હૈયું હામ અને હાથ ! બહુ દીધું.
હૈયું હામ અને હાથ ! બહુ દીધું.
હું એક ઘરની પાસેથી પસાર થઇ રહ્યો હતો અચાનક મને એ ઘરની અંદરથી એક બાળકનો રડવાનો અવાજ આવ્યો. એ બાળકના અવાજમાં ઘણું દર્દ હતું એટલે ઘરની અંદર જઈ એ બાળક કેમ રડે છે એ જોવા માટે હું પોતાની જાતને રોકી શક્યો નહિ.
અંદર જઈને મેં જોયું કે એક માતા પોતાના દસ વર્ષના બાળકને ધીમેથી મારી રહી હતી અને પોતે પણ રડી રહી હતી. મેં આગળ આવી ને પૂછ્યું કે, "બેન તમે બાળકને કેમ મારી રહ્યા છો અને પોતે પણ રડી રહ્યા છો ?"
એને જવાબ આપ્યો કે "ભાઈ આના પિતાજી સ્વર્ગવાસી થયા છે અને હું વિધવા છું અને મારો આ એકનો એક દીકરો છે અને અમો બહુજ ગરીબ છીએ. પતિના સ્વર્ગવાસી થયા પછી હું લોકોના ઘર કામ કરી ઘરનો તથા આ દીકરાનો શિક્ષણનો ખર્ચ માંડ માંડ ઉપાડું છું, પણ આ અભાગીયો રોજ સ્કૂલે મોડો જાય છે અને રોજ ઘરે મોડો આવે છે. સ્કૂલે જતા રસ્તામાં ક્યાંક રમે છે અને ભણવામાં જરાય ધ્યાન આપતો નથી એટલેજ એ રોજ સ્કૂલમાં મોડો પહોંચે છે અને સ્કૂલનો ડ્રેસ ગંદો કરે છે. મેં બાળકને અને તેની માને જેમ તેમ કરી સમજાવીને શાંત કરી અને તેઓના જીવન સંધર્ષ નો વિચાર કરતો કરતો ત્યાંથી નીકળી ગયો.
આ ઘટનાને થોડા દિવસ થયા હતા કે એક દિવસ સવારે સવારે કોઈ કામ હોવાથી હું શાક માર્કેટ ગયો તો અચાનક મારી નજર એ દસ વર્ષના બાળક પર પડી જે રોજ ઘરે માર ખાતો હતો. મેં જોયું કે યે બાળક શાક માર્કેટમાં ફરી રહ્યો છે અને જે દુકાનદાર પોતાની દુકાન માટે શાક ખરીદી રહ્યા છે અને ગુણીઓમાં નાખતા જે માલ નીચે પડે છે તે આ બાળક ઉપાડી પોતાના થેલામાં નાખતો જાય છે. આ મેં નરી આંખે દ્ર્શ્ય જોયું, અને હું મનોમન વિચાર કરતો થયો કે આ શું ચક્કર છે ? તે જોવા હું ધીરે ધીરે કરીને એનો પીછો કરવા લાગ્યો જયારે એની થેલી શાકથી ભરાઈ ગયી ત્યારે એ રસ્તાની બાજુમાં બેસી ઊંચા અવાજે એ શાકભાજી વેચી રહ્યો હતો, તેના મોઢા પર માટી અને ગંદા કપડાં જોઈ આંખો ભરાઈ આવી કારણ કે આવું હું મારી જિંદગીમાં હું પહેલી વખત જોઈ રહ્યો હતો.
અચાનક એક દુકાનદાર પોતાની દુકાનેથી ઉઠી જે તેની દુકાનની સામે આ નાના બાળકે દુકાન લગાવી હતી, તેણે આવતા વેંત જ તે મજબૂર બાળકને જોરદાર લાત મારી અને એણે વીણેલી જે શાકભાજી હતી તેને રસ્તા ઉપર વેરવિખેર કરી નાખી અને બાવડાં પકડી એને જોરદાર ધક્કો મારી ભગાડી મુક્યો ! એ બાળક આંખમાં અશ્રુ સાથે ચૂપ ચાપ પોતે વીણેલા, વેરવિખેર થયેલ શાકભાજી ભેગાં કરવા લાગ્યો અને થોડી વાર પછી એ જ શાકભાજી સાથે ડરતાં ડરતાં બીજી દુકાન સામે બેસી ગયો. સદનસીબે જે દુકાન સામે પોતાની નાની દુકાન લગાવીને બેઠો,તો એ બાળકને તે દુકાનદાર ભાઈએ તેને કઈ પણ કહ્યું નહિ !
