STORYMIRROR

Riten Antani

Abstract Tragedy

3  

Riten Antani

Abstract Tragedy

જીવતાં ભૂત

જીવતાં ભૂત

4 mins
122

ડો. મિરાત એક મોટા શહેરની હોસ્પિટલમાં, જે એક દેશનું પાટ નગર છે. સિવિલ સર્જન છે, તે હોસ્પિટલ એક સ્વયં એક નાના ગામ જેટલી વસ્તી ધરાવતા ધબકતા હૃદય જેવી છે જેમાં પ્રત્યેક પળે એક નવી જિંદગી જન્મ લે છે, અને તે જ ક્ષણે કોઈ એક માનવ તેના જીવનના છેલ્લા શ્વાસ લે છે..તે એક એવી જગ્યા છે જ્યાં રેલવે સ્ટેશન છે, હેલિપેડ છે, પોલીસ સ્ટેશન છે, કોર્ટ પણ છે, અને નજીકમાં કબ્રસ્તાન અને સ્મશાન ગૃહ પણ છે, ..તમે કહી શકો કે જીવનનું ચક્ર સતત ઘૂમી રહ્યું હોય છે, તેવી જગ્યા આ હોસ્પિટલ છે.

સતત વાગતાં સાઇરન અને શોર બકોર વચ્ચે માનસિક શાંતિ જાળવીને કામ કરવું એ પણ એક અતિશય કઠોર પરિશ્રમમય ધ્યાન છે.

ત્યાં દિવસના ચોવીસ કલાક ક્યાં વીતી જાય છે, તે ખબર ન પડે તેવી જગ્યા છે, ..આ હોસ્પિટલ !

આવી જ એક ધબકતી ક્ષણે પોલીસ એક દર્દી ને લાવે છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે તે દર્દી તદ્દન નગ્ન અવસ્થામાં પોતાની જ કબ્ર ખોદી રહ્યો હતો !.. અને જોરદાર અવાજે.. રોતે રોતે.."..રોઝી..રોઝી.. તું ક્યાં ગઈ ?

એવી ચીસો પાડી રહ્યો હતો અને પથ્થરો ફેંકી રહ્યો હતો.. આસપાસના લોકોને અતિશય ગુસ્સો અને પીડા થાય તેવું વર્તન કરે છે..

એટલે અમે તેને અહીઁ લાવ્યા !...

ડો.મિરાત સ્વસ્થ ચિત્તે વાત સાંભળીને ડો.શાશ્વત કે જે આ હોસ્પિટલમાં માનસિક રોગના નિષ્ણાંત છે, તેને ફોન કરીને બોલાવે છે અને જે વાત પોલીસ ઇન્સ્પેક્ટર કહેતા હતા તે મુદ્દાસર સમજૂતી આપે છે.

આશ્ચર્યજનક રીતે ડો.શાશ્વત શાંતિથી કહે છે કે.."..આ દર્દીને જલ્દીથી ઘેનનું ઇન્જેક્શન આપી ને સુવાડી દો. તેને પોલીસે વિટાલેલાં કપડાંને કાઢીને દર્દીનો ગાઉન પહેરાવી દો. અને પછી તેને M.R.I. કરાવવા માટે લઈ જાઓ.

વોર્ડ બોય તેમની સૂચનાઓનું પાલન કરી ને તે દર્દીને લઈ જાય છે.

પછી ડો.મિરાત અને ડો.શાશ્વત એકબીજા સાથે કોફી પીતાં પીતાં વાત કરે છે.

અને આ દર્દી ને શું રોગ થયો છે..તેની ચર્ચા માં એક નવી વાત, ડો. શાશ્વત જણાવે છે કે આ દર્દી ને ઘોસ્ટ સિન્ડ્રોમ છે. અને તે એમ માને છે કે પોતે મરી ગયો છે અને કોઈ તેને જોઈ શકતું નથી ! અને તેને કારણે તે આવી રીતે કબ્ર ખોદી રહ્યો છે અને આ દર્દી તો એમ માને છે કે તેની પ્રેમિકા અને પત્ની રોઝી મૃત્યુ પામી છે અને તેનો મૃતદેહ પણ ખોવાઈ ગયો છે !

