રહસ્ય - સરસ્વતી નદી
રહસ્ય - સરસ્વતી નદી


સ્કંદપુરાણ મુજબ જ્યારે દેવ અને દાનવોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું હતું. એ વખતે અનેક ચીજવસ્તુઓ નીકળી હતી. જે એક પછી એક વહેંચી લીધી હતી. એક વખતે વડવાનલ નીકળ્યો. જે ગ્રહણ કરવાનો વારો દેવતા પક્ષનો હતો. વડવાનલના ભારેલા અગ્નીના કારણે દેવો એ લેતા ખચકાતા હતા. આખરે સરસ્વતી નદી એ માટે તૈયાર થઈ. એમણે શરત મુકી કે, હું હિમાલયથી નીકળું ત્યારે વડવાનલ મારી પાછળ પાછળ આવે. વડવાનલ એ પ્રમાણે સરસ્વતી નદીની પાછળ જવા તૈયાર થયા.
હિમાલય થી સરસ્વતી નદી નીકળી. પાછળ વડવાનલ જ્યાં જ્યાં સરસ્વતી વડવાનલની આગ સહન ના કરી શક્યા. ત્યાં ત્યાં સરસ્વતી નદી ભૂગર્ભમાં જતા રહેતા. આમ ભારત વર્ષમાં સરસ્વતી નદી એ વડવાનલને પોતાની પાછળ લેતા ગયા. આખરે. તેઓ ગુજરાતમાં સોમનાથ પંથકમાં આવીને વડવાનલને પાછા દરિયામાં સમાવી દીધા. આમ સરસ્વતી નદીએ એક મહાન કાર્ય કર્યું. આમ સરસ્વતી નદી એ આખા ભારત વર્ષમાં ભૂગર્ભમાં વહેતી એક માત્ર નદી છે.