થોડાંક જ શાકભાજી હોવાથી અને તેની કિંમત ઓછી હોવાથી તે જલ્દીથી વેચાઈ ગયાં, અને એ બાળક ઉભો થયો અને બજારમાં એક કાપડની દુકાનમાં દાખલ થઇ દુકાનદારને પૈસા આપી દુકાનમાં પડેલ સ્કૂલ બેગને ઉપાડી કઈ પણ બોલ્યા વગર સ્કૂલે જવા નીકળી પડ્યો અને હું ચૂપ ચાપ તેની પાછળ ચાલવા લાગ્યો.
બાળકે રસ્તામાં મોઢું ધોયું અને તે સ્કૂલે જવા ઝડપથી જઈ રહ્યો હતો. હું પણ એની પાછળ પાછળ સ્કૂલમાં ગયો ત્યારે બાળકને એક કલાક કરતા વધારે મોડું થયેલ તેથી શિક્ષકે તેને શિક્ષા કરવા સોટીથી ખુબ માર માર્યો તે જોઈને મારાથી "આ માસુમ બાળક ને ન મારો !"..તેવી વિનંતી કરી ત્યારે શિક્ષકે કહ્યું, કે.."
આ..રોજ એક થી દોઢ કલાક મોડો આવે છે, અને.. હું રોજ આવી જ સજા કરું છું ! જેથી એ રોજ સ્કૂલે ટાઇમસર આવે ! આ બાબતે તેના ઘરે પણ સમાચાર આપી ચુક્યો છું "...ગમેતેમ પણ એ બાળક માર ખાઈને ચૂપ ચાપ ભણવા બેસી ગયો. હું પણ કશુંય બોલ્યા વગર ફકત એ શિક્ષક નો મોબાઈલ નંબર લીધો અને પોતાના ઘરની બાજુએ ચાલવા લાગ્યો.
ઘરે જઈને મને અચાનક યાદ આવ્યું કે જે કામ માટે શાક માર્કેટ ગયો હતો તે તો રહી ગયું અને ફરી ફરી એ માસુમ બાળકનો ચહેરો મારી નજર સમક્ષ આવવા લાગ્યો, પછી હું તો એ જ વિચાર કરતો હતો કે "તે બાળકે ઘરે આવી પણ માર ખાધો હશે !".એ વિચારથી હું વિચલિત થયો.
સવારે ઉઠી મેં તુરતજ બાળકના શિક્ષકને ફોન કરી વિનંતી કરી કે આપ કોઈપણ સંજોગો
માં શાકભાજી માર્કેટ આવો અને તેઓ માની ગયા. અને અહીં સુરજ ઉગ્યો અને બાળકનો સ્કૂલ ન સમય થયો, અને બાળક ઘરેથી સીધો શાકભાજી બજરમાં પહોંચી પોતાની નાની દુકાન લગાડવાનો વિચાર કરી શાકભાજી ભેગી કરવા લાગ્યો. અને તે જ દિવસે સવારે હું તેના ઘરે ગયો, અને તેની માતાજીને કહ્યું કે "બેન મારી સાથે ચાલો, હું આપને દેખાડું છું કે આપનું બાળક સ્કૂલે કેમ મોડું જાય છે ? તો તેણી તુરત જ મારી સાથે આવ્યા. એમ કહેતાં ઘરની બહાર નીકળી કે,"આજે એ..ની ખેર નથી ! આજે એને નહીં જ છોડું !
આ બાજુ શિક્ષક પણ આવી ગયેલા. હું, શિક્ષક અને બાળકની માતા એમ અમે ત્રણેય શાકમાર્કેટમાં અલગ અલગ જગ્યાએ જુદા જુદા ઊભા રહી શું થાય છે તે જોવા છુપાઈ ગયા. બાળકને આજે પણ ઘણા દુકાનદારો દ્વારા ફટકાર અને ધક્કા પણ ખાવા પડ્યા. ગમે તેમ કરી તેણે શાકભાજી ભેગી કરી અને તે પૂરેપૂરી વેંચી ને જ એ બાળક રોજની જેમ તે કાપડની દુકાને ગયો.
આ બાજુ મારી નજર તે બાળકની મા પર પડી એ બહુજ દુઃખી થઇ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. અને બીજી તરફ મેં શિક્ષકની સામે જોયું. તો તેમની આંખો પણ અશ્રુભીની હતી અને તેઓને પણ પોતે બાળકને સજા કરી જુલ્મ કર્યો.. તે યાદ કરી દુઃખી થયા અને બન્નેને અહેસાસ થયો કે માસુમ બાળક પર જે જુલમ કર્યો તે એક મોટી ભૂલ હતી અને તેવો ભૂલનો સ્વીકાર કરી મનોમન દુઃખી થયા.
