Margi Patel

Thriller

3  

Margi Patel

Thriller

રૂપાની ઉમ્મીદ

રૂપાની ઉમ્મીદ

5 mins
482


આ વાત ગામમાં રહેતા એક સામાન્ય પરિવારની છે. પરિવારમાં સમીર, સમીરની મમ્મી રેખાબેન, સમીર ની નાની બેન રૂપા રહે છે. ઘર પણ નાનું જ છે. એક જ રૂમ છે. સમીરના પપ્પા રૂપા હજી 6 મહિના ની હતી તારે જ સ્વર્ગવાસ પધાર્યા હતાં. ત્યારે સમીર ની ઉંમર 17 વર્ષ ની જ હતી.

       રેખાબેન ઘરનાં કામ કરી ને ઘરની જવાબદારી, રૂપા ને સમીર ના અભ્યાસનો ખર્ચો બધો પૂરો પડતા. સમીર પણ તેની મમ્મીનો આધાર બનાવા માટે ભણવાની સાથે કામ પણ કરતો. સમીરનો સ્વભાવ ખૂબ જ સારો હતો. શાંત છોકરો હતો. વડીલની સેવા કરવી. નાના બાળકોને મદદ કરવી. પોતાનાથી થાય એ બધું જ સમીર કરે. સમીર ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો. સમીર ને તેની જવાબદારીનું ભાન હતું. સમીર ભણવાની સાથે નાના બાળકોના ટ્યૂશન લેતો, ડાન્સ ક્લાસ કરતો, નાના મોટા બધા જ કામ કરતો સમીર.

      સમીર અને રેખાબેનની કમાણીથી ઘરના ખર્ચા અને ભણતર પર કોઈ વાંધો આવતો નહી. સમીર બધાની મદદ પણ ખૂબ જ કરતો. સમીર ને તેના પાડોસી પણ કોઈપણ કામ હોય કે સમીર ને જ બૂમ પાડે. અને સમીર પણ એક જ બૂમે બધા ના કામ કરવા દોડી જતો.

    એક દિવસ સમીર અને રૂપા બજાર માં ખરીદી કરવા ગયા હતાં. રૂપા ને ચાટ ખૂબ જ ભાવે તો સમીર જયારે પણ બજાર માં જાય ત્યારે રૂપા ને અવશ્ય ખવડાવે જ. અને આજે પણ બંન્ને એજ રીતે સમીર રૂપા ને ખીજવતા ખીજવતા ભાઈ બહેન ચાટ ની મજા માણી રહ્યા હતાં.

        સમીર ની નજર ચાટ ખાતા ખાતા રસ્તા પર પડે છે. ત્યાં એક 4 વર્ષ નું બાળક રમતા રમતા રસ્તા પર આવી ગયું હતું. અને સામે થી ખુબ જ સ્પીડ માં કાર આવી રહી હતી. કાર ને જોઈને તો એવું જ લાગતું હતું કે જે માણસ કાર ચલાવે છે તે ખૂબ જ નશામાં છે. એ દેખીને સમીર તેની નાસ્તાની ડીસ ફેંકી ને તરત જ એ નાના બાળક ને બચાવવાં દોડે છે.

    સમીર ત્યાં પહોંચીને બાળક ને તો બચાવી જ લે છે પણ તે કાર ની સામે સમીર આવી જાય છે. કાર ની સ્પીડ વધારે હોવાથી સમીર નો ખૂબ જ જોર થોડું એક્સીડેન્ટ થાય છે. એટલા માં તો ત્યાં લોકો ભેગા થઇ જાય છે અને સમીર ને હોસ્પિટલ લઇ જાય છે. સમીર ને વધારે વાગવાથી તેનું ઓપરેશન કરવું પડે છે. રેખાબેન અને રૂપા ખૂબ જ પરેશાન હોય છે. તેમના પર તો આભ જ તૂટી પડ્યું છે. ડૉક્ટર જયારે ઓપરેશન કરી ને બહાર આવે છે ત્યારે ડૉક્ટર રેખાબેન ને કહે છે કે સમીર હાલત સારી નથી. તેને પેરાલીસીસ થઇ ગયો છે. અને સમીર ને સરખું થતા 7 વર્ષ તો થઇ જ જશે. રેખાબેનના જીવનમાં તો જાણે અંધારું જ છવાઈ ગયું. થોડા દિવસ પછી સમીર ને ઘરે લઇ જાય છે.

       એક બાજુ ઘરની કમાણી અડધી થઇ ગઈ હતી અને ખર્ચા વધી ગયા હતાં. રેખાબેને સાત ઘરની જાગ્યા એ બાર ઘરનાં કામ કરવાનાં શરુ કરી દીધા. વધારે કામ કરવાથી રેખાબેન ની તબિયત પણ સારી નહોતી રહેતી. છતાં સમીર સામે દેખી ને પોતાની તબિયત નો વિચાર કર્યા વગર કામ જ કરતા રહેતા. રૂપા 10 વર્ષ ની હોવા છતાં રેખાબેન ની મદદ કરતી. સમીર ની બધી જ જવાબદારી રૂપા એ પોતાના માથે લઇ લીધી હતી.

