Jyotindra Mehta

Classics

3  

Jyotindra Mehta

Classics

રેવંત ભાગ ૯

રેવંત ભાગ ૯

6 mins
437


બીજે દિવસે રેવંત અને મત્સ્યઘર વહેલી સવારે ઉઠીને પ્રાતઃકર્મ પતાવીને પોતાની કુટિરમાં બેઠા હતા. તેમણે ધ્યાનથી જોયું તો આખી વસ્તી નિદ્રાધીન હતી. સુરજ  ઉગીને ઘણો સમય થઇ ગયો હતો.


સૂર્ય જયારે માથા પર આવ્યો ત્યારે જોયું કે વસ્તીમાં સળવળાટ થયો હતો. મત્સ્યઘરે કહ્યું જોયું મામા બધા કેવા આળસુ છે. રેવંતે કહ્યું કે આળસુ હોવું તે કુદરતની વિરુદ્ધ તો નથી, ધાર્મિક રીતે વર્જ્ય હોઈ શકે પણ કુદરતી છે. ઘણા બધા પ્રાણી અને પક્ષીઓ ફક્ત પોતાની જીવનયાપન માટે જરૂરી હોય તેટલી જ મહેનત  કરે  છે. આપણે બુદ્ધિશાળી પ્રાણી હોવાથી આપણે નિયમો બનાવ્યા છે તેમાં રહીને જીવન જીવીયે છીએ તેનો અર્થ એ તો નથી કે આ નિયમોની વિરુદ્ધ જીવન જીવતું હોય તે મનુષ્ય નથી અને તેને જીવવાનો અધિકાર નથી. રેવંતે જોયું કે વસ્તીમાં મોટેભાગે જીર્ણશીર્ણ કાયા વાળા વૃદ્ધો રહેતા હતા અથવા જે યુવાનો હતા તે અપંગ અથવા નિર્બળ હતા. રેવંતે ધેનુકને કારણ પૂછતાં ખબર પડી કે મોટાભાગના યુવાનો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે અને જે યુદ્ધ કરી ન શકે તેટલા નિર્બળ હતા તેજ જીવિત છે.


ધેનુંકે કહ્યું કે કૈતાભ તને તો ખબર છે કે આ ઉત્તરથી આવેલી પ્રજા અને કથિત દેવતાઓ આપણને અસુર કહીને બોલાવે છે. મારા માટે મારા દેવતા મારુ રક્ષણ કરનાર હોય કે મને મારનાર પહેલા તો તેઓ શાંતિથી આવીને કહે છે કે તમારે આવું જીવન જીવવું જોઈએ.લગ્ન કરવા જોