STORYMIRROR

Rupal Kesaria

Romance Inspirational Thriller

3  

Rupal Kesaria

Romance Inspirational Thriller

સચી

સચી

5 mins
190

આગળ આપણે જોયું કે મનાલીમાં અંધારી આલમના લોકોની મિટિંગ શરુ થવાં જઈ રહી હતી. મોટા ભાગના લોકો આવી ગયાં હોય છે. બધાંને નિયમોનું પાલન કરવાંની કડક સૂચના હોય છે. કોઈ કોઈની સાથે વાતચીત પણ નહી કરે એ પહેલો નિયમ હતો.  

મેઈન બોસને કોઈએ જોયાં નહોતાં. બધાં એ પોત પોતાનું કામ કેવી રીતે થયું એ જણાવાનું હતું. એમનું કામ આગળ ધપતુ હતું. તો બીજી બાજું.

સચી લોકોનું ગૃપ પર્વત પર ટ્રેકીંગ કરવાંની શરુઆત કરી રહ્યુ હતું. શેખર આગળ જઈ સચીને મનાવી લે છે ને બીજી વાતો કરવાં લાગે છે. બરફના પર્વત ચઢવા કંઈ રમત વાત તો છે નહી. ઘણાં લોકોને ઠંડી ચડી ગઈ ને કેટલાંકના પગ ઠરી ગયાં. સુસવાટા મારતો પવન.

સચીને આ બધું ગમી રહ્યુ હતું પણ એને ખૂબ ઠંડી લાગવા લાગી. શેખર તો સચી જોડે જ હતો એટલે એ સચીની સેવામાં તરત જ હાજર હોય છે.

 સચીને શેખર માટે માનની લાગણી થઈ આવી જયારે શેખરે એના સૂન થઈ ગયેલા પગને માલિશ કરી.

 આખો કલાસ પર્વતારોહણ કરી રહયો હતો. ઘણાં નીચે ઉતરી ગયાં હતાં. ઘણાંને ડોક્ટરની મદદ લેવી પડી હતી. હવે આગળ માત્ર પંદર વીસ લોકો જઈ રહ્યા હતાં.

 જે પર્વત પર મિટિંગ હોય છે એ જ પર્વત પર આ લોકો આગળ વધી રહ્યા હતાં.

આગળ આપણે જોયું કે પ્રોફેસર શ્રીકાંત બધાંને રાત પણ પર્વત પર રહેવું પડશે એવું જણાવે છે. બધાંને સરની વાતમાં તથ્ય લાગે છે. એમની સાથે આવેલો ગુરખો સારી જગ્યા જોઈ ટેન્ટ બાંધવાનું કામ ઉપાડી લે છે. શેખર, સચી, કાવ્યા, વિહાન, દિપ, જિનામેમ, ધૃવી, ચિનાર,શહેનાઝ, ૠચા, ફોરમ,મધુ, શૈલ, લવ,પંડ્યા સર, રુહી,બંદગી,વિશ્વાસ આટલાં જણા ફટાફટ કામ પર લાગ્યા. નિનિયાને ટેન્ટમાં સુવાડી. બધાં ઓલમોસટ ટેન્ટમાં. બધાંના મનમાં એ જ ફફડાટ હતો કે રાતમાં કોઈ તોફાનના આવે. સવાર પડે ને વાતાવરણ ખુલ્લુ જોવાં મળે.

કોઈને આંખમાં ઊંઘ નહોતી. બધાંને ડર પણ લાગતો ને બહાદૂરી પણ બતાવતા. એવાંમાં શેખર બધાને ગેમ રમવાનું કહે છે. બધાંને એ જ સારું લાગે છે. નાહકના વિચાર કરી કરીને મરવું એના કરતાં બધાં સાથે તાપણું કરી ગેમ રમવી સારી એવું નકકી થાય છે.

આપણે આગળ જોયું કે સચી લોકો એ જ પર્વત પર હોય છે જયાં ગુંડા લોકોની મિટિંગ હોય છે.

બધાં તાપણું કરીને ગેમ રમતાં હોય છે. રમત રમતમાં વિહાન ચેલેન્જ આપે છે કે કોણ થોડે દૂર સુધી જશે રાતે બરફ માં. કોઈની હિંમત તો જરા પણ નહતી પણ તેવે વખતે સચી હિંમત કરે છે. સચીની હિંમત તો જોઈ પણ શેખરને સચીને એકલી જવા નથી દેવી એ પણ જોડે જવા કહે છે.  

એવું કંઈ દૂર નહતું એટલે સરે પણ હા પાડી. સચી માટે તો આ ચેલેન્જ એકસેપટ કરી એટલે એક અલગ આત્મવિશ્વાસ આવ્યો. શેખરને એ બંને ચાલવાનું શરું કરે છે. લાગ્યુ નજીક પણ હતું નહી.

અચાનક ચાલતાં ચાલતાં સચીને એક ચહેરો જોવાં મળે છે.  બરોબર એ ચહેરાને ઓળખી જાય છે. એ જ ચહેરો હોય છે જે એને ટ્રેનમાં અથડાયો હોય છે. પણ સચીને શું લેવા દેવા ?? એમ વિચારી એ શેખરને કશું કહેતી નથી.

શેખર કંઈક અલગ મુડમાં હતો એ સચીને એના મનની વાત કરવા લાગે છે. શેખર શરુ કરે છે કે. . સચી તું કોલેજમાં એન્ટર થઈ એ દિવસથી તું મને ગમે છે. પણ હુ કદી તારી સાથે વાત પણ ના કરી શકયો. મને જેવી છોકરીની ઝંખના હતી એવી જ તું હતી અને છું. પણ મારી પાસે એવી હિંમત નહોતી. અત્યારે પણ ઘણી હિંમત ભેગી કરીને કવ છુ. પણ સચી મારું વરસો જૂનું સપનું રહ્યુ હતું કે હું એક ફેમસ ચિત્રકાર બની જવ ને પછી તને મેરેજ માટે તારા ઘરે આવવાની હિંમત કરવાની હતી. પણ કુદરત ને કંઈ બીજું મંજૂર હશે તો આજે આપણે સાથે અને એકલાં છીએ.  

સચીની હાલત તો પૂછવી જ શું? એક તો ઠંડી 

ને ઉપરથી ક્યારે આવું કંઈ વિચારયુ પણ નહતું. શેખરમાં ના ગમવા જેવું કંઈ હતું નહી પણ છતાં સચી વિચારવા માટે સમય લેશે એવું મનોમન નકકી કરે છે. શેખર એના જીવનની દરેક વાત સચીને કહેતો જાય છે ને એ લોકો આગળ વધતાં જાય છે. સચીનું ધ્યાન અચાનક જ ટોચ પર જાય છે.

આપણે આગળ જોયું કે સચીની નજર અચાનક પર્વતની ટોચ પર કંઈક હિલચાલ ચાલી રહી હોય એવો ભાસ થાય છે. એ શેખરને એ ક્ષણમાંથી દૂર નહતી કરવાં માંગતી જેમાં એ નાના બાળકની જેમ એનું જીવન ખુલ્લુ મૂકી રહ્યો હતો. . એ જ સચીની મોટી ભૂલ હતી એવું કહી શકાય.

સચી થાકી હોય છે ચાલીને. એ બેસી જાય છે. શેખર અચાનક જ સચીનો હાથ પકડી લે છે ને સચીને કહે છે કે. તું મારી જીવનસંગીની બને તો. મને સાચવી લે જે સચી. કેમકે મારું કહેવાય એવું આ દુનિયામાં કોઈ નથી. હા નિનિયા મારી ખૂબ સારી દોસ્ત છે અને વિહાન મારો જીગરી છે. બસ તને દિલથી ચાહી છે. બસ તું જવાબ હા માં આપે એવું હું ઈચ્છું.

સચીના ધબકારા તેજ થઈ ગયા જયારે શેખરે તેનો હાથ પકડયો. અચાનક કંઈક ઝણઝણી થઈ હોય એવું થયું. બે મિનિટ તો શું બોલવું એ પણ ખબર ના પડી.

પણ સચી એમ નબળી પડે એવી નહોતી તરત જ શેખરને કહે છે મારે થોડો સમય જોઈશે. મારે હજી ખુદને ઓળખવાની છે કે ખરેખર મારે મારી જિંદગીમાં શું મેળવવું છે ? એના માટે તારે મને સમય આપવો પડશે.  

શેખરને તો એમ જ હતું કે આજે જ બધું નકકી થઈ જાય પણ એવું ના થયું. એ છીછરા વિચારનો નહતો એણે સચીને સાચાં દિલથી પ્રેમ કર્યો હતો. . તો હા પાડે છે સચીને. મને મંજૂર છે.  

આ બધી વાત ચાલતી હોય છે ને અચાનક જ એ લોકોની સામે જ કેટલાક ઓળા દેખાય છે.

આ બાજુ સચીની મમ્મીને સચીનો ફોન આવી ગયો હતો કે અમે સુખરુપ પહોંચી ગયા છીએ. અને આજે પણ જતાં પહેલાં સચીએ ફોન પર વાત કરીને બધું જણાવ્યું હોય છે. સચીની મમ્મીને મનમાં અમંગળ થવાની અંદરથી આશંકા જાગે છે. સચીના પપ્પાને કહે પણ છે કે કેમ મારું મન માનતું નથી. ચલોને આપણે સચીને રુબરુ જોઈ આવીએ. સચીના પપ્પા મજાક ખૂબ કરે છે ને ગુસ્સો પણ કરે છે. છોકરી પહેલીવાર એકલી મજા કરવાં ગઈ છે ને તને આવું બધું સૂઝે છે.  

સચીની મમ્મી ચૂપ થઈ ઈશ્વરને મનોમન પ્રાર્થના કરે છે. તો પણ એ એમનાં ટ્રાવેલ એજન્ટ પાસે મનાલીની ટિકિટ કરાવશે એવું નકકી કરી નાખે છે.  

આ બાજુ નિનિયાની હાલાત ખરાબ થઈ રહી હોય છે. પર્વત ચઢતા હવે એ થાકી ગઈ હોય છે. સચી એની પાસે બેસી જાય છે. નિનિયાને એકલી મૂકીને આગળ પણ ના જવાય. બધાં એટલાં આગળ નિકળી ગયાં હોય છે કે પાછા જવું મુશ્કેલ બની ગયું હતું.  

પ્રોફેસર શ્રીંકાત પણ નિર્ણય કરી લે છે કે આપણે બધાં અહી જ રહીશું કોઈ આગળ જશે નહી. જેટલાં લોકો સાથે છે એ બધાં જોડે જ રહેવાનું. નીચે ઉતરીશું તો પણ જોડે જ. શ્રીકાંત સર બાહોશ અને બહાદૂર હોય છે. એમણે ઘણીવાર આવી રીતે કોલેજ ગૃપ લઈને ટ્રેકીંગ કરેલું હોય છે.  

પણ આ વખતની વાત કંઈક જૂદી બની. વાતાવરણ ખરાબ. તેજ સૂસવાટા મારતો બરફનો પવન. અને સાથે તબિયત બગડતાં અડધી ટીમ નીચે ઉતરી ગઈ હોય છે. અને જેટલાં લોકો છે એમને લઈ હવે નીચે ઉતરવું શકય નહોતું. કદાચ રાત પણ પર્વત પર રહેવું પડે.  

ક્રમશ: 


Rate this content
Log in

Similar gujarati story from Romance