DIPIKA CHAVDA

Classics

4.5  

DIPIKA CHAVDA

Classics

રજવાડું-ગાયકવાડ વંશ

રજવાડું-ગાયકવાડ વંશ

3 mins
435


નંદાજીનામના એક ભાવિક મરાઠા સેના અધિકારી પુણેના ભોગ સામે ગઢ રક્ષક હતા. એકવાર એક મુસલમાન કસાઈ ગાયોનું ધણ લઈને ગઢ પાસેથીનીકળ્યો. નંદાજીનુ લોહી તપી ગયું. તેમણે ગઢના કમાડ ખોલીનાખી ગાયોને અંદરવાળી લીધી. ગાયોને કમાડ કે કવાડ પાછળ રાખી રક્ષા કરી તેથી તેમની ગાયકવાડ અટક પડી. આ વીર નંદાજીના વીર વંશજોએ ગુજરાતમાં મોગલ સરકારનો અંત આણી વડોદરામાં ગાયકવાડ વંશની સપ્તાહની સ્થાપના કરી. મૂળ વ્યવસાય ખેતીનો હતો. નંદાજીના પૌત્ર દામાજીને ખેતીમાં રસના પડ્યો.

૧૬૬૪માં છત્રપતિ શિવાજી મહારાજે મોગલ સત્તાને પડકારી. તેમણે સુરતમાં લૂંટ ચલાવી. ૧૬૯૯માં ખંડેરાવ દાભાડે બાગલાણમાં કર અધિકારી થયો. તેની સેનામાં દામજી જોડાયો. દામાજી ગાયકવાડ ૧૭૦૬ સુધી મોગલ શાસનમાં ઊંડે સુધી આક્રમણ કરી લૂંટ ચલાવી. તેનો દત્તક પુત્ર પિલાજીરાવ તેનો અનુગામી બન્યો. ૧૭૧૯માં ગાયકવાડઓએ સોનગઢમાં રાજધાની સ્થાપી. તે ૧૭૬૬ સુધી રાજધાની રહી. ૧૭૨૪માં અમદાવાદ પાસે મરાઠાઓએ મોગલ સેનાને હરાવી. મોગલ સેનાપતિ સુઝાત ખાન માર્યો ગયો. બીજી એક લડાઈમાં સુરતના મોગલ શાસક રુસ્તમ અલી ખાને આપઘાત કર્યો.૧૭૨૬માં પિલાજીરાવ એ પાટણના નવાબની બેગમ લાડ બીબી પાસેથી વડોદરા જીતી લીધું.

૧૭૩૦માં મોગલોએ બેસવા સાથે સંધિ કરી. તેમની કર ઉઘરાવવાની સત્તાનો સ્વીકાર કર્યો. વચ્ચે પેશવા અને પિલાજીરાવ વચ્ચે અથડામણ પણ થઈ. પણ પેશવાએ સમાધાન વૃત્તિથી કામ લઈ પિલાજીરાવને "સેના ખાસખેલક્ક"નું પદ આપ્યું. આ પૂર્વે રાજા શાહુએ તેના પિતા દામાજીને " સમશેર બહાદુરક્ક "નું પદ આપેલું.૧૭૩૨માં ડાકોરમાં મોગલ રાજ્યપાલ અભેસિંહે ષડયંત્ર થી પિલાજીરાવની હત્યા કરાવી. આથી ત્રમ્બકરાવ દાભાડેની વિધવા ઉમાબાઈએ મોટી સેના સાથે અમદાવાદની સીમમાં પડાવનાખ્યો. અભેસિંહ નમી પડ્યો. ૧૭૩૨માં સિંહાસનને બેઠેલો પિલાજીરાવનો કુંવર દામાજીરાવ બીજો વધારે પરાક્રમી થયો. તને મોગલ રાજ્યપાલ બનેલા અભેસિંહના જોધપુર રાજ્યમાં આક્રમણ કરી આતંક ફેલાવ્યો. ૧૭૩૭માં તેણે મોગલો પાસેથી અમદાવાદ જીતી લીધું. ૧૭૬૩થી૬૬ના વર્ષોમાં તેણે ગુજરાતમાંથી મોગલોને હાંકી કાઢવા પાટણ જીતી લઈ રાજધાની સોનગઢથી પાટણ ખસેડી. ૧૭૬૮માં દામાજીરાવનું અવસાન થતાં તેમનો જ્યેષ્ઠ કુંવર સયાજીરાવ --૧ સિંહાસને બેઠો. આ ગાળામાં રાજધાની પાટણથી વડોદરા લવાઈ. ૧૭૯૩માં ગોવિંદરાવ રાજા થયો. તેને બીજા મરાઠા સૈનિક અધિકારીઓએ સાથના આપ્યો. ૧૮૦૦માં ગોવિંદરાવના અવસાન પછી તેના નબળા અને વ્યસની પુત્ર આનંદરાવને સિંહાસને બેસાડવામાં આવ્યો. મરાઠાઓ વચ્ચે સત્તા માટે અથડામણો ચાલુ રહેતા ૧૮૦૧ થી મુંબઈ સુરતના અંગ્રેજોએ તેનો લાભ ઉઠાવવાનો આરંભ કર્યો.