બાળકની મા રોતી રોતી ઘરે ચાલી ગઈ અને શિક્ષક પણ ભીની આંખે સ્કૂલ જવા રવાના થયા. આ બાજુ બાળકે કાપડની દુકાનદારને પૈસા આપ્યા અને દુકાનદારે એક પંજાબી સુટ આપતાં બાળકને કહ્યું કે "બેટા આજ આ પંજાબી
સૂટના બધાજ પૈસા પુરા થયા છે ! એટલે હું આ તને આપું છું !" અને ,એ સૂટ લઇ બાળકે તેને સ્કૂલ બેગમાં મૂકી સ્કૂલે જવા નીકળી ગયો.
હું પણ તેની પાછળ પાછળ તેની સ્કૂલે ગયો.આજે પણ તે સ્કૂલ એક કલાક મોડો પહોંચ્યો હતો એટલે તે શિક્ષક પાસે ગયો, અને સ્કૂલ બેગ મૂકી માર ખાવા ઉભો રહ્યો.. અને જેવો હાથ આગળ કર્યો ,.ને કહ્યું, "સાહેબ મારો શિક્ષક ખુરશી પરથી ઉભા થયા અને બાળકને પોતા ના છાતી સાથે લગાડી, તેને વળગીને એટલા જોરથી રડ્યા !!..કે આ જોઈ મારી આંખોમાં પણ આંસુ આવ્યાં અને હું પણ મારી જાતને કાબુમાં રાખી શક્યો નહિ અને હું પણ રડવા લાગ્યો ! પછી થોડી વારે ધીમાં ધીમાં પગલે..ભારે હૈયે હું પણ આગળ આવ્યો, અને આગળ આવી શિક્ષક ને ચૂપ કરાવ્યા અને બાળકને પૂછ્યું કે
"આ બેગમાં પંજાબી સૂટ છે તે કોની માટે છે ?. બાળકે રડતા રડતા જવાબ આપ્યો કે આ પંજાબી સૂટ મારી મા માટે લીધો છે, તેણી અમીર લોકોને ત્યાં કામ કરવા જાય છે ત્યારે તેના કપડાં ફાટેલા હોય છે, તેની પાસે પોતાના શરીર ને ઢાંકવા પૂરતાં કપડાં નથી, તેને મારી મા પાસે પૈસા નથી એટલે તેના માટે આ પંજાબી સૂટ ખરીદ્યો છે."
"તો પછી આ પંજાબી સૂટ આજે ઘરે લઇ જઈ તારી માં ને આપીશ ?" મેં બાળકને સવાલ કર્યો. ત્યારે તેણે જે જવાબ આપ્યો તે સાંભળી મારા અને શિક્ષકના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ !.. બાળકે કહ્યું , "ના કાકા,સાહેબ, આજે સ્કૂલમાંથી રજા પડશે ત્યારે હું તેને દરજીને સીવવા આપીશ. રોજ સ્કૂલ પછી પણ કામ કરી ને મે થોડા થોડા પૈસા બચાવીને મેં દરજી પાસે જમા કરાવ્યા છે."
હું અને શિક્ષક આ સાંભળીને એક તરફ દંગ રહી ગયા, તો એક તરફથી દુઃખી અનેઉદાસ પણ થયા ! કોઈપણ જાતના તહેવારો કે આનંદના પ્રસંગ માં આવા ગરીબ લાચાર અને ખુદ્દાર લોકોનો સ્વમાની, ખાનદાન ઘરની વિધવાઓનો કે છોકરાઓનો કોઈ હક નથી ? આપણે ત્યાં આવેલ ખુશીના પ્રસંગે આપણી મરજી મુજબ થોડા થોડા પૈસા બચાવી, ને,કે જુદા રાખીને ,આવા આપણા દેશમાં આપણાં સમાજમાં રહેતા ગરીબ અને બેસહારા લોકોને મદદ ન કરી શકીયે ?
આપ સહુ શાંતિથી અને એક ચિત્તે જરૂરથી વિચાર કરશો ! અને જો આ વાંચતા આંખમાંથી આંસુ વહે તો વહેવા દેજો અને આંખોપર પાણીની છાલક મારવા માં પણ સંકોચ પણ કરતા નહીં. પણ આ વખતે યાદ રાખો કે મારી અને તમારી પણ કશુંક કરી છૂટવાની ભાવના જાગૃત કરવાનો આ પ્રયત્ન છે. વિચારો !