રહસ્ય
રહસ્ય


"રહસ્ય"
બધાંના મનગમતા થવાનું રહસ્ય શું છે?
એણે જવાબમાં એક સ્મિત કર્યું.
હું સમજી ગયો.
---------
મેં પૂછ્યું..
તમારી સફળતાનું રહસ્ય શું છે?
એમણે જવાબ આપ્યો..
બસ તમારા જેવી વ્યક્તિઓનાં લીધે. હું મારું કામ ખંતથી કરું છું.
હું સમજી ગયો..
-
--------
આમ તો પૂછાય નહીં છતાં પૂછી રહ્યો છું..
તમારે આટ આટલા ઓપરેશન કરાવ્યા.બાયપાસ કરાવી..તેમજ વારંવાર બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થાવ છો. છતાં પણ... હશે..પણ તમારામાં હિંમત બહુ જ છે.
આ હિંમતનું રહસ્ય શું છે?
એણે સ્મિત કરીને આકાશ તરફ જોઈને વંદન કર્યા.
પછી બોલ્યો..
કુટુંબનો સાથ અને આપના જેવા હિતેચ્છુની પ્રાર્થના તેમજ ઈશ્વર પરની શ્રદ્ધા.
હું સમજી ગયો.
- કૌશિક દવે