Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Chetan Gondalia

Action Classics

4.0  

Chetan Gondalia

Action Classics

સૈનિકનો મોક્ષ

સૈનિકનો મોક્ષ

4 mins
387


કાળા ભમ્મર આકાશમાં ચંદ્રનો મેલાં ધોળાં રંગનો શેરડો પડ્યો. આકાશમાં ભયંકર કાળું-ધુપ્પ અંધારું હતું.

અમારા નવા-નક્કોર બખ્તરો ચાંદનીમાં પ્રગટેલી આગની જેમ ચમક્યા, અમારી ઢાલો તારકના તેજ-લીસોટાની જેમ, અને અમારી તલવારો હીરાકણીની જેમ લિસોટા મારતી હતી.


પરંતુ, અમારા દુશ્મનોના માર-કાટના અવાજો હાજા ગગડાવી દે તેવા હતા. તારક-હીન રાત્રી અબનૂસના તાબૂત જેવી કાળી અને રૂઠેલી લાગતી હતી, અને વાદળો'ય વિસાદગ્રસ્ત લગતા હતાં. ઠંડા પાણી એ ભીંજાયેલ હાથો વડે થીજેલું લોખંડ પકડાઈ જાય એમ અમે તેમને હંફાવતાં હતાં. અતિ ઠંડા અને થીજવતાં, સુસવાટા મારતા ઉત્તરીય-પવનો, તળેટી અને અમારા સૈનિકોની આત્મા સોંસરવા થઈને વા'તા હતાં. વાદળો છંટાઈ ગયેલા છૂટાં-છવાયાં હતાં.

મેલાં અપારદર્શક ચંદ્ર નીચે તેમના ભાલાઓ ક્રુરતાથી ચમકતા હતાં. કોષેટોના તાર જેવી ભેદી ચમક-જ્વાળાનો રૂપેરી પ્રકાશ અમારા સૈનિકોની ઉન્નત ઢાલો પર ચમકતો હતો.


ભોં માંથી પ્રકટતાં રાક્ષસોના ઝુંડની જેમ ધસમસતાં- હાવી થતાં દુશ્મનો અમને ખેતરમાંના મકાઈના ડોળાની જેમ ઘેરી વળ્યાં હતાં. છતાંય એમ લાગતું કે તેઓ હજારો ભંડારો કરતાંયે વધારે માત્રામાં હતાં. અમારા સેનાપતિએ અમારો એ વિદ્રોહનો માનવંતો વાવટો પુરજોરથી ફરકાવ્યો હતો. જે અમારા સ્વપ્નો, અમારું જીવન અને મોક્ષ દર્શાવતો હતો, જો એ હારે તો અમે બધાય મરી-ખપી જઇયે. અમારા સેનાપતિએ કરેલ "હર-હર મહાદેવ"ના યુદ્ધનાદ સાથેજ સૈનિકો પણ કિલ્લાની દીવાલો પર તેમની સાથેજ તૂટી પડ્યાં. અમે સૈનિકો પણ બરાબર તાલમેલ સાથે "હર-હર મહાદેવ"ની ગર્જના કરી.


તેમના થીજેલી જમીન પર પડતાં લોખંડી પગરવ જાણે તોફાનનો ગડ્ગડાટ લાગતાં હતાં. સખત અણીદાર, ધારદાર અગ્નિ-બાણોનાં વરસાદથી આકાશ ભયાનક બની ગયું. એ બાણો લક્ષ્યને વેધતા પહેલાં ખુબજ ગરમાં-ગરમ લાલ-ચોળ બની જતા. ધગ-ધગતાં ગરમ અને લાલ લાવારસની જેમ લોહીના ફુવારાઓ હવામાં છંટાતા. ત્યાં નર્યો કસાઇવાડોજ જણાતો હતો, અમે એ દિવસે બચી જઇયે એમ ઇચ્છતા હતાં. મારા કાંડાનાં ટેરવાઓ અને મારો ચહેરો ઇજાઓથી ઉતરડાયેલો લોહીલોહાણ હતો. ચહેરા અને હાથોમાં સંખ્યાબંધ ઘાવો માંથી લોહી નીકળતું હતું, એક લાલઘૂમ-નાની પણ અવિરત ધારા વહેતી હોવા છતાંય દર્દ નહોતું થતું. હું બરાબર વિચારી શકતો નહોતો.

મારી તલવારો ખોવાઈ ગઈ હતી. મારો ભાલો દુશ્મનના ધડમાં ઊંડે સુધી તેના કવચ અને હાડ-માંસ ચીરીને જડાયેલો હતો. હું નિરસ્ત્ર હતો. તેઓ કહેતા કે આપણે ઘણું ચૂકવવું પડશે પણ મેઁ તો અમારી ઈચ્છા પ્રમાણેજ મેળવ્યું હતું.


આઝાદી-સ્વતંત્રતા ક્યાંક નજીકજ આવેલી જણાતી હતી, વિજયની આશા પ્રબળ હતી. સંખ્યાબંધ તીરોથી વીંધાયેલો, તલવારોથી વઢાયેલો, છતાંય હું જીવતો હતો...!


હું બધું મળીને થોડી પળોજ ટકી શકું તેમ હતો. મેં હર દુશ્મન પર મારા મુક્કાઓ વડે પલટવાર કર્યા હતાં, મારી મુઠ્ઠીઓ મારા શરીરના વજનથી ભાંગી પડી હતી. દુશ્મનોના જડબાઓ સાથે મારી મુઠ્ઠીઓમાં પણ દર્દ ભડકી ઉઠ્યું હતું.


