શૈલેષ, સદનસીબ કે બદનસીબ ?
શૈલેષ, સદનસીબ કે બદનસીબ ?
શૈલેષ અત્યારે સાઈંઠ વર્ષનો છે. એક નહીં નાની અને નહીં બહુ મોટી એવી દુકાનનો " માલિક" છે.
એનો બાપ તો મોટો જાગીરદાર હતો. સુરજપર શિવ મંદિરના ચાર પેઢી દર પેઢીના પૂજારી હતા, એના બાપા,..જાણે શિવજીની પૂજા કરતા એટલે શિવજીના ગુણ ગ્રહણ કર્યા હોય એમ શીઘ્ર કોપી આશુતોષ હતા..ગુસ્સો તો તરત જ આવી જતો અને મનનો જવાળામુખી ફાટે ત્યારે જેમ લાવારસ, કાદવ પથરાઓ..ઉભરાય એમ મોં માંથી ભુંડા બોલી ગાળોનો વરસાદ વરસી પડે, અને અંતે ભાંગ ગાંજો અફીણના શરણે જવું પડે..આવી રીતે શૈલેષ મોટો થયો એટલે એના મન માં ક્યારેય બાપના સદગુણ વસ્યા જ નહીં ! એટલે તો એ..
પણ તકની રાહ જોતો હતો ઘરમાંથી ભાગી જવાની !
અને એક દિવસ એ તક એક સુંદર દર્શનાર્થી બનીને આવી..સૂરજ પર માં પટેલોની વસ્તી ઘણી ! અને ગામના સરપંચ અને ૨૦૦ વીઘા રસાળ જમીનના માલિક એવા પાંચા પટેલ ની ઉંમરલાયક દીકરી પદ્મિની રૂમઝૂમ કરતી કરતી મહાદેવના દર્શન કરવા આવી,અને જોગાનુજોગ એવું બન્યું કે શૈલેષના બાપા પણ કેફમાં ગરકાવ થઈ ને પડ્યા હતા અને મંદિરમાં શૈલેષ બેઠો હતો.
આમ તો કામદેવ ને શિવજી એ ભસ્મ કર્યો હતો પરંતુ તે દિવસે શૈલેષ ને એકાંત મંદિરમાં પદ્મિનીના નામ જેવા રૂપ જોઈને કામ જાગૃત થઈ ગયો, પણ મંદિરની મર્યાદાને ધ્યાનમાં રાખીને તે નીચી આંખે અને મૂંગા મોઢે ફકત જોતો જ રહ્યો !
પણ પદ્મિની એ સરસ રીતે મહાદેવના દર્શન કરી ને પ્રેમથી શૈલેષ સાથેના નાનપણની ઓળખાણ તાજી કરી.
ત્યાં તો શૈલેષ પણ હોશ માં આવી ગયો અને મંદિરના ગર્ભ ગૃહમાંથી બહાર આવીને કહે."... પદુદુ... ડી...ધન ધતુડી પતુડી.મારીના ન પણ ની દોસ્ત પદ્દુડી !
બેય જણાં જાણે પાછા બાળક બની ગયા !
ખિલખિલાટ હસતી હસતી પદ્મિની પણ થોડી ક શરમાતી શરમાતી ઊભી રહી ગઈ !
"..ક્યાં છે,તું પદ્દદુ?.. શૈલેષ પણ શાંતિ થી ગૌરવ ભેર બેસી ને પૂછવા લાગ્યો.
હું તો લંડન છું, ભાઈ સાથે. અને ડોક્ટર થઈ ગઈ છું !, તું શું કરે છે શાલું ?
હું, ..હું..શૈલેષ થોડો અચકાયો અને બોલ્યો કે.. "ભુજમાં કોલેજ પૂરી કરી અને વકીલાત શરૂ કરી છે અને ખાસ તો બહુ રાષ્ટ્રીય કંપની ઓના સંચાલન અને અલગ અલગ દેશો સાથે કેવી રીતે ધંધો વધારી શકાય તેવા કાયદાઓનો અભ્યાસ કરીને હવે આગળ કામ શીખવા માટેની તકની રાહ જોઉં છું.
.... બસ પછી તો જાણે બેય ને દોડવું હતું ને ઢાળ મળી ગયા જેવી વાત શરૂ થઈ..અને પછી તો બેયના સંકોચ છૂટી ગયા અને થોડાજ દિવસોમાં પરિવાર અને ગ્રામજનો ને આશ્ચર્ય થાય તેવી રીતે બેય જણાં જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ સીધાં કચ્છમાંથી ઇંગ્લેન્ડ પહોંચી ગયા.
પછી તો જાણે દિવસો ને પાંખો લાગી હોય તેમ દિવસો વર્ષોમાં ફેરવાયા અને..અંતે...એક ગોઝારો દિવસ પણ ઊગ્યો. પદ્મિનીનો પ્રેમ જેમ જેમ છોકરાઓ મોટા થયા એટલે, શૈલેષ સાથેનો પ્રેમ વળી ગયો બેય બાળકો તરફ !.. અને તે બેય પણ દેવલોકના વાસી હોય તેવા સર્વ ગુણ સંપન્ન હતા.અને પપ્પાના જ પગલે પગલે આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાંત હતા.
પણ આ વખતે વાત શૈલેષ માટે એક ધરતીકંપ બની ને ફાટી !.. બેય છોકરાઓ એ બાપ ને જ પોતા ની પેઢીમાંથી કાઢી મૂક્યો !
શૈલેષ એક મૂળભૂત વાત ચુકી ગયો હતો કે તે હજુ ભારત નો જના ગરિક બની રહ્યો હતો અને જ્યારે એ વાત બેય છોકરાઓના ધ્યાન માં આવી ને તેઓ એનો ફાયદો ઉઠાવી ને શૈલેષ ને કાયદા ની ભાષામાં જ ગેર કાયદેસર રહેતો નાગરિક બતાવી ને પેઢીના સંચાલક તરીકે ગેરલાયક ઠરે છે તેવી વાત લંડનની કોર્ટમાં રજૂ કરી દીધી !.. અને પદ્મિનીના પ્રેમનો ઉભરો પણ હવે ઠરી ગયો હતો અને તે પણ એક ખ્યાતનામ ડોકટર હતી અને આધુનિક યુગમાં જેમ હોય છે તેમ, અતિશય બુદ્ધિશાળી, લાગણીહીન, સાવ જ સ્વતંત્ર મિજાજની હતી !
હવે શૈલેષ પાસે તો કોઈ જ માલ મિલકત લંડન માં હતી નહીં,અને તેણે તો ક્યારેય પણ એવું વિચાર્યું પણ નહોતું કે પોતાના ના મે મિલકત ઊભી કરું !
એટલે આજ આ ગોઝારો દિવસ જોવા નો સમય આવ્યો !
એટલે... જ ...,સ્વમાની શૈલેષ પહેરેલ કપડે પાછો ભારતમાં આવી ગયો અને તેને અહીઁ તો કોણ સંઘરે ? અને છેવટે સૂરજ પરના શંકર મંદિરમાં જ ખૂબ જ મોટી ઉંમરના પણ ખડતલ બાપ ને આશરે જ આવી ગયો..પાંચા પટેલ તો વર્ષો પહેલા જ શ્રીજી ધામ માં પહોચી ગયા હતા, શૈલેષની મા તો, થોડા સમય પહેલાં જ કોરોનામાં કમનસીબ રીતે મૃત્યુ પામેલા..પણ તેમ છતાં બાપા શરીરે ખડતલ હતા..પણ મનમાં સાવ ભાંગી પડ્યા હતા અને તેમનો શીઘ્ર કોપી સ્વભાવ હવે અતિશય કાબૂ બહાર નીકળી ગયો હતો પણ શૈલેષ માટે એ એક અજબ સહારો બની ગયા..અને આજે હવે..
શૈલેષ મંદિરની સેવા પૂજા કરે છે અને સાથે સાથે એક સરસ નહીંના ની કે નહીં મોટી એવી ફરસાણ, મીઠાઈની દુકાનમાં બેઠો છે.
હવે તમે કહો કે શૈલેષ સદનસીબ છે કે બદનસીબ ?
