સ્મોલ ટાઉનર
સ્મોલ ટાઉનર
રોહન એક સોફ્ટવેર એન્જીનીયર છે. તે ગૂગલમાં નોકરી કરે છે. વર્ષના ત્રણ કરોડ રૂપિયાનો પગાર છે. ફકત પચીસ વર્ષની ઉંમરે તેણે આ શિખર સર કર્યું છે.
પણ રોજ સવારે તે હૈદરાબાદમાં પોતાના ફ્લેટની બાલ્કનીમાં આવીને દૂધવાળી કોફી પીવા માટે ઊભો રહે છે અને સામે હાઈટેક સિટીનો ખૂણો દેખાય છે જ્યાં સાયબર ટાવર છે. . એ જ જગ્યા છે કે જે હાઈટેક સિટીનું પ્રતિક છે.
ત્યાં અનેક નામી, પ્રખ્યાત કંપનીની ઓફિસો આવેલ છે. હા,ગૂગલની ઓફિસ ત્યાં નથી. ભલે તેનું કારણ એ છે કે હવે એ જગ્યા ભરાઈ ગઈ છે.
આજે રોહનના મનમાં એક અવાજ સતત ગુંજ્યા કરે છે. . . સ્મોલ ટાઉનર !
ગઈકાલે રાત્રે ટીમ મીટીંગમાં એ વાત કરતો હતો તેના અમેરિકન કલીગ સાથે,. . ત્યાં એ બોલ્યો. . ઓ !. . યુ સ્મોલ ટાઉનર !.
ત્યારે રોહનને ઝટકો લાગ્યો !
શું આટલી બધી લાયકાત ધરાવતા હોવા છતાં મને આ માણસ તો એક નાના શહેરના રહેવાસી તરીકે જ ઓળખે છે !
હું ભુજમાંથી બહાર આવી ને નડિયાદમાં ભણ્યો,DDITમાં ગોલ્ડ મેડલ જીતી ગયો gate ની પરીક્ષામાં ૮૦૦મી રેન્ક લાવ્યો અને NIIT (k) માં
કોમ્પુટર સાયન્સમાં પણ ૯. ૦૦cpi લાવી ને તરત જ કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ માઈક્રોસોફ્ટમાં પસંદ થયો અને ફકત બે જ વરસમાં એક ફિનેટેક પેપરના રિસર્ચને કારણે ગૂગલમાં પસંદ થયો. . અને પછી એક જ વરસમાં બે કરોડ રૂપિયાનો પગાર વધારો મેળવ્યો ! આજે મને ત્રણ કરોડ રૂપિયાનો પગાર દર વર્ષે મળે છે !
તેમ છતાં મારી ઓળખ આ !
મારું કામ મારી ઓળખ હોય કે મારું ગામ !
હા મારું વતન ભુજ એ મારું ગૌરવ છે,દુકાળ,પાણીની સતત અછત અને ધરતીકંપના આંચકાઓ સહન કરી બેઠેલું અને હવે તો સરસ ચારે તરફ વિકસતું શહેર છે,. .
અને હું તો હાલ હૈદરાબાદમાં છું!
તેમ છતાં આ સ્મોલ ટાઉનર !
બીજું કોઈ કારણ ન મળે તો આ રીતે આમ અપમાન કરવાનું !
હું તો ગઈકાલે એ કડવો ઘૂંટ પી ગયો, અને એ ને તરત જ કોડ મોકલી આપ્યો જે તે પણ શોધી નહોતો શક્યો,અને તેના કારણે એ એપમાં રિસ્પોન્સ ટાઈમ ચાર સેકન્ડ વધી જાય તેમ છે !
. . ચલ હટ. . !
રોહન એક ઉદાસ છતાં ગૌરવ ભેર નજર કરીને સરસ મજાની કડક મીઠી કોફીનો ઘૂંટ પી ને પોતાના વન પ્લસ મોબાઈલમાં આવેલા કોનગ્રેટ્યુંલેશન્સ રોહન ! ના એ સંદેશને પોતામાં ઓગાળીને એક નવા ગુરુવારની શરૂઆત કરવા માટે રૂમમાં ગયો.
બાય બાય ભુજ. . ગુડ મોર્નિંગ હૈદરાબાદ !
