STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

4  

Kaushik Dave

Drama Fantasy Others

શ્યામા "

શ્યામા "

3 mins
29

"શ્યામા"

 એનું નામ કાળી..

નામ તો શ્યામા હતું પણ દેખાવમાં બિલકુલ કાળી હતી.
ઘરમાં પણ બધા એને કાળી કહીને બોલાવતા હતા. યોગ્ય ઉંમરની થતાં એના માટે મૂરતિયો શોધવા લાગ્યા. પણ કાળી હોવાના કારણે કોઈ એને પસંદ કરતું નહોતું. ઘરમાં બધા એને ટોકવા લાગ્યા.

 આ તારો કાળો રંગ જ તને નડી રહ્યો છે.
ત્યારે શ્યામા કહેતી કે એમાં હું શું કરું? કુદરતે જે આપ્યું છે એ સ્વીકારી લેવું જોઈએ. જો હું બોજારૂપ લાગતી હોય તો હું ઘરમાંથી જતી રહું.

 પણ આખરે માબાપ છે. સંતાન વ્હાલા જ હોય.

 અમાસની કાળી રાત હતી. શ્યામા જોબ પરથી આવતી હતી. એને બોસે વધુ કામ આપ્યું હતું એટલે મોડું થયું હતું. અને છેલ્લી બસ પકડીને ઘરે જતી હતી.

 બસ સ્ટેન્ડથી ઘર સુધી જવા માટે એક કિલોમીટર ચાલવું પડતું હતું. શહેરની સ્ટ્રીટલાઇટનો ભરોસો નહીં. એ દિવસે પણ સ્ટ્રીટલાઇટ બંધ હતી.

પણ શ્યામા ગભરાઈ નહીં. કોઈ મારું શું બગાડી લેવાનું છે.
 શ્યામાએ ઘરે જવા માટે ઝડપ કરી. રસ્તામાં કોઈ દેખાતું નહોતું.

એટલામાં શ્યામાને એક અવાજ સંભળાયો.
એ કાળી...

 શ્યામા ચોંકી ઉઠી. કોઈ જાણીતું હોય તો જ કાળી બોલે.

શ્યામા ગભરાયા વગર બોલી..

કોણ છે?
 અવાજ આવ્યો.

કોઈ નહીં શ્યામા. એ હું છું.

 શ્યામા..
 ઓહ.. હવે શ્યામા.એટલે તું મારો પરિચિત છે? એ હું એટલે કોણ?

 અવાજ આવ્યો.. હા.. હું તારા મનની વાતો જાણું છું.

 શ્યામા..
ઓહ..તો તું ઈશ્વર છે? આટલી અંધારી રાતમાં તું શું કરે છે?

 અવાજ આવ્યો..
હું અંધારું દૂર કરનારને ગોતું છું.

 શ્યામા..
તો લાઈટ કર. તું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે? બાજુની ગલીમાં રહેતો બાબુ તો નથી ને!

 હસવાનો અવાજ આવ્યો.
આ તારો મજાક કરવાનો સ્વભાવ ગમે છે.

 શ્યામા..
તું બાબુ લાગતો નથી. તું કોણ છે? તારું નામ?

 અવાજ આવ્યો..
પછી તને મળીને કહીશ પણ અજવાળામાં..તારો સ્વભાવ મને ગમે છે.અને તું પણ.

 શ્યામા..
એટલે એકલી યુવતીને જોઈને એનો લાભ લેવા માંગે છે?

 અવાજ આવ્યો..
ના.. પણ તું બીજી ગલીમાંથી જજે. આગળ જોખમ છે. હું તારી પાછળ પાછળ તારા ઘર સુધી આવીશ. મારાથી ડરવાની જરૂર નથી.

 શ્યામા ગભરાઈ ગઈ. એને ખબર હતી કે અંધારી કાળી રાતમાં એ ગલીમાંથી પસાર થવું જોખમી છે. દારૂડિયા અથડાતાં હોય છે.

 શ્યામા..
હું ગભરાતી નથી. મારી પાછળ આવવાની જરૂર નથી. હું બીજી ગલીમાંથી જઈશ. થોડું વધારે ચાલવું પડશે પણ તારું નામ શું છે? ને થેંક્યું.

 અવાજ આવ્યો..

 એમાં થેંક્યું ના હોય. આવતી કાલે તને મારા નામની ખબર પડશે.

 શ્યામા..
એટલે તું કાલે મારા ઘરે આવવાનો છે?

 અવાજ આવ્યો..
એ તું ઘરે જાય એટલે ખબર પડશે.

 શ્યામા ઝડપભેર પોતાના ઘરે પહોંચી ગઈ. પાછળ વળીને જોતી હતી પણ કોઈ દેખાતું નહોતું. રસ્તામાં શ્યામના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. આ કોણ હશે? કેવો હશે? મને જાણતો હશે? અવાજ ઓળખી શકી નથી. મારા ઘરે કેમ આવવાનો છે? કેટલાય પ્રશ્નો મનમાં હતા.

શ્યામા ઘરે પહોંચી.
 થોડીવારમાં શ્યામાની મમ્મી બોલી.
 કાળી.. તારા ભાગ ખુલી ગયા છે. તને જોવા માટે એક છોકરો આવવાનો છે. એની લગભગ હા છે એવું એના માબાપ કહેતા હતા.

 શ્યામા..
પણ મમ્મી.એ છોકરાએ મને જોઈ નથી. હું કાળી છું એવું જાણશે તો તરત જ ના પાડશે. ફરીથી એનું એ જ ચક્કર ના સાંભળવાનું. પણ મમ્મી આ છેલ્લી વખત. હવે પછી તું મારા માટે છોકરો ગોતતી નહીં.

 શ્યામાની મમ્મી..

સારું જેવી તારી મરજી.

 શ્યામા..
પણ એ છોકરાનું નામ શું છે?

શ્યામાની મમ્મી બોલી.. એનું નામ શ્યામ છે. એ થોડી વાર પહેલા જ અહીં આવીને ગયો હતો. એણે તારા માટે હા પાડી છે. હવે તું ના પાડતી નહીં. દેખાવે સોહામણો છે. ઘઉં વર્ણો છે પણ તારાથી ઉજળો.મને ગમી ગયો છે. સામેથી માંગુ આવ્યું છે.

 શ્યામા વિચારમાં પડી..
ઓહ..આ અંધારી કાળી રાતમાં રસ્તામાં મળી ગયો હતો એ શ્યામ તો નહીં હોય! 
- કૌશિક દવે   


Rate this content
Log in

Similar gujarati story from Drama