મૂર્ખ ગધેડો
મૂર્ખ ગધેડો


એક નમકનો વેપારી દરરોજ નમક ના કોથળાઓ ભરી તેના ગધેડા પર લાદી બજારે વેંચવા માટે લઇ જતો ... રસ્તામાં તમને રોજ એક નાળું પસાર કરવું પડતું.
એક દિવસ ગધેડો અચાનક લથડી ગયો અને નમકની બોરીઓ પાણીમાં પડી ગઈ. નમક પાણીમાં ઓગળી ગયું અને બોરીઓ વજનમાં બિલકુલ હળવી-ફૂલ બની ગઈ.. ગધેડો રાજી થઇ ગયો.
ગધેડા એ દરરોજ આ જ યુક્તિ અજમાવવાનું ચાલુ કર્યું..
તેનો માલિક-વેપારી એ યુક્તિ સમજી ગયો, અને તેણે ગધેડાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું...બીજા દિવસે તેણે કપાસની ઠાંસોઠાસ ગાંસડીઓ ગધેડા પર લાદી.
કપાસની ગાંસડીઓ પણ રોજની જેમ હળવી-ફૂલ થઇ જશે એમ માની ગધેડા એ ફરી એ યુક્તિ અજમાવી !
... પણ, ભીંજાયેલી કપાસની ગાંસડીઓ વજનમાં ભારે - બહુ જ ભારે બની ગઈ અને એ ઢસડતાં ગધેડાની પદૂડી નીકળી ગઈ ...
એને પાઠ ભણી લીધો અને તે દિવસથી ફરી ક્યારેય એવી કોઈ યુક્તિઓ કરી નહિ ... હવે એ અને એનો માલિક ખુશ છે.
નસીબ હંમેશા પાધરું પડતું નથી... કર્મ અને મહેનત નો કોઈ વિકલ્પ જ નથી.