દાદા અને પૌત્ર "
દાદા અને પૌત્ર "


"દાદા અને પૌત્ર"
પપ્પા, દાદા આપણી સાથે કેમ રહેતા નથી? મને દાદા બહુ ગમે છે.
નાનકડા રાજુની વાત સાંભળીને નવનીત ભાઈ એ એમની પત્ની સુનંદા તરફ જોયું.
પછી નવનીત ભાઈ બોલ્યા.. બેટા,દાદાને શહેરમાં ફાવતું નથી. એમને તો ગામડું જ ગમે છે.
નાનકડો રાજુ.. પણ પપ્પા, દાદા કહેતા હતા કે એમને મારી સાથે રહેવું છે. કાલે મમ્મી ફોન પર માસી સાથે વાત કરતી હતી ત્યારે બોલતી હતી કે દાદા ના આવે તો સારું. દાદા બહુ કચ કચ કરે છે. પણ પપ્પા, દાદા એવા નથી.
નાનકડા રાજુની આ નિર્દોષ વાતો સાંભળીને નવનીત ભાઈના હ્રદયમાં એક અવિશ્વાસની લાગણી ઉપજવા લાગી. જિંદગીના રસ્તા પર ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં લાગણીઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેનો સંતુલન રાખવું અઘરું લાગે છે.
નવનીત ભાઈએ દીકરા રાજુને સમજાવ્યો કે દાદા ગામડે વધુ ખુશ છે, કારણ કે ત્યાંની શાંતિ અને પ્રકૃતિ તેમને આકર્ષે છે. "બેટા, દાદા ગામડાની લીલી ધરતીને ખૂબ પ્રેમ કરે છે. કેવળ ત્યાં જ તેઓ ખુશી મેળવી શકે છે." પરંતુ, રાજુએ ક્યારેક દાદા સાથે વિતાવેલા સમયને યાદ કરીને કહ્યું, "પણ પપ્પા, દાદા તો એમ કહેતા કે મને મારી સાયકલ ચલાવતા જોવાનું ગમે છે, તેમજ મને રમતો જોઈને બહુ આનંદ મળે છે."
સુનંદા, જે સુધી આ બધું સાંભળી રહી હતી, ને સમજાયું કે એ રાજુને સમજાવવું પડશે.તેથી તે હળવેથી બોલી, "રાજુ, દાદા જ્યાં પણ હોય ત્યાંથી તને પ્રેમ કરે છે. તું તેમની યાદમાં રોજ મોબાઈલ પરથી વાત કરજે, ને પછી એમને આનંદ થશે."
નવનીત ભાઈએ વિચાર્યું કે કદાચ દાદાને ફરી એક વખત અમદાવાદમાં રહેવા આમંત્રિત કરવું જોઈએ. "સુનંદા, કદાચ દાદાને રાજુ પ્રત્યે વધુ પ્રેમ છે અને એમને આપણા ઘરે રહેવા માટે બોલાવવા જોઈએ."
રાજુની પરીક્ષા પૂરી થઈ. બીજા દિવસે દાદા રાજુ માટે અમદાવાદ રહેવા આવી ગયા.
રાજુ..
દાદા, હવે તમારે અમારી સાથે જ રહેવાનું છે.
દાદા..
પણ મને ગામડું ગમે છે. ચાલ સારું..થોડા દિવસ તારી સાથે રહીશ અને થોડા દિવસ ગામડે રહીશ.
દાદાજી એ દીકરા નવનીતભાઈ સામે જોયું.
અને ધીમું સ્મિત કર્યું.
આ સાંભળીને સુનંદાનો ચહેરો ફિક્કો પડી ગયો. બબડી.. હવે મને સ્વતંત્રતા નહીં મળે. કીટી પાર્ટીમાં જવાનું બંધ કરવું પડશે.
- કૌશિક દવે