Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

ભારતમાતા કી જય...

ભારતમાતા કી જય...

14 mins
375


“શું??? બોમ્બબારીથી જંગલમાં ફેલાયેલી આગથી ગભરાઈને જવાન દિગ્વિજય એક ઝાડને વળગી ગયો હતો!”

કર્નલ અને બીજા સૈનિકો ઝડપથી ઘટનાસ્થળે કુચ કરી રહ્યા હતા...

“યસ સર... અમે સલામત સ્થળે ખસી રહ્યા હતા ત્યારે આગળ દોડી રહેલો દિગ્વિજય અચાનક જ ગભરાઈને એક ઝાડને વળગી પડ્યો હતો.”

“સર... ત્યાં જુઓ..”

એક ઝાડને ચુસ્તપણે વળગેલા દિગ્વિજયના બળી ગયેલા દેહને જોઈ સહુ અચંબો પામી ગયા.

કર્નલે ધ્રુણાથી કહ્યું, “બોમ્બબારીનો આટલો ડર!!!”

સૈનિકોએ દિગ્વિજયના દેહને ઝાડથી અળગા કરતાં કરતાં કહ્યું, “સર, દિગ્વિજયને અમે અમારી સાથે આવવાનું કહ્યું પરંતુ તેં કશું બોલ્યાચાલ્યા વગર ચુસ્તપણે ઝાડને વળગી રહ્યો... અમે કંઈ કરીએ એ પહેલાં તો આગ તેને ઘેરી વળી હતી.”

ત્યાંજ દિગ્વિજયનો દેહ ઝાડથી અળગો થતા સહુ ચોંકી ઉઠ્યા.

કર્નલે ગર્વથી કહ્યું, “દિગ્વિજયએ ગભરાઈને નહીં પરંતુ ઝાડ પર કો’કે ફરકાવેલા તિરંગાને આગથી બચાવવા પોતાના શરીર અને ઝાડ વચ્ચે હવાચુસ્ત દબાવી દીધો હતો.”

દિગ્વિજયના પાર્થિવ દેહ પાસે ઉન્નત મસ્તકે લહેરાતા તિરંગાને જોઈ સહુએ સેલ્યુટ મારતા એકીસાથે પોકાર્યું, “ભારતમાતા કી જય...”

*****



Rate this content
Log in

Similar gujarati story from Fantasy