Manishaben Jadav

Thriller

4.9  

Manishaben Jadav

Thriller

રોમાંચક મુસાફરી

રોમાંચક મુસાફરી

3 mins
293


રાહુલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યાં રોજ નવી નવી પ્રવૃત્તિ. તેને અભ્યાસ સાથે આ બધી પ્રવૃત્તિઓમાં વધારે રસ. કોઈપણ પ્રવૃત્તિ હોય તેમાં તે અવશ્ય ભાગ લે. અને સમગ્ર ટુકડીનું સંચાલન તેના હાથમાં જ હોય.

કોલેજનું છેલ્લું વર્ષ હતું. કોલેજમાથી પહાડી વિસ્તારમાં પ્રવાસમાં જવાનું આયોજન કરવામાં આવ્યું. રાહુલ બધામાં હોંશે હોંશે ભાગ લે. પણ આમાં તેને થોડો ડર લાગ્યો કે પર્વતીય વિસ્તારમાં બહુ ઊંચા ડુંગર હોય. ચડવામા તકલીફ થાય. તે ન જવાનું વિચારતો હતો. પરંતુ સાહેબે પહેલું જ નામ એનું લખી નાખ્યું. અને નેતા બનાવ્યો. તેને થયું હવે શું કરવું.

પહાડ પરની મુસાફરી થોડી આકરી. પરંતુ તેને થયું ત્યાં બધા સાથે પર્વત પરની મુસાફરી કરવાની મજા પડશે. સવારે પાંચ વાગ્યે બસમાં જવા માટે સૌ નીકળ્યા. અલગ અલગ પાંચ ટુકડીઓ પાડવામાં આવી અને તેમાં એક એક નેતાની વરણી કરવામાં આવી. બધા થોડા ડરેલા પણ હતા સાથે ઉત્સાહિત હતા.

રાતના દશેક વાગ્યાની આસપાસ તેઓ પર્વતીય વિસ્તારમાં પહોંચી ગયા. સાંજનો સમય હતો, રસોઈ બનાવી સૌ નવરા થઈ ગયા. સાહેબે કહ્યું સવારે પાંચ વાગ્યે આપણે સૌ ડુંગર ચડવા નીકળશુ. ફરી પાછા ક્યારે આવીએ એ નક્કી નથી માટે સૌએ પોતાની સાથે નાસ્તો અને પાણીની બેગ રાખવી.

સવારે ચાર વાગ્યે ઉઠીને સૌ તૈયાર થયા, નાસ્તો લઈ સૌ તૈયાર થયા. ખૂબ ઠંડી અને એમાં સાથે બેગનું વજન લઈ ડુંગર પર ચડવું થોડું મુશ્કેલ લાગતું પણ અમારા સાહેબ કંઈ હાર માને તેમ ન હતા બધા વિદ્યાર્થીઓને એક મોટી દોરી આપી તેને ઉપર પથ્થરમાં ભરાવી. દોરડુ પકડી બધા ચડવા લાગ્યા. ઘણા વિધાર્થીઓ ડરવા લાગ્યા. નીચેથી જ ચડવા તૈયાર ન હતા. માંડ માંડ હિંમત કરી એક ડુંગર પર ચડ્યા. પણ રાહુલની ટુકડીના એક વિદ્યાર્થીની દોરી તૂટી અને તે નીચે પટકાયો. માંડ માંડ એક ઝાડનું સુકાયેલ ઠુંઠું પકડ્યું. બધાના હોશ ઊડી ગયા.

બધા તેને હિંમત આપવા લાગ્યા તું ચિંતા ન કર અમે તને બચાવી લઈશું. નીચે નજર કરી તો મોટી ખાઈ. જો જરાક પણ હાથ કે પગ છૂટ્યો તો સીધા રામ રમી જાય. સાહેબે ફરી એક દોરડું નીચે નાખ્યું અને તેને પકડવા કહ્યું. પણ તે ખૂબ ડરી ગયેલ. ઝાડના સૂકાયેલા થડ પરથી હાથ ખસેડવાની હિંમત ન હતી થતી. બધા વિધાર્થીઓ તેને પ્રોત્સાહન આપવા લાગ્યા કે કંઈ નહી થાય એક હાથથી ઝાડ અને બીજા હાથે દોરડું પકડવાની કોશિશ કરી જો. પણ તે હિંમત કરવા છતાં કંઈ ન કરી શક્યો. હવે શું કરવું કંઈ સમજાતું ન હતું. બધામાં ભયનો માહોલ છવાઈ ગયો. હવે શું કરવું. તે છોકરાનો હાથ લાંબો સમય ઝાડના થડને આધારે ટકી નહિ શકે.

પરેશાની વધતી જતી હતી. કંઈ રીતે બચાવીએ. શું મદદ કરીએ. સાહેબ અને બધા વિદ્યાર્થીઓ કંઈક યુક્તિ વિચારવા લાગ્યા. અંતે એક યુક્તિ સૂઝી કે કોઈપણ એક જણ દોરડું કમર પર બાંધી નીચે તેને બચાવવા જશે. બાકીના બધા ઉપર દોરડું ઉપરથી મજબૂતાઈથી પકડશે.

હજી એક પ્રશ્ન હતો કે નીચે દોરડું બાંધી જાય કોણ. જો દોરડું છૂટ્યું તો જાન બચી શકશે નહિ એ નિશ્ચિત હતું. કોઈ જવા તૈયાર ન હતું પણ રાહુલ તે છોકરાને બચાવવા તૈયાર થયો કે હું જઈશ તેને બચાવીશ સહિ સલામત લયાવીશ. રાહુલ કમર પર દોરડું બાંધી નીચે ઉતર્યો.

બધા ખૂબ સાવધાનીથી દોરડું પકડી ઊભા રહ્યા. રાહુલ દોરડું પકડી નીચે ઉતર્યો પેલા છોકરાના બંને હાથમાં દોરડું પકડાવ્યું અને તેની સાથે ધીમે ધીમે ઉપર ખેંચવા લાગ્યો. જીવના જોખમે પોતાનો જીવ બચાવ્યો.

હતી મુસાફરી અમારી

થોડી લાગી બિહામણી

થોડી લાગી આકરી

અંતે લાવી ખુશી અનેરી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller