એક ખડુસ ડોસો
એક ખડુસ ડોસો
કોઈ એક ગામ માં એક ડોસો રહેતો હતો, દુનિયાનો સૌથી કમનશીબ વ્યક્તિઓમાંનો એક.!
આખું ગામ એ "મનહૂસ" ડોસા થી કંટાળેલું રહેતું, તે ડોસો પણ હંમેશા ઉદાસ-ખિન્ન રહેતો.
હંમેશા ફરિયાદો જ કરતો રહેતો અને "હડકાયા" મૂડ માં રહેતો.
અત્યાર સુધીના તેના જીવતરમાં, તે દિવસો-દિવસ કટુ -સ્વભાવનો થતો ગયો હતો અને ભલે ભરાવ્યા જેવી જીભ વાપરવા લાગ્યો હતો. લોકો તેના થી દૂર રહેતા, રખે ને એની કમનસીબીનો - બંધિયાળપણાનો કોઈને ચેપ ન લાગી જાય. તેની હાજરીમાં ખુશ-રાજી રહી શકવું એ પણ અકુદરતી અને અપમાનજનક લાગતું જાણે.
તે ડોસો જે જુઓ તેમનામાં નારાજગીની લાગણી જગાવતો.
પણ એક દિવસ, એના એંસીમાં વર્ષે એક અકલ્પનિય બાબત બની.
જોતજોતામાં લોકોમાં અફવા ફેલાવા લાગી ..
"પેલો મનહૂસ ડોસો આજે ખુશ છે, શેનીયે ફરિયાદ નથી કરતો. એ હસે છે, મલકે છે અને એનું થોબડું'ય આજે તાજું-માંજું લાગે છે."
ઘડીકમાં આખું ગામ ભેગું થઇ ગયું. બધા ડોસાની ખડકી તરફ તેને પૂછવા ચાલ્યા..
એક ગામડિયો બોલ્યો : " આજે તમને શું થાઉં છે..??!!"
" બસ કઈ જ ખાસ નહિ. એંસી વર્ષોથી સુખની પાછળ રઘવાયો દોડતો હતો, સાવ વ્યર્થ. નક્કામો. અને બસ, મેં નક્કી કર્યું કે સુખ વિના જ જીવવું, ફક્ત જીવનનો જ આનંદ લેવો. એટલે જ આજે હું બહુ રાજીપામાં છું.!!" - ડોસો બોલ્યો.
કથા- સાર : સુખનો પીછો ન કરો અને આનંદથી જીવો..!!!