મૃત્યુ મરી ગયું રે લોલ
મૃત્યુ મરી ગયું રે લોલ
હું હમણાં જ ઝબકી ને જાગી ગયો ! અત્યારે દીવાલ ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા છે. મનમાં ને મનમાંજ હસી પડ્યો હું ! આ કેવી લાગણી છે ? મેં તો હમણાં જે જોયું તો તે શું હતું ?
સાંજના લગભગ સાત વાગ્યા છે. હું મારા જ ઘરની બહારનાના આંગણામાં જ આમ તેમ ફર્યા કરું છું. લોકોનું ટોળું એકઠું થયા કરે છે. પણ મારી સાથે કોઈ વાત કરતું નથી. બધા જલદી જલદી અંદર ડ્રોઈંગ રૂમમાં જાય છે. આ જો પંકજભાઈ ગયા અને અંદરથી લીનાના આક્રંદનો અવાજ સંભળાયો ! હું પણ દોટ મૂકી ને અંદર ગયો તો શું જોઉં છું ?
આ તો હું જ પડ્યો છું ! સફેદ રંગનું સાયકલિંગ માટેનું ટી શર્ટ. નીચે સફેદ ચડ્ડી પહેરી છે. માથા પર સફેદ પાટો બાંધ્યો છે અને તેમાં પણ લોહીના ડાઘા દેખાય છે ! ચહેરા પર તો અજબ પ્રકારની ખુશી ને શાંતિ દેખાય છે. આંખો બંધ છે.અને.."એ.. ય.. મારા ડે & નાઈટ વાળા મોંઘા ચશ્મા કયાં ? "
મને યાદ આવી ગયું.અરે ! હું તો સાંજે સાયકલિંગ કરવા માટેની કળ્યો હતો અને નૂરાની વાળા રસ્તેથી મુન્દ્રા રોડ પરના મારા ટી પોઈન્ચાટ પર પીવા માટે સાયકલ પરથીનીચે ઉતરતો હતો. ત્યાંધડામ ! પણ મને તો કંઈ થયું નથી. હું તો આ બધું જ જોઈ શકું છું ! તો લીના શા માટે રડે છે ? આ પંકજભાઈ પણ તરત જ બહાર આવી ને નિરૂપમ મામાને ફોન કર્યો અને સાવ ભાંગી પડ્યા ! હું તો તરત એમની પાસે ગયો !.
"અરે ! હું કોઈ ને દેખાતો કેમ નથી !"
ગભરાયેલા.અકળ લાગણીવાળા ચહેરા પર એકાદ બે દિવસની દાઢી વધેલી હતી. એવા નિરૂપમ મામા દેખાયા. એક્ટિવા પર થીનીચે ઉતરી ને ધીરાં ડગલાં ભરીને રક્ષિતા મામી પણ અંદર ગયા અને ડૂસકાં ભરી ને રોવા લાગ્યા.અને પ્રીતિની બાજુમાં પડેલી લીનાને ભેટી પડ્યા !.જાણે લીનામાં ફરી જીવ આવ્યો અને તે પણ મને દેખાડીને ફરી થી એક વાર આક્રંદ કરતી કરતી તેમના ખોળામાં ઢગલો થઈ પડી ! થોડાક સ્વસ્થ થયાં એટલે રક્ષિતા મામી એ નિરૂપમ મામા પાસે ખસી જઈને ધીમા અવાજે બોલીને કહ્યું..."એ તમે ઝંકૃત.અભિને જાણ તો કરો !"
નિરૂપમ મામા પણ ડ્રોઈંગ રૂમના બારણાં પાસે જ જાણે શરીરની બધી જ શકિત સ્વસ્થતા ગુમાવીને સુનમુન બેઠા હતા તે ઝબકીને જાગી ગયા. નેસાથે સાથે હું પણ ! બસ બસ. બસ.હવે વધુ કલ્પના નથી કરવી ! મને ખબર પડી ગઈ કે હું તો મરી ગયો છું અને તમારા સહુ સાથે જે વાત કરે છે એ કોણ છે ? આ લખે છે એ કોણ છે ? હું રાત્રે સૂતી વખતે એક નેટફ્લિક્ષ પર મૂવી જોતો હતો ત્યાં એક તિબેટિયન લેખક લોબસંગ રમ્પાનું પુસ્તક યાદ આવ્યું અને મૂવી જોવાનું બંધ કરી ને તે
પુસ્તક વાંચતા વાંચતા જ આંખ મીંચાઈ ગઈ ! અને નજર સમક્ષ આ આખુંય દ્ર્શ્ય ભજવાઈ રહ્યું હતું !
કદાચ અલ્ટર્ડ ઇગોની વાત મનમાં ઘર કરી ગઈ હતી. અને સાથે સાથે જનકરાજાના દરબારમાં થયેલી જ્ઞાન ચર્ચામાં પણ "વિદેહઅવસ્થાની વાત સાંભળી હતી તે યાદ આવી ગઈ ! પણ આ બધું તો જાણે સાવ સાચી રીતે બન્યું એવું કેમ લાગ્યું. સ્વજનોનું દર્દ જોવાયું નહીં. અને બેય પુત્રોનો તો વિચાર આવતાં જ કલમ અટકી પડી. સાથે સાથે એક વિચાર પણ પ્રગટ થયો કે આ તો એક અફર નિયમ મુજબ આપણે બધા એ ચાલવાનું જ છે ! પણ આ બધું લખ્યા બાદ જાણે એવું લાગે છે કે મૃત્યુ તો મરી ગયું રે લોલ ! રીતે અભિવ્યકત.
આમ તો હું કોઈ વાર્તા લખું તો સાચાનામ ન લખું. ભલેને વાર્તા ઓમાં આસપાસના લોકોની જ વાત હોય ! પણ એક મર્યાદા તો રાખવી જ પડે ને ! પણ આ મરવાની વાત યાદ આવી એટલે થયું કે ચાલો સાચાનામ જ લખી દઉં ! કેમ કે બીજાના મૃત્યુની કલ્પના ન થાય ! (સાંસારિક માન્યતા છે યાર !) તે તો સાવ નરી આંખે જોવું જ પડે. ભલે ગમે કે ન ગમે ! અને આમ પણ ક્યાં કોઈ જીવ ને શિવ સાથે મળતા ક્યાં કોઈ પણ જોઈ શકે છે ? બધું જ કલ્પના જ તો છે ! સ્વર્ગ, નરક, શ્રીજીધામ, ગૌલોક, વૈકુંઠ આ બધું કોણ જોઈ ને પાછું આવ્યું છે ?
જે છે તે તો આ જ છે ! એટલે જો આ જોઈ શકાય તો એક અખતરો કર્યો છે. મને ખબર છે કોઈ ડરી જશે !.તો ઘણા લોકો ખીજાશે !..કદાચ લીના તો વાંસામાં ધબ્બા મારી ને ચિડાશે !.. એને તો જરાય પસંદ નથી આવું !.. બહુ જ સરળ . નિષ્કપટ સ્વભાવની છે. સાવ સીધી લીટીમાં જ અત્યાર સુધી મારી સાથે કોઈ પણ ફરિયાદ કર્યા વગર જ જીવે છે. અને પ્રભુ એ પણ
બેય હાથે આશીર્વાદ આપ્યા છે. કોઈ ફરિયાદ કરવા માટેની તો તક આપી જ નથી.. એકવાર માગ્યું તો અનેકવાર આપ્યું છે !
મને ક્ષમા કરશો જો આપ કોઈની પણ લાગણી આમાં દુભાઈ હોય તો ! મારો હેતુ તો એક અનોખી યાત્રાનો હતો .જે વાસ્તવિક રૂપે તો હું ક્યારેય કરી ન શકું !
આભાર, શુક્રિયા, મહેરબાની. આજે હવે અહીઁ જ અટકી ગયો છું હો !
