STORYMIRROR

Kaushik Dave

Horror Fantasy Others

4  

Kaushik Dave

Horror Fantasy Others

તું આવીશ ?

તું આવીશ ?

2 mins
14

"તું આવીશ ? તું આવીશ ?" મુગ્ધા બબડતી હતી.

એટલે મુન્નો બોલ્યો...પાપા..આ ફોઈ કેમ આવું બબડે છે ? એમની તબિયત સારી લાગતી નથી.

બેટા તું ભણવામાં ધ્યાન આપ. તારે પરીક્ષા છે.

એટલામાં જ્યોતિ બોલી.. હું તમને કહું છું કે મુગ્ધાને સારા ડોક્ટરને બતાવો. આવું ક્યાં સુધી ચાલશે ? મારા છોકરા પર અસર પડે છે. એના કરતા એને પરણાવી દો.

નયન બોલ્યો... બધું સારું થશે. હજુ કાલે જ ડોક્ટરને બતાવ્યું હતું. એમણે કહ્યું છે કે આઘાત લાગ્યો છે. સમય પસાર થતા સારું થશે. આપણે પણ શું કરીએ ? મુગ્ધાની સગાઈ કરી એ છોકરો આકસ્મિક મૃત્યુ પામ્યો. એનો આઘાત લાગ્યો છે. સમય જતાં એના મેરેજ માટે પ્રયત્ન કરીશું.

એટલામાં મુગ્ધા.. બોલી..એ જરૂર આવશે.. મને સાથે લઈ જશે.

એમ બોલીને પોતાના રૂમમાં ગઈ.

નયન:-' છેલ્લી વખતે પ્રતિક આવ્યો હતો ત્યારે એણે કહ્યું હતું કે થોડા દિવસમાં આવીશ. એ નવી જોબ માટે પૂના ગયો હતો.પણ એક અકસ્માત થયો ને એ...'

જ્યોતિ:-' એટલે જ કહું છું. યુવાન છોકરીને ઘરમાં ના રખાય.'

થોડી વારમાં ઘરની ડોર બેલ વાગી.

જ્યોતિ એ દરવાજો ખોલ્યો.

જોયું તો પ્રતિક હતો. એણે સ્માઈલ કર્યું.

એટલામાં રૂમમાંથી મુગ્ધા આવી.

બોલી.. તું આવી ગયો ! મને ખાતરી હતી તું મને લેવા ચોક્કસ આવીશ.

આટલું બોલીને મુગ્ધા પ્રતિકને ભેટી પડી.

પવનનું જોર આવ્યું ને બારી બારણા ખખડવાનો અવાજ આવ્યો. ને પ્રતિક અને મુગ્ધા ધુમ્ર સ્વરૂપે હવામાં લીન થઈ ગયા.

એટલામાં મુન્નો બૂમ પાડતો આવ્યો.

બોલ્યો.. રૂમમાં ફોઈ ઢળી પડેલા છે. એમના મોઢામાંથી ફીણ નીકળે છે.

નયન દોડતો રૂમમાં ગયો.

મુગ્ધાને તપાસતા ખબર પડી કે એના પ્રાણ જતા રહ્યા હતા.

રૂમમાં અવાજ ગુંજતો હોય એવું લાગ્યું.

તું આવીશ ?

હવામાં લહેરો પણ આજે આવશે..

તું આવીશ ?

લહેર પણ જવાબ આપે છે..

આવીશ.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Horror