ્રાણ વગરનું. નિર્જીવ.



Rate this content
Log in

Similar gujarati story from Drama