સંગીની
સંગીની
સંગીની
નદી હવે શાંત થઈ ગઈ હતી,વરસાદ પછીના પુર પછી.
પણ રઘુના હાથ હજુ પણ કંપતા રહેતા.
એ માટી ઘડતો સવારે, જ્યારે ગામના ન વૃક્ષો પર ધુમ્મસ વચ્ચે ચમાચીડિયા સુમસામ રહી લટકતા રહેતા , ત્યારે ઉગતા સુરજે તેના આંગણે એકમાત્ર અવાજ એના ઘુમતા ચાક નો ધ્વનિ ફેલાતો હતો.
રઘુ નીવડેલો કુંભાર, તેની દરેક. હાંડી, દીવો, સફાઈ દાર.બધાના તળિયે એક આછો “ર.”અક્ષરનું બીબું દબાવતો :
“ર.”, એ રઘુ માટે નહીં. પણ તેની દિવંગત પત્ની રાધા માટે.
વર્ષો પહેલા એમની મુલાકાત આ જ નદીના કાંઠે થઈ હતી, જ્યારે રાધા ઘડામાં પાણી ભરવા આવી હતી .
ઘડો છટકી જતા તૂટી ગયો હતો .
રઘુ, નજીક બેઠો, પોતાનો એક નાનો ઘડો આપ્યો હતો .
“આ લઈ જા,” એ બોલ્યો. “પણ વચન આપ કે, કાલે પાછું આપશે.” રાધાએ એ વખતે કહેલું “એ તમે બીજું બનાવજો,” એ હસીને અને ઘડો લઇ જતી રહી .
રઘુ અને રાધાનો પ્રેમ શરૂ થયો. શબ્દોથી નહીં, પણ ખાલી વાસણના આપલે થી.
રાધા કહેતી કે માટી જીવંત હોય છે —
કે જ્યારે પ્રેમથી ઘડાય, ત્યારે એ તારા હૃદયની ધબકને યાદ રાખે. રઘુ ક્યારેય એના વિશ્વાસ પર હસ્યો નહીં.
એ જાણતો હતો. રાધા સાચું કહે છે.
કારણ કે જ્યારે રાધા ગુજરી ગઈ —
લોકો ની નજરે રઘુને છોડીને ગઈ. પણ રઘુને મન તે સ્વર્ગે સીધાવી હતી —
એના ચાકની ધબક બંધ થઈ ગઈ.
તેનાઘડેલા ઘડા ની માટી છૂટી પડી ઘડા તૂટી જતા હતા .
પાણી રોકતી નહીં.
રાધાના ગયા પછી રઘુ મૌન રહેતો .
બજારમાં હંડા વેચવાનું બંધ કર્યું.
ફક્ત નદીના કાંઠે હંડા ગોઠવી રાખે.
દરેકના તળિયે એ જ અક્ષર.
ક્યારેક ગામવાળા એને ભીંજાયેલી માટી સાથે ધીમે ધીમે વાત કરતાં જોઈ લે.
ક્યારેક મધરાતે એના ઝૂંપડામાંથી એક જૂનું પ્રેમગીત સંભળાતું,રાધા ગાતી હતી એ ગીત રઘુ ક્યારેક લાલાકાર તો .
એક વરસાદી મોસમની રાતે, જ્યારે નદી નાં નીર ફરી ઉચા વહેતા થયાં ,
રઘુ બહાર ઊભો હતો,હાથમાં તાજો ઘડેલો ઘડો. લાલ ચટ્ટક, અનપોલિશ, અને પાતળો,શ્વાસ જેટલો નાજુક.
એ ધીમે વ્યથિત અવાજે નદીના નીર સામે ડાગલા ભરતા સ્વગત બોલ્યો “આ ઘડો ફક્ત તારા માટે છે, રાધા.મે તેને એકદમ પાક્કો ઘડેલો છે.હું તને તે આપવા આવી રહ્યો છું.”
...સવારના સમયે, ગામવાળાઓએ જોયું. રઘુના વાડા મા એનો ચાક હજી પણ ઘૂમતો હતો. એક બાજુ ઘુમતો ચાક અને વાડો ખાલી હતો , સામે નદીના નીર ની સપાટીએ લાલ ચટ્ટક ઘડો હંડો તરતો હતો.
નદીનું પુર ઉતારતા નીર શાંત હતા, આકાશ ખુલ્લું હતું અને સૂર્યપ્રકાશ રઘુનાથસિંહ ખાલી વડા ને ઝળહળા વતો હતો .
ગામ નાં લોકોએ એ તરતા ઘડાને ઉઠાવી જોયું , તો તેને તળિયે બે અક્ષરો
છાપાયેલા હતા,"ર+ર'".
ત્યાંથી લોકો કહે છે — જ્યારે ચાંદની રાતે કુંભારનો ચાક ફરી ઘૂમે, ત્યારે બે છાયાઓ માટી પર ઝૂકે. ફરતા ચાકે એક ઘડે છે, એક હસે છે.
---

