Kaushik Dave

Classics Inspirational Children

3  

Kaushik Dave

Classics Inspirational Children

સાચું કર્મ શિક્ષણ સેવાનું

સાચું કર્મ શિક્ષણ સેવાનું

3 mins
131


ઓફિસથી આવીને હેત બોલ્યો:-"હેતલ, આજે તો બહુ થાકી ગયો છું. વધુ પડતા કામના લીધે જ. નહિંતર આવો થાક ક્યારેય લાગ્યો નથી. હશે આવતીકાલે રવિવાર છે. આખો દિવસ આરામ જ કરવો છે. "

હેતલ:-" હું તમારા માટે આદું વાળી ચા બનાવું છું. તમે ફ્રેશ થઈને આવો. "

થોડીવારમાં હેત ફ્રેશ થયો. હેતલ અને હેત સાથે સાથે ચા પીવા બેઠા.

હેતલ:-" આજે આપણા બિલ્ડર તરફથી આમંત્રણ પત્રિકા આવી છે. ગાંધીનગર બાજુ એમનો નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. તો આપણે એ સ્થળની મુલાકાત લેવા જશું !"

હેત:-" એ બાજુ એમની એક સાઈટ પણ ચાલે છે. સ્કીમ લગભગ અડધી પુરી થવા આવી છે. એવું બિલ્ડરનો માણસ કહેતો હતો. રહેવા દે ને હવે. હમણાં તો આપણે નવા મકાનમાં રહેવા આવ્યા છીએ. "

હેતલ:-" તમારી વાત સાચી છે. હું પણ ઘરમાં બેસીને કંટાળી ગઈ છું. ને ગાંધીનગર ક્યાં દૂર છે. પંદર મિનિટનો રસ્તો છે. આપણે કલાકમાં પાછા આવી જશું. મને ઓફિસની લેડિઝ ખાસ કહી ગઈ છે કે તમારે એક પ્રાર્થના ગાવાની છે. "

હેત:-" સારું પણ પછી તું સવારનું જમવાનું ના બનાવતી. આપણે હોટલમાં જમી લેશું. "

બીજા દિવસે હેત અને હેતલ બિલ્ડરની નવી સાઇટ પર ગયા.

હેતલે સુંદર પ્રાર્થના કરી.

આખરે ઓફિસની લેડિઝે બિલ્ડર સાથે મુલાકાત કરાવી.

બિલ્ડરે એમની પ્રાર્થનાની પ્રસંશા કરી.

સાથે કહ્યું કે પાસેની અમારી સાઈટ અડધી પુરી થવા આવી છે.

એમની ઈચ્છા છે કે મજૂરોના બાળકોને આપ પ્રાથમિક શિક્ષણ આપો છો તમને અનુકૂળ હોય તો. સ્ટાફના બહેને કહ્યું છે કે હેતલબેન ગ્રેજ્યુએટ છે તેમજ ગૃહિણી છે. ઘરમાં પતિ અને પત્ની એકલા છે. આપનો ટાઈમ પણ પાસ થશે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળશે. અમારા વેલફેર ફંડમાંથી જોઈતી જોગવાઈ કરી આપીશ. સાથે સાથે આપનો પગાર રૂપિયા ચાર હજાર શરૂઆતમાં આપીશ.

હેત અને હેતલે આપસમાં મંત્રણા કરીને હા પાડી.

હેતને બિલ્ડરનો પુત્ર ઓળખતો પણ હતો.

હેતલે બે દિવસમાં શિક્ષણ કાર્ય માટેની જરૂરીયાતોનું લીસ્ટ ઓફિસમાં મોકલી આપ્યું.

એક અઠવાડિયામાં શિક્ષણ કાર્ય માટેની બધી જોગવાઈ થઈ ગઈ.

ચાલુ સાઈટના બની ગયેલા મકાનને નાનકડી શાળા બનાવી દીધી.

દરરોજ સવારે નવ વાગ્યે ઓફિસની ગાડી સ્ટાફના બહેન લઈને આવતા હતા. બપોરે બે વાગ્યે શિક્ષણ કાર્ય પુરૂ કરવામાં આવતું હતું.

ઓફિસની ગાડી હેતલને ઘરે મુકવા આવતી હતી.

પંદરમી ઓગસ્ટે મજૂરોના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ગવડાવવામાં આવ્યા. જે હેતલે એમને શીખવાડ્યા હતા.

તેમજ વેશભૂષા અને સ્પર્ધા પણ રાખી હતી.

આમ ધીરે ધીરે એક વર્ષ પુરું થયું.

શિક્ષણ કાર્ય સાથે બાળગીતો, દેશભક્તિના ગીતો તેમજ રમતગમત પણ વિદ્યાથીઓને શીખવતા હતા.

તોફાની બાળકો હોશિયાર વિદ્યાર્થી બની ગયા.

બીજા વર્ષે તો ગુજરાતી સાથે ઈંગ્લીશ, હિન્દી પણ શીખવાડવાનું શરૂ કર્યું.

કેટલાક બાળકો સરકારી સ્કૂલોમાં દાખલ થયા. મજૂરોએ બિલ્ડર તેમજ હેતલબહેનનો આભાર માન્યો.

દરેક વિધાર્થીઓને યુનિફોર્મ અને દફ્તર, ચોપડી, નોટો પણ બિલ્ડર તરફથી આપવામાં આવતું હતું.

જોતજોતામાં પાંચ વર્ષ પુરા થયા.

બાળકો શિક્ષિત થયા.

બિલ્ડરની જે સાઈટ નજીક હોય એ સાઈટ પર ટેમ્પરરી સ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું.

આમ બિલ્ડરના સહયોગથી અને હેતલબહેનની મહેનત રંગ લાવી.

આ દરમિયાન કેટલાક બીજા બિલ્ડરોને જાણ થતા એમણે પણ મુલાકાત લીધી તેમજ એન. જી. ઓ. તરફથી વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી લેવામાં આવી હતી.

હરતી ફરતી શાળામાં પરિક્ષા પણ લેવામાં આવતી હતી. સારા નંબરે પાસ થનારને બિલ્ડર તરફથી ઈનામ પણ આપવામાં આવતું હતું.

એ બિલ્ડરની વેબસાઈટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પછી સામાજિક સંસ્થાઓ આવા મજૂરોના બાળકોના શિક્ષણ માટે આગળ આવ્યા હતા.

બિલ્ડર દ્વારા એક સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને સહાયતા, એમના માબાપને સહાયતા તેમજ હેતલબહેનને પ્રશસ્તિ પત્ર તેમજ શિલ્ડ સાથે સન્માનનીય રોકડ રકમ આપવામાં આવી હતી.

જ્યોત સે જ્યોત જલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો.

અત્યારના સમાજે ખાસ કરીને જ્યાં મજૂર વર્ગ વધુ હોય છે એ વિસ્તારમાં એમના બાળકોના અભ્યાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમજ મજૂરો માટે રાત્રી શાળાની પણ જોગવાઈ કરવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics