STORYMIRROR

Chetan Gondalia

Children Stories

2.0  

Chetan Gondalia

Children Stories

સંત માણસ

સંત માણસ

1 min
578



લોકો એક "સંત માણસ" પાસે અવિરત આવતા, રોજ ફરિયાદો અને એકના એક જેવા જ પ્રશ્નો લઈને.

એક  દિવસ એ સંત માણસે આવનારા લોકોને એક ટુચકો કહ્યો અને લોકોના અટ્ટ-હાસ્ય થી આસપાસનું વાતાવરણ ગાજી ઉઠ્યું.


થોડીવાર પછી એમને એજ ટુચકો ફરી કહ્યો, આ વખતે બહુ જૂજ માણસો જ મરક્યા.


જયારે ત્રીજી વાર ફરી એ જ ટુચકો કહ્યો અને આવે આ વખતે કોઈ જ ન હસ્યું...!

સંત-માણસ મરક્યા અને  બોલ્યા :


   "તમે લોકો એક જ ટુચકા પર વારંવાર હસી નથી શકતા..તો તમે હંમેશા એકનાએક જ પ્રશ્નો પર, એની એ જ સમસ્યાઓ પર શા માટે રડો છો...?? "

લોકો દિગ્મૂઢ થઈને વિચારમગ્ન બની ગયા.

કથાસાર: ચિંતાઓ કરવાથી કોઈ જ સમસ્યાઓ હાલ નથી થતી...એથી ફક્ત સમય અને શક્તિ નો વ્યય જ થશે...! 



Rate this content
Log in