સંઘર્ષ ગાથા
સંઘર્ષ ગાથા
"સંઘર્ષ" નું બીજું નામ એટલે "જીવન".. સંઘર્ષ વગર જીવન જીવવુ અશક્ય છે. સંઘર્ષમય જીવન હોવું જોઈએ,
પરંતુ, જીવન આખું ફક્ત સંઘર્ષ જ ન હોવું જોઈએ.
સફળતા કાઈ આમ સહેલાઈથી નથી મળતી, કેટલીય તપશ્ચર્યા, અને મહેનત માંગી લેતી હોય છે, જૂની કહેવત છે કે કર્યા વગર કાઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી.
કામ કરતો જા હાંક મારતો જા મદદ તૈયાર છે.(પરમ પૂજ્ય પાંડુરંગ આઠવલે દાદા) શ્રી નું સનાતન સત્ય વચન...
સાચેજ જ્યાં સુધી આપણે કાર્ય નથી કરતાં અને જાતે મહેનત નથી કરતાં, ધારેલી સફળતા મેળવવા નિષ્ફળ જઈએ છીએ.
મહેનત વગર બધું જ વ્યર્થ છે.
હું એક સત્ય અને સાચી ઘટનાં આપસહું સાથે અહીં પ્રસ્તુત કરવા માંગુ છું.... ચાલો કહું તમને આખી વાત આગળ....
દિવ્યા એક ખૂબજ જિજ્ઞાસુ, હિંમતવાળી અને જુસ્સાભેર દરેક કાર્ય કરવા વાળી વ્યકિતત્વ ધરાવતી છોકરી.
ગરીબ કુટુંબમાં જન્મેલ હોવાથી ભલેને પરિસ્થિતિ ઘણી વિકટ અને કપરી હતી. પરંતુ સ્વપ્નો ને કયાં દરવાજા છે. જે ખોલી કે બંધ કરવાના હોય, એ તો ઉઠતાં તરંગો જેવાં અવિરતપણે વહેતા અને ફરતાં રહેતાં હોય, કે કદાચ આજે કોઈક તો કાલે એક નવો વિચાર મનનાં ખૂણે પ્રવેશી જ ગયો હોય. અને આપણે જેને ક્યારેય અટકાવી નથી શકતાં, રોકી નથી શકતાં.
કયારેક સ્વપ્નોનાં પ્રવાહમાં વિચરવાની મજા જ કંઈક અલગ હોય છે. જે તમને સાચેજ એક અલગ દુનિયામાં લઈ જતાં હોય છે. દિવ્યા જેનાં સ્વપ્નો કદાચ એની ઉંમર કરતાં પણ વધારે મોટાં હતાં. અને સ્વપ્નો આવતાં હોય તો જ તો આપણે એને જીવવાની કોશિશ કરતા હોઈએ છે. નહિતર જેણે કાઈ વિચાર્યું નથી, અને જીવનમાં કાઈ જ કરવું પણ નથી એમને ક્યાં ભવિષ્ય ની રાહ છે!? એમને ક્યાં કઈક મેળવવાની ભૂખ હોય છે ?!
પણ, જેમણે સ્વપ્નો ને જોયાં અને જીવ્યાં છે, વિચારો અને અપેક્ષાઓ પણ તેમની જ પૂરી થઈ છે. દિવ્યા ને લેખન અને વાંચનનો ભરપૂર શોખ. ભણવાનો પુષ્કળ શોખ,
મોટાં થઈને એને વકીલ બનવું હતું, કાળો કોટ પહેરી ને જે દલીલો કયારેક ટીવી માં જોતી અને એના મન પર એ વાતની બહુંજ ઊંડી છાપ પડેલી.. અને સામેજ પરિસ્થિતિ ને આધિન દિવ્યા નાં માતા પિતા મજૂરી અને નાનાંમોટાં, કામ કરી પોતાનું અને દિવ્યા નો ખર્ચો ઉપાડી શકતાં. એક સંસ્થા હેઠળ દિવ્યાને અભ્યાસ માટે ફી ની મદદ મળતી, માતાપિતાને થોડી ઘણી રાહત મળી, દિવ્યા પરિસ્થિતિ ને આધિન રહીને જ કામ કરતી, પણ લોકોને જોતી અને વિચારતી કે હું એવું કાઈ પણ ક્યારે કરી શકીશ જે મને ગમે, જે મારી ઈચ્છા હોય.
સ્વપ્નો ને ક્યાં અંત હોય છે, તેમજ સ્વપ્નો ને ક્યાં શબ્દોનું પિરસણ હોય છે ? બસ એ તો સતત આવતાં રહેતાં હોય અને હૃદય પર એની છાપ છોડતાં જતાં હોય.
અને તમારી અંદરની જિજ્ઞાસા જો પ્રબળ અને ઝનૂની હોય ને તો કોઈજ કાઈ કરવા મથે ને ભલે, તમે ધારેલી સિદ્ધિ, સફળતા મેળવીને જ રહો છો.
એવુજ દિવ્યા માટે કહી શકાય, સારું કરે છે જે, મહેનત કરે છે જે, એ નિશ્ચિતપણે સફળતા મળી ને જ રહે છે. કોણ જાણતું હતું કે, એક છૂટક મજૂરી કરનાર અને અહીંતહીંથી ગુજરાન ચલાવવાં વાળા માતાપિતા ની દીકરી સંસ્થાની સ્કોલરશીપ માં અભ્યાસ કરી એનું નાનપણમાં જોયેલું સ્વપન સાકાર કરવા આટલો દિવસ રાત્ર, મહેનત કરી પરિશ્રમ થકી સફળતા મેળવશે.
આજે દિવ્યા એક મોટી વકીલ બની ગઈ હતી, અને એનાં લેખનનાં શોખે પણ એને જોઈએ એવી સફળતાં અપાવવા માટે મદદરૂપ નિવડે છે. માતાપિતાએ દિવ્યા માટે કરેલો જીવન ભરનો સંઘર્ષ અને દિવ્યાની એકનિષ્ઠ મહેનત રંગ લાવે છે, કેટલુંય ન માંગી સમજું પણું બતાવ્યું છે. નાનપણ થી જ પરિસ્થિતિ સાથે સમજોતો કરી જીવવાની આદત હમેશા આપણને સફળતાનાં શિખર પાર કરવામાં મદદરૂપ થતી જ હોય છે.
કયારેક કાઈ ગુમાવેલું ઘણી વખત પુષ્કળ મેળવવામાં કારગર સાબિત થતું હોય છે. અને ઘણી વખત જોઈતું પણ જતું કરવાને લીધે એટલું મેળવી આપે છે કે જાણે ઘડો પણ ઓછો પડતો હોય છે..
પરંતુ, સો વાત ની એક વાત.. કે કંઈક કરવાની નિષ્ઠા પ્રબળ હોય છે ને તો સફળતાનાં શિખર પાર પાડવા આખું જગ તમારી સાથે તમારી પડખે આવી ઊભું રહેતું હોય છે.
અને એ સફળતા જેવી બીજી કોઈજ સફળતા નથી હોતી.
જ્યારે વિચારોમાં સતત વૃદ્ધિ થતી હોય, અને સમજણની સપાટી સ્થિરતા ને સ્પર્શેલી હોય, બસ ત્યારે તમને તમારું ધારેલું કરવામાટે કોઈ એટલે કોઈજ રોકી શકતું નથી...
કાર્ય કર્યા વગર ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
