Nayanaben Shah

Romance Action

3  

Nayanaben Shah

Romance Action

રંગસંસાર પરમેશ્વરનાે

રંગસંસાર પરમેશ્વરનાે

2 mins
15


મધુરિમા બાગના બાંકડે બેસીને માધવની રાહ જોઈ રહી હતી. માધવ એની આદત મુજબ મોડો જ આવતો હતો. ત્યાં સુધી મધુરિમા આજુબાજુ જોઈ રહી હતી. વિચારી રહી હતી કે પરમેશ્વરે કેટકેટલા રંગનું સર્જન કર્યું છે. દરેક વૃક્ષનું થડ બ્રાઉન હોય છે. દરેક પાંદડાં લીલા રંગના હોય છે. બ્રાઉન રંગ એટલે પ્રકૃતિની સંપૂર્ણતાનું પ્રતિક. બ્રાઉન રંગ વગર જાણે કે કુદરત અધુરી લાગે. ત્યાં જ એની નજર એક ઝાડ પર બાંધેલા માળા પર પડી. એ પણ બ્રાઉન રંગ. ચારેતરફ પ્રકૃતિ એ રંગો વેર્યા છે. પણ બ્રાઉન રંગની વાત જ જુદી હતી. આપણા ખોરાકમાં જે ઘઉંની રોટલી બને છે એ ઘઉંનો રંગ પણ બ્રાઉન. અરે એને ભરવા માટે જે કોથળો હોય છે એ પણ બ્રાઉન.

"અરે,મધુરિમા તું શું વિચારી રહી હતી ?"

"હું વિચારી રહી હતી કે કેટલો સુંદર આ બ્રાઉન રંગ છે. "

"સાચી વાત છે હિમ પ્રદેશના રીંછનો રંગ પણ બ્રાઉન હોય છે. હરણ જેવું સુંદર પ્રાણી પણ બ્રાઉન. . "

"મધુરિમા, થડમાંથી જે ફર્નિચર તૈયાર થાય એ પણ બ્રાઉન. મને તો  બ્રાઉન રંગ બહુ જ પસંદ છે. "

"આપણા લગ્ન વખતે જે ખુરશી પર બસીશું એ પણ બ્રાઉન રંગની. હા,બીજી પણ એકવાત છે આપણું સંતાન આવશે એના ઘોડિયાનો રંગ પણ બ્રાઉન. . "માધવની વાત સાંભળી મધુરિમા શરમાઈ ગઈ. વાત બદલતા બોલી,"મને ભૂખ લાગી છે ચલ બાજુની હોટલમાં જઇને જમી લઈએ. "

બંને જણાં ચાલતા ચાલતા બાજુની હોટલમાં જતાં હતા ત્યાં જ આગળ એક ટોળુ હતું અને એમાંથી એકજણ બોલી ઉઠ્યુ, "આ પાકીટમારને પોલીસને સોંપી દો." ત્યાં જ બીજી વ્યક્તિ બોલી ઉઠી, "મેં પોલીસને ફોન કરેલો જુઓ પોલિસ આવી ગઇ. "

માધવ મધુરિકા સામે જોઈ બોલ્યો,"તને ખબર છે કે બ્રાઉન રંગ નિર્ભરતાનું પ્રતિક છે. પ્રજા મદદ માટે પોલિસ પર નિર્ભર હોય છે એટલે જ તો પોલિસની વર્દીનો રંગ બ્રાઉન હોય છે." વાતો વાતોમાં એ બંને હોટલમાં પહોંચી ગયા.

એટલીવારમાં ફોનની રીંગ વાગી. માધવ વાત કરીને બોલી ઉઠ્યો, "મમ્મીએ કંકોતરીની ડિઝાઇનોનો વોટ્સએપ કર્યો છે. આપણે જમવાનું આવતાં સુધી ડિઝાઇન પસંદ કરી લઇએ."

જમતાં જમતાં બંને બોલી ઉઠ્યા,"આ વખતની હોળી આપણે બ્રાઉન રંગથી રમીશું કારણ આપણા બંનેનો ગમતો રંગ છે. "

"અરે,માધવ મારા નાનાભાઈ માટે પીઝા લઈને ઘેર જવાનું છે." એટલે જ પીઝાનો ઓર્ડર આપી દીધો.

જ્યારે પીઝાનું પેકીંગ આવ્યુ ત્યારે એ જોઈને બને જણાં હસી પડ્યા કારણ કે પીઝાના ખોખાનો રંગ પણ બ્રાઉન હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance