Chetan Gondalia

Inspirational

3.7  

Chetan Gondalia

Inspirational

દેશભક્તિનું ઇનામ

દેશભક્તિનું ઇનામ

1 min
675


આવી રહેલ તહેવારની મોસમ, ટીવી શોરૂમ નજીક ભયંકર ભીડ, ભારત-પાકિસ્તાનનો રસ્સાકસી ભર્યો ફાઇનલ મેચ. આગળ મેનેજર અજય અને પાછળ શોરૂમ-માલિક અર્શદભાઈ બહારથી પરત આવી જેમ-તેમ ગાડી પાર્ક કરી ભીડ વચ્ચેથી શોરૂમ અંદર જવાની કોશિશ કરતાં આગળ વધ્યાં, બંન્ને વચ્ચે ૧૦ ફૂટ જેવું અંતર.


ભીડ વચ્ચે એક પાકીટમાર મેનેજરનો બરાબર પાઠલાગ-પીછો કરતો આગળ વધ્યો. તેણે મેનેજરનાં પાછલાં ખિસ્સામાંથી ડોકાઈ રહેલ વોલેટ કોમળતાથી પકડી સરકાવવાની કોશિશ શરુ કરી, પછી ત્રણ હિલચાલ એક સાથે થઇ - બસ એક સેકન્ડ પહેલા કે તે પાકીટમાર તેની ઉચ્ચ કક્ષાની કરામત બતાવે કે - વિશાળ સ્પીકરોમાંથી રાષ્ટ્રગીત શરુ થયું; બરાબર તે જ સેકન્ડે મેનેજરે પાછલાં ખિસ્સામાં સળવળાટ થતા પોતાના હાથેથી પાકીટમારનો હાથ પકડી લીધો અને બરાબર તેજ સેકન્ડે પાછળ આવી રહેલ શોરૂમ માલિકે પાકીટમારને ઝડપવા તરાપ મારી પકડી લેવા કોશિશ કરી.


પણ ત્રણે સાવધાનની મુદ્રામાં ઉભા રહી ગયા.

જેવો રાષ્ટ્રગીતની છેલ્લી પંક્તિનો "...જય હે..!" શબ્દ ગવાઈ ગયો કે તરત જ શોરૂમ માલિક અર્શદખાન અને મેનેજર અજયે પાકીટમારને મુશ્કેટાટ ઝડપી નજીક ઉભેલ પોલીસવાન તરફ ઢસડી ગયા. 


કેસ ચાલ્યો, જજ સાહેબે રાષ્ટ્રગીતનું સન્માન જાળવવા બદ્દલ ત્રણેને બિરદાવ્ય, પાકીટમારે અશ્રુભરી આંખોએ માફી માંગી, કદાવર શરીર અને કોમળ હદયના શોરૂમ માલિક અર્શદખાને તેને ચોરી-ચપાટી છોડી તેણે નોકરીએ રાખી લીધો. સાથે આવેલ પેટ્રોલવાનની આખી ટીમે ત્રણેય ને "કડક" સેલ્યુટથી નવાજ્યા !

જય હિન્દ !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati story from Inspirational