      જેમ તેમ કરી ને 6 વર્ષ વીતી ગયા. પણ સમીર ની હાલત માં કોઈ જ સુધાર ના થતો. રેખાબેને એક મંદિર નથી છોડ્યું સમીર માટે પ્રાર્થના કરવામાં. ત્રણ તો ડૉક્ટર બદલ્યા. છતાં કોઈ જ સુધાર ના થવાંથી રેખાબેને તો ઉમીદ જ છોડી દીધી. પણ આ બધા માં રૂપા એ હિંમત કે ઉમીદ ના છોડી. અને તેની મમ્મી ને હંમેશા દિલાસો આપતી જ રહે કે ભાઈ ઠીક થઇ જશે. રેખાબેન ના તો કાન તરસી ગયા સમીર ના અવાજ માં 'મમ્મી' સાંભળતા સાંભળતા.

       રૂપા એ 16 વર્ષ ની ઉંમરમાં જ બધી જવાબદારી ઉપાડી દીધી. રૂપા એ સમીર ની પણ હરએક જવાબદારી રેખાબેન ના માટે થી લઇ લીધી. રૂપા સમીર ને ખવડાવવા થી લઇ ને દવા આપવી, ડૉક્ટર ની ઓપોઇમેન્ટ બધું જ રૂપા જ ધ્યાન માં રાખતી. આજે સમીર ની જાગ્યા રૂપા એ લઇ લીધી હતી ઘરમાં. જોડે જોડે રૂપા ડાન્સ ક્લાસ ચલાવતી, સંગીત ના ક્લાસ લેતી હતી. અને રેખાબેન ને પણ મદદ કરતી.

       રૂપા એ કદી ઉમીદ નતી છોડી. રૂપા ને વિશ્વાસ હતો કે એક દિવસ મારો ભાઈ તેના પગ પર ઉભો થશે જ અને આ બધું ફરીથી તે સાંભળી લેશે. રૂપા બધા જ કામ સમીર ના સામે જ કરતી. જેથી સમીર જલ્દી થી તેના પગ પર ઉભો થઇ જાય. સમીર બધું જ દેખી શકતો, સમજી શકતો, બધું જ અનુભવી શકતો. પણ તે પથારી માંથી બિલકુલ હલી ના શકે. અને આ વાત સમીર ના મોઠા પર દેખાઈ આવતું. તે જોઈને રૂપા હંમેશા સમીર ને હોસલો આપે અને ઉમીદ જગાડે કે બધું જ થઇ જશે સારું. તમે ચિંતા ના કરો.

       એક દિવસ રૂપાભાઈ રસોઈ બનાવતી હતી. અને રસોઈ બનાવતા બનાવતા રૂપાની ઓઢણી નીચે મંદિરના દીવાને અડવાથી ઓઢણી નીચેથી બળે છે. રૂપા રસોઈ બનાવતા બનાવતા ફોન પર વાત કરતી હતી તો તેનું ધ્યાન જ ના પડ્યું.

        પણ, આ દેખી ને સમીર ઉભો થવાની કોશિશમાં લાગી જાય છે. ખૂબ જ મહેનત કર્યા છતાં ઉભો ના થઇ શક્યો અને રડવા લાગ્યો. બૂમ પાડવાની કોશિશ કરે પણ તે પણ ના થાય. એટલા માં રૂપાની ઓઢણી બળતા બળતા ઉપર આવી ગઈ હતી. રૂપાથી એ આગ ફક્ત 2 ફૂટ જેટલી જ દૂર હતી. અને બાજુ માં જ ગેસ ની બોટલ પણ હતી. તે દેખી ને સમીર વધારે ગભરાઈ ગયો.

     જાણે ચમત્કાર થઇ ગયો હોય એવી જ રીતે જ્યાં સમીર પોતાને તરસ લાગે તો પણ જાતે પાણી પણ ના પી શકે ત્યાં સમીર જોરથી બૂમ પડી ને રૂપા કહી દોડતો રૂપા પાસે પહોંચી ગયો. અને તેના ગાળામાંથી ઓઢણી લઇ ને નીચે ફેંકી દીધી. અને રૂપાને ભેંટી પડ્યો.

       ભાઈ બહેન એકબીજા ને ભેંટી ને ખુબ જ રડ્યા. સમીરને પોતાના પગ ઉપર ઉભો દેખી ને રેખાબેન તો આંનદ આનંદ. જ્યાં કોઈ ને પણ વિશ્વાસ નહતો. બધાએ ઉમ્મીદ છોડી દીધી. ત્યાં રૂપા ની ઉમ્મીદ અને વિશ્વાસ કામ કરી ગયો. કહેવાય છે ને ઉમ્મીદ થી દુનિયા કાયમ છે. તો સમીર તો ઘર નો આધરસ્તભં હતો. તો એને તો ઉભો થવું જ પડે ને.

       સમીર ધીરે ધીરે બધી જ જવાબદારી ફરીથી ઉપાડી દીધી. અત્યારે તો સમીર પોતાની બહેન ને પહેલા કરતા પણ હવે તો વધારે સાચવે છે. સમીર આજે પણ રૂપાની ઉમ્મીદ ને સલામ કરે છે. જ્યાં સમીરે જ આશા છોડી દીધી હતી ત્યાં રૂપાના વિશ્વાસ અને ઉમીદે ફરીથી સમીર ને ચાલતો નહીં પણ દોડતો કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller