ભૂતિયા ટ્રેન
ભૂતિયા ટ્રેન


ભૂતિયા ટ્રેન
ડેવિડ રેલ્વે સ્ટેશન પર આવ્યો.
અડધી રાત થઈ હતી. ટ્રેન આવવાને દસ મિનિટ હતી.
એણે સાંભળ્યું હતું કે આ રાતની ટ્રેનમાં લગભગ કોઈ પેસેન્જર નથી હોતા.
છતાં પણ ડેવિડને અગત્યનું કામ હતું એટલે પહોંચી જવાનું હતું.
રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી બંધ હતી.
કોઈ સ્ટાફ કે પેસેન્જર દેખાતું નહોતું.
હશે ઠંડીની મોસમ છે ને અડધી રાત છે.
કદાચ સ્ટાફ કર્મચારીઓ ક્વાર્ટરમાં સુઈ ગયા હશે.
ડેવિડને શેરિનની યાદ આવી.
આજે એ હયાત હોત તો!
એટલામાં ટ્રેન આવવાનો અવાજ સંભળાયો.
હશે ટીટી પાસેથી ટિકિટ લઈશ.
જે પેનલ્ટી થશે એ.
બે મિનીટમાં ટ્રેન આવી.
ટ્રેનમાં કોઈ પેસેન્જર દેખાતા નહોતા.
ડેવિડ હસી પડ્યો.
ખરેખર આ ભૂતિયા ટ્રેન જ છે.
ડેવિડ હિંમત કરીને એક બોગીમાં ચડી ગયો.
બોગીમાં જોયું તો કોઈ દેખાતું નહોતું.
બોગી ચોખ્ખી હતી. જાણે કોઈએ હમણાં જ સાફસફાઈ કરી હોય. ને કોઈના આગમનની રાહ જોઈ રહ્યા હોય.
ટ્રેન ઉપડી.
ડેવિડે નિરાંતનો શ્વાસ લીધો.
હાશ.. લગભગ એક કલાકમાં પહોંચી જવાનો છું.
એટલામાં અવાજ આવ્યો.
હા..આ એક કલાક..
આ એક કલાક આપણા માટે પૂરતો છે.
સાથ જીવન ભરનો અને મૃત્યુ સુધી.
ડેવિડને અવાજ જાણીતો લાગ્યો.
ઓહ..આ મારી શેરિન છે.
એણે બોગીમાં નજર કરી.
બાજુના કંપાટમેન્ટમાં શેરિન બેસી હતી.
ડેવિડ હસી પડ્યો. ને શેરિન પાસે આવ્યો.
હા..આ એક કલાક એટલે આપણા જીવનની સફર પૂરી.
ટ્રેન ધસમસતી દોડી રહી હતી..
એક કલાકમાં અંતિમ સ્ટેશન આવી ગયું.
પણ ટ્રેનમાંથી કોઈ પેસેન્જરો ઉતર્યા નહોતા.
સામાન્ય રીતે આ અંતિમ સ્ટેશન પર કોઈ પેસેન્જર ઉતરતું નહોતું.
રેલવે કર્મચારી દરેક બોગીમાં ચેક કરવા ગયો.
ડેવિડ જે બોગીમાં હતો એ બોગીમાં ચેક કરવા ગયો.
બોગી ખાલી હતી. કોઈ નહોતું.
પણ એક કાગળ મળ્યો.
લખ્યું હતું..
અંતિમ સફર..
ડેવિડ એન્ડ શેરિન..
રેલવે કર્મચારી ગભરાઈ ગયો.
ને એ કાગળ લઈને સ્ટેશન માસ્તર પાસે ગયો.
સ્ટેશન માસ્તરે કાગળ વાંચ્યો.
એની આંખમાંથી પાણી આવી ગયું.
બબડ્યા..
હા.. ડેવિડ અને શેરિનની આ ટ્રેનમાં અંતિમ સફર હતી.હવે આ ટ્રેનને કોઈ ભૂતિયા ટ્રેન કહેશે નહીં. સર અને મેડમને સદગતિ મળે એવી પ્રાર્થના.
- કૌશિક દવે