આકાશ હજુ અમારાં ઘામાંથી વહેતાં રક્ત જેવું ઘટ્ટ લાલ-ઘુમ હતું. વેતાલો કુહાડીઓ ખણકાવતા અને અમારી ઢાલોમાં ગુરજો ભટકાડી રહ્યાં હતાં. ઝૂમ-ઝૂમતાં તીરો હવાની આરપાર સુસવાટા મારી રહ્યાં હતાં. અમારામાંથી કેટલાક સૈનિકો પીડાથી કણસતાં અને ભયથી ચિત્કારી રહ્યાં હતાં. તલવારો રણકી રહી હતી. રણભૂમિમાં માથે ઝળૂંબતા મોતની સડેલી દુર્ગંધ પ્રસરી રહી હતી, માથું પીંખાવે તેવી ભયાનક લડાઈ હતી.


લોહીનો અમ્લીય સ્વાદ અમારાં બધાયના મોંઢામાં ઉભરી આવ્યો હતો. તલવારનો રણશીયો મારી પરવાર્યો હતો, માત્ર કતલનો ચિત્કાર ગુંજતો હતો, શાંતિ જાણે લાલ-ખરડાયેલા હિમ પર પોઢી ગઈ હતી. આંખો આંજી નાંખતો ચાંદી શો ચમકારો લઇ બર્ફીલા ઠંડા ખેતરો-હિમાચ્છાદિત મેદાનો પર ચમકતો, તે સૂર્ય નિસ્તેજ મૃતપ્રાયઃ બની ટુકડો બખ્તર અને બટકેલી તલવાર સાથે મરેલાઓનાં ઢગલાં માં પડ્યો હતો. ચેતનહીન હાથે હજુ તૂટેલી મુઠ પકડાયેલી હતી, મૃત્યુ-પીડાથી પાછા ખેંચાયેલા બખ્તરબંદ હાથ, મરડાયેલી ત્રાંસી લાલ દાઢીઓ અને સોનેરી વિકૃત બની ઉંચી ચઢી ગયેલ દાઢીઓ, જાણે કે બચી ગયેલ શત્રુઓને છેલ્લી વિનંતી કરી રહી હોય,


“અમે યુદ્ધ જીતી ગયા હતાં !"

અસંખ્ય કારમાં ઘા પર ધગધગતું, સળગતું, વિસ્ફોટક, દર્દનાક, દરેક રીતે તીવ્ર તથા ઢસડાતાં પગલાંઓ વાળું, બીભત્સ, કર્કશ અને ઘાતકી ! મેં લીધેલા દરેક પગલે, પીડા બમણી થતી અને લોહી-ઝાણ સ્નાયુઓ ચિત્કારી ઉઠતાં. મારી પીડા અકળ ઊંડાઈવાળા સાગર જેવી અને ઉછળતા પ્રવાહો અને છુપાયેલા દાનવો વાળી હતી, જેમ-જેમ મારી ચેતના ક્ષીણ થતી જતી હતી, તેમ-તેમ કાળા-ડિબાંગ ધૂંધના ચક્કરો માનસ-પટલ પર ફરી વળતાં અને મને એક જાતની મીઠી વિસ્મૃતિ તરફ ખેંચી જતા હતા. મેં મારી આંખો ચળકતા રંગીન પ્રવાહીઓવાળા એક ઓરડામાં ખોલી, મારા વડે વીંધાયેલા દરેક શત્રુઓ - આ લડાઈના અને અગાઉની લડાઈના પણ, નહીંતર ત્યાં જોવા જેવું કંઈજ નહોતું, ફરસ સફેદ હતી, ત્યાં દીવાલો કે છત નહોતી, ફક્ત અલૌકિક શ્વેત-કિરણો.


એ પહેલા કે હું સમજી શકું કે હું મરી ગયો છું, હું બેઠો થયો. બધું જ પહેલા જેવું જ હતું. આ નરક હતું. જયારે ફક્ત મેં વિચાર્યું કે જ્વાળાઓ મારા માટે આવશે અને હું અતિ ગરમ, મરણતોલ ફરફોલાઓંનો તમાશો શરુ થતો જોઇશ, તે બધાજ ગાયબ હતા.


ત્યાં જરા પણ પીડા નહોતી અને હું ફક્ત તરસ્યો હતો. ત્યાં જરા પણ પીડા નહોતી થતી અને હું ફક્ત તરસ્યો હતો. મેં પોતાને ફરસ પર પડેલો જોયો અને હું પાણી શોધવા લાગ્યો. તરસ છીપાવવા માટે, બહુ બધી શોધખોળ કરતા છેવટે પાણી દેખાયું. હું છેતરાઈ ગયો હોઉં એમ લાગવા માંડ્યું. મારે સજા જોઈતી હતી અને મને ક્ષમા મળી. આખરે અસત્યોના રાજમાં સત્ય એક છળજ હતું.


મને જ્ઞાન થયું કે, "ભગવાન એટલે એક ઊંડી આસ્થા-આદર."  એ વિશ્વાસને માટે ફક્ત એકજ ભગવાન હોય છે.

અન્ય તત્વો હોઈ શકે છે, પણ તે ભગવાન નથી હોતાં, ફક્ત એક એજ પ્રેમ-કરુણા શક્તિરૂપ, કર્તા અને પરમાત્મા છે.


Rate this content
Log in

More gujarati story from Chetan Gondalia

Similar gujarati story from Action