૧૮૦૨માં અંગ્રેજોને ભૂમિ તથા કરની સત્તા મળી. તેમણે અંગ્રેજ સેનાની સહાય લેવાનું પણ ઠસાવ્યું. એમાં મરાઠાઓની અંગત બાબતોમાં માથું મારવાનું ચાલુ કર્યું. આનંદરાવના અવસાન પછી તેમના ભાઈ સયાજીરાવ--૨ રાજા બન્યા. તે સ્વતંત્ર સ્વભાવના હોવાથી તેમણે અંગ્રેજોની ઉપેક્ષા કરી એમ છતાં અંગ્રેજો ધીરે ધીરે વધારેને વધારે પ્રદેશો દબાવતા દબાવતા છેવટે અમદાવાદ સુધી પહોંચી ગયા. ૧૮૪૦માં ગાયકવાડના પ્રદેશમાં અંગ્રેજોએ સતી થવાના પ્રયાસને દંડને પાત્ર અપરાધ ઘોષિત કર્યો. ૧૮૪૭માં સયાજીરાવનું અવસાન થતાં તેમના જ્યેષ્ઠ કુંવર ગણપતરાવ સિંહાસને બેઠા. તે નિરક્ષર હોવાથી સત્તા અંગ્રેજો ચલાવી. મુસલમાની શાસનમાં રક્ષા માટે હિન્દુઓએ પાડેલી કેટલીક પ્રથાઓ તેમણે બંધ કરાવી. ૧૮૫૬માં મુંબઈથી અમદાવાદ પાટા માર્ગનાખવાની અનુમતી અને પ્રદેશ મેળવ્યા. ગણપતરાવ પછી તેમના ભાઈ ખાંડેરાવ ૧૮૫૬માં રાજા થયા. ૧૮૫૭ના વિપ્લવમાં તેમણે અંગ્રેજોને ભરપુર સહાય કરી. તેમણે અંગ્રેજોના કહ્યા પ્રમાણે શાસન ચલાવ્યું. મકરપુરાનો મહેલ બંધાવ્યો.

૧૮૭૦માં તેમના અવસાન પછી બીજા ભાઈ મલ્હારરાવ સિંહાસને બેઠા. તેમણે દાદાભાઈ નવરોજી જેવાની સહાયથી શાસન સુધારવા માટે પ્રયત્ન કર્યા. પોતાની ઉપેક્ષાથી અકળાયેલા અંગ્રેજ નિવાસી અધિકારી ફેરે ખટપટ કરી મલ્હારરાવને ૧૮૭૭માં પદભ્રષ્ટ કરાવી કારાવાસ કરાવ્યો. મલ્હારરાવ અપુત્ર હોવાથી નવા રાજા રૂપે ગાયકવાડના પરિવારના જ કાશીરાવના પુત્ર ગોપાળરાવનું સયાજીરાવ ત્રીજા નામકરણ કરી તેમનો ૧૮૮૧માં રાજા પદે અભિષેક કરાયો. તેમણે પરદેશોના પ્રવાસ, નિષ્ણાતોના પરામર્શ ,પ્રજા પ્રત્યેના પ્રેમ તથા ઊંડી આપ સૂઝના બળે વડોદરાને દેશનું આદર્શ રાજ્ય બનાવ્યું. ૧૯૩૯ સુધીના સુદીર્ઘ શાસનમાં તેમણે દરેક ક્ષેત્રે વડોદરાને પ્રથમ ક્રમાંક અપાવ્યો. તેમના અવસાન પછી ૧૯૩૯માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ સિંહાસને બેઠા. તેમણે પ્રજાહિતના કાર્યો કર્યા. પ્રજાને અપ્રિય વર્તન પણ કર્યું.

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા અને સ્વતંત્ર ભારતનો જન્મ થયો ત્યારે તેમણે સ્વતંત્ર વડોદરાનું સ્વપ્ન જોયું પણ સરદાર પટેલનો વિરોધ કરી શક્યા નહીં. ૧૯૪૯માં વડોદરા રાજ્ય ભારતમાં વિલીન થતા ગાયકવાડના શાસનનો યુગ સમાપ્ત થયો. તેમના પછી તેમના પુત્ર ફતેસિંહરાવનેને મહારાજાનું પદ મળ્યું. શાસન કરવા પડવું નહીં હોવાથી તેમણે વૈભવી જીવન જીવતા કોંગ્રેસ પક્ષના સાથથી રાજકારણમાં પ્રવેશ કર્યો. પિતાની જેમ તેમણે પણ મોટા ભાગનો જીવનકાળ વડોદરાથી દૂર જ વિતાવ્યો હતો. ૧૯૮૮માં તેમનું અવસાન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics