Margi Patel

Action Crime Thriller

4  

Margi Patel

Action Crime Thriller

સી.આઈ.ડી - સંતાનનો બદલો

સી.આઈ.ડી - સંતાનનો બદલો

5 mins
284


રામપુરા ગામમાં ડાકુ ગબ્બર સિંહ નો ખુબ જ ત્રાસ હતો. ગામવાળા બધાં જ ગબ્બર સિંહથી ખુબ જ ડરતા હતાં. તેથી પોલીસ વાળા સામે કોઈ પણ ગબ્બર વિશે બોલે જ નહીં. ગબ્બર સિંહ ને મન ફાવે તેમ લોકોની હત્યા કરતો.

એક દિવસ ગબ્બર સિંહ ગામમાંથી એક છોકરી ઉઠાવીને લઈને આવ્યો. ગામમાં ઠાકુરનું ખુબ જ માન હતું. પણ ગબ્બર સામે કોઈનું ચાલે જ નહીં. ગબ્બર જે છોકરી ને ઉઠાવીને લાવ્યો હતો એ છોકરી ઠાકુરની હતી. અને ઠાકુર પોતાની શિકાયત લખાવવા પોલીસ સ્ટેશન ગયો. પોલીસવાળા એ શિકાયત પણ લખી. થોડા દિવસો ગયાં. પોલીસે કેસ બંધ કરી દીધો એવું કહીને કે છોકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. પણ ઠાકુર ને વિશ્વાસ હતો કે, તેની છોકરી ભૂલથી પણ આવું ના કરી શકે. તેથી ઠાકુર સી.આઈ.ડી. ને બોલાવે છે.

સી.આઈ.ડી. ગામ આવવાની સાથે જ ગામમાંથી બીજી છોકરી ગાયબ થઈ ગઈ. ગામ વાળા હવે સી.આઈ.ડી. ઉપર જ વિશ્વાસ રાખીને બેઠાં હતાં. ઠાકુરે સી.આઈ.ડી. ના એક મેમ્બર પ્રધુમન ને બધી હકીકત કહી. પ્રધુમનએ દિલાસો આપતાં કહ્યું કે, " તમે ચિંતા ના કરો. હું તમારા ગામ ની દરેક દીકરી ને પાછી લઈને આવીશું. " ગામ વાળાની આશ બંધાઈ.

સી.આઈ.ડી. વાળા એ પોતાના કેસ ની પૂછતાછ શરૂ કરી દીધી. છતાં તેમના હાથમાં કોઈ જ સબૂત ના મળ્યા. દયાએ ગબ્બર ના ઘરે જઈને ગબ્બર સાથે થોડા સવાલ જવાબ કર્યાં. પણ દયા ને કોઈ જ સવાલ ના જવાબ સરખા આપતો જ નહતો. તો દયા એ ગબ્બર ના ગાલ ઉપર એક છાપ છોડી દીધી. ગબ્બર નો આત્મ સન્માન ખોવાયું. અને દયા ને ધમકી આપતાં કહ્યું કે, " તું 3 જ દિવસ નો મહેમાન છે. તું ગયો. " દયા ત્યાંથી બહાર આવીને પોતાની ઓફિસ માં જાય છે.

બધાં જ સી.આઈ.ડી.વાળા એ બીજી છોકરી ચંપા વિશે માહિતી એકઠી કરી જ રહ્યાં હતાં, ત્યાં એક દસ વર્ષ નું બાળક આવીને કહે છે, " સાહબ સાહબ ! મેં 4 અંકલ ને ચંપા દીદી ને લઈ જતા દેખ્યાં છે. ચંપા દીદી ખુબ જ રડતી હતી. અને આના પહેલા પણ એ જ 4 અંકલ મીના દીદી, રૂપા દીદી, મોના દીદી ને પણ લઈ ગયાં હતાં. " આ સંભાળીને દયા એ બાળક ને પૂછે છે, " બેટા! તને ખબર છે એ ક્યાં ગયાં છે ? " બાળક હા માં માથું હલાવી ને તેની પાછળ આવવાનું કહીને બધાં તેની પાછળ પાછળ જાય છે.

બાળક બધાને ગામ ના એક નાના કૂવા પાસે લઈને આવે છે. અને બોલે છે, " બધાં અહીં આવે છે. પછી ક્યાં જતા રહે છે. તેની ખબર જ નથી પડતી. " સી.આઈ.ડી. ની ટીમ ત્યાં બધું શોધ ખોળ કરે છે. પણ કંઈ જ મળતું નથી. અને ગબ્બર ના ખિલાફ કોઈ એવા સબૂત પણ નથી કે તેના નામ નું વોરંટ નીકળે.

બધાં કંટાળીને પાછા આવી જાય છે. બીજા દિવસે સવારે દયા છુપાઈને ગબ્બરની હવેલીમાં જાય છે. કોઈને ખબર ના પડે તેવી રીતે દયા ગબ્બરના રૂમની તલાશી કરે છે. દયા તલાશી કરતાં કરતાં ગબ્બર ને કોઈના જોડે વાત કરતાં સાંભળે છે. પણ એટલામાં જ દયા ના હાથમાંથી દયા ના બાજુમાં માં રહેલું વાઝ નીચે પડે છે. જેથી ગબ્બર સતર્ક થઈને ફોન મૂકી ને ચારે તરફ કોઈ છે ના બૂમ પાડીને બધે શોધે છે. એટલામાં જ નીચે થી માલિક આ બિલાડી છે એવી બૂમ આવે છે. અને ત્યાંથી દયા ઝડપ થી નીકાળી જાય છે.

દયા પ્રધુમનને ગબ્બર ની વાત કહેતા કહે છે, " સર! ગબ્બર કોઈ ડીલ ની વાત કરતો હતો. જે આજ રાત્રે થવાનો છે. કોઈ આવવાનું છે બહારથી. અને એના રૂમમાં પણ કંઈ જ નહોતું. " પ્રધુમન વિચારતો હોય છે, એવામાં જ તેની નજર દયા ના પેન્ટ ઉપર જાય છે. અને દયા ને પૂછે છે, " દયા ! તારું આ પેન્ટ ક્યાં બગાડીને આવ્યો? આ સફેદ સફેદ શું છે? " દયાને કંઈ જ ખબર ના હતી તેથી તેને ખભા અધર કરીને ના માં જવાબ આપ્યો. તરત જ પ્રધુમને બધાં ને રાત ના 10 વાગે ગામના કૂવા પાસે બધાને તૈયારી સાથે ભેગા થવાનું કહ્યું.

બધાં સમય મુજબ 10 વાગે આવી ગયાં. પ્રધુમને ચૂપ ચાપ બધાને પોતાની પાછળ આવવાનું કહ્યું. બધાં જ પોતાની ગન લઈને તૈયાર થઈ ગયાં. અને પ્રધુમનના પાછળ પાછળ કૂવાની અંદર બધાને રસ્તો બતાવીને નીચે ઉતાર્યા. નીચે ઉતરી ને દેખ્યું તો ત્યાં 15 છોકરીઓ બાંધેલી હતી. અને ત્યાં ડ્રગ ની ડીલ થઈ રહી હતી. ધીમે ધીમે બધાને મારતા મારતા સી.આઈ.ડી. ની ટીમ અંદર પહોંચી ગઈ. અને ગબ્બર ને પકડી લીધો. ગબ્બર ના સાથીઓ એ ત્યાં ફાયરિંગ કર્યું. પણ પાછળથી પોલીસ આવીને ગબ્બર સિંહ ના બધાં જ સાથીઓ ને પકડી દીધા.

પ્રધુમને ગબ્બર ને એક થપ્પડ મારીને કહ્યું કે, " આ બધી છોકરીઓ તારી છોકરી જેવી છે. તને થોડી પણ દયા ના આવી આ છોકરીઓ ને વેચતા. અને તેમને ડ્રગ આપતાં. જયારે દયા તારા ઘરેથી આવ્યો હતો ને ત્યારે તેના પેન્ટ ઉપર લાગેલા સફેદ પાવડર ને દેખી ને મને ત્યારે જ શંકા થઈ ગઈ હતી કે, મેં આ જ સફેદી ને કંઈ બીજે પણ દેખેલી છે. આજ સુવાસ સાથે. ત્યારે થોડું વિચારતા મને એ નાના છોકરાએ બતાવેલો કૂવો યાદ આવ્યો કે, આ કૂવાની અંદર જ આવી સુવાસ આવતી હતી. અને તેની આજુબાજુ આ જ પાવડર હતો. જયારે મને ડિલની ખબર પડી ત્યારે તરત જ મને આ કૂવા ના અંદર અજીબ પડછાયો દેખાતો હતો. આ દરવાજા નો. અને આ કૂવો કોઈ વાપરતું પણ નથી. હવે તું બોલીશ? કે તે કેમ આવું કર્યું? તે કેમ આ 10-15 વર્ષ ની છોકરીઓ ને ઉઠાવતો હતો ? "

ગબ્બર સિંહ કંઈ જ બોલતો નહોતો. ને એવામાંજ દયા એ આવીને ગાલ ઉપર 3-4 લગાવી દીધી. થપ્પડ ખાદ્યા પાછી ગબ્બર બોલ્યો, " હા ! આ બધું મેં જ કર્યું છે. ગામમાં જેટલી પણ છોકરીઓ ગાયબ થઈ છે. એ બધી મેં જ કરી છે. અને આનું કારણ છે. આ ઠાકુર. " બધાં જ ત્યાં ઉભેલા ઠાકુર સામે દેખવા લાગ્યાં. ઠાકુર બોલ્યા, " મેં શું કર્યું ? " ગબ્બર બોલ્યો, " કેમ ઠાકુર તે શું કર્યું. આ બધું તારા જ લીધે થાય છે. યાદ કર તું આજથી 20 વર્ષ પહેલા ની એ ભયંકર રાત. જયારે વરસાદ ધોધમાર પડી રહ્યો હતો. અને હું મારી બીમાર છોકરીને લઈને તારા દરબાજે આવીને રડ્યો હતો કે, મારી દીકરી ને બચાવી લો. પણ મારા એક ગુના ની સજા તે મને તો આપી. પણ સાથે સાથે મારી દીકરી ને પણ ભોગવવી પડી. તારા એક ફેંસલાએ કોઈ જ ગામવાળા એ મારી મદદ ના કરી. અને મારી દીકરી તાવ માં તડપી ને મારા હાથમાં જ મારી ગઈ. બસ ત્યારથી જ મેં નિર્ણય કર્યો છે કે, હું કોઈજ માતા પિતા ને તેની સંતાનનું સુખ નહીં ભોગવવા દઉં. "

સી.આઈ.ડી. ની ટીમે ગબ્બર સિંહ અને તેના બધાં જ સાથીદારો ને સજા અપાવી. અને બધી જ છોકરીઓ ને તેના ઘરે સુરક્ષિત મૂકી આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Action