...તો હવે કરીશું શું ?..."ડો.મિરાત પૂછે છે.

ખેર !.. લેબમાંથી રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે !

થોડાક સમય બાદ લેબ રિપોર્ટ આવી જાય છે ત્યારે એક નવું આશ્ચર્ય પ્રગટ થાય છે..તે દર્દી ના શરીરમાં embalgam ફ્લુડના અંશ હોય છે !

અરે !..આ વળી શું ?.

ડો શાશ્વત જવાબ આપે છે કે આ તો એ પ્રવાહી છે, જેનો ઉપયોગ તો મૃત દેહને લાંબા સમય માટે સાચવવા માટે પ્રાચીન ઇજિપ્તમાં ડોક્ટરો વાપરીને મમી બનાવવા માટે કરે છે !

તો તે પ્રવાહી આ દર્દીના શરીરમાં ક્યાંથી આવ્યું !

હજુ એ પ્રશ્નનો જવાબ ડો.શાશ્વત આપે તે પહેલાં જ એક મધ્યમ વયની સ્ત્રી દોડીને ડો. મિરાત પાસે આવી ને ઊભી રહે છે અને તે પૂછે છે કે ડેવિડ ક્યાં છે ?

ડેવિડ ?.. કોણ.., ડો.મિરાત ના પ્રશ્નનો જવાબ રોઝી આપે છે, .. મારો પતિ..તમારી પાસે જેને પોલીસ લાવી છે ને !

ઓહ !..

ડો. શાશ્વત શાંતિથી કહે છે કે ડેવિડ તો તમને કબરમાં ગોતે છે !.. તમે તો જીવો છો !

આશ્ચર્યજનક રીતે રોઝી જવાબ આપે છે..હા આ વાત મને ખબર છે..પણ ડેવિડ મને નહીં પણ પોતાને મરેલો માને છે, અને એમ પણ માને છે કે તેને કોઈ જોઈ શકતું નથી !

ત્યાં તો વોર્ડ બોય દોડતો દોડતો આવી ને કહે છે કે ડેવિડ ભાગી ગયો છે !.. મને ખબર નથી પડતી કે તેને ક્યાં ગોતું ?

ડો.શાશ્વત શાંતિથી કહે છે..ચાલ આપણે મોર્ગમાં જવું પડશે !

અને તે બેય જણ મૉર્ગમાં જઈને ડેવિડને એક સ્ટેચર પર સૂતેલો જુએ છે અને તેને શાંતિથી મોર્ગની બહાર કાઢીને વોર્ડમાં લઈ જાય છે.

 ...પછી ડેવિડ ને M.R.I.. કરવા માટે લઈ જવામાં આવે છે, ત્યારે તે એકદમ શાંત થઈને તપાસ કરાવી લે છે.

અને M.R I. ના રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે ડેવિડના મગજમાં એક ગાંઠ છે, અને તેના કારણે તે આવી ઘોસ્ટ જેવી લાગણી અનુભવે છે..અને તે ગાંઠ ખૂબ જ મોટી છે, ..અને તેને ઓપરેશન કરીને કાઢી નાખવાથી ડેવિડ સાજો થઈ શકે તેમ છે.

ડો.મિરાત અને ડો.શાશ્વત સાથે મળીને તે નિર્ણય કરે છે અને ડો.મિરાત તે જટિલ ઓપરેશન પાર પાડે છે.

આજે આ ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. અને દૂર ઇઝરાયલમાંથી ડેવિડના સ્વજનો તેને શોધતાં શોધતાં આવે છે અને સાજા, સારા ડેવિડને જોઈ ખૂબ જ રાજી થાય છે.

ડેવિડની યાદશક્તિ પાછી આવે છે અને પછી તે આ હોસ્પિટલને સો કરોડ રૂપિયાનું દાન કરે છે.

અને ફરી એકવાર ડો.મિરાત સતત જીવન અને મૃત્યુના સંગમ જેવી આ હોસ્પિટલને જીવંત કરે છે.

આમ તો આપણે સહુ પણ જીવતાં ભૂત જ છીએ ને ! પોતાની આશા, અપેક્ષાને પૂરી કરવા માટે દોડતાં દોડતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract