STORYMIRROR

Kalpesh Patel

Romance

4.5  

Kalpesh Patel

Romance

મધુરજની

મધુરજની

1 min
26

મધુરજની

રાત્રીની અઘોષમાં ચાંદલીઓ માધ્યમ ગતીએ પાંગરતો જતો હતો; અને તેની ચાંદની ના છત્ર નીચે  શિખાના મકાનની છત પર બે કપ ચા…અને..

લગ્નની રાતેજ  વિખૂટા પડેલા શિખા અને સારંગ આજે અનાયસે ફરી મળ્યા. મોસમ ઠંડી પણ ચા હજી સુધી ગરમ હતી, પણ બંનેની આંખોમાં જુદાઈથી જામેલી ઠંડકનાં વરસો ઓગળી રહ્યા હતા.

“કેમ છે?” સારંગે રંગીન અદાએ પૂછ્યું.
શીખા એ ગળ ગાળા અવાજે પૂછ્યું , સમય થી પહેલા કોઈને કાંઈ મળે ખરું? “માફી જેટલી સહજ, તેટલી એ મીઠી હોય છે. મધુર પળો  સમય લઈને જ આવે.”

પાછળ ટાવરના ઘડિયાળે પુરા બાર ટકોરા વગાડ્યા ઘંટડી. માગસર ની ઠંડી અને શાંતિ વચ્ચે નભમા હેઠળ  તારાવ have વધુ એક વધુ ચમક્યા.

શિખા એ કપ નીચે મૂકી કહ્યું, સારંગ 
“ચાલ,  એકડે એક થી … મીઠાશને ઓળખવી શરુ કરીએ.”

સારંગે ભાવુક થઈ માથું હલાવ્યું. શિખાનું શીશ હાથમા થામી તેના લાલાટે ચુંબન કર્યું.

ચાંદની એ બન્ને માટે એક નવો માર્ગ ચિંધ્યો. આખરે મધુરજની,  કડવાશથી નહીં, પરંતુ મીઠી ફરીથી શરૂ થવાની હતી.

ટમટમતા તારલાઓ યુક્ત નભમા વિહાર કરતા ચાંદ કે ચાંદનીને કોઈ વાદળનો અવરોધ નહતો.



Rate this content
Log in

Similar gujarati story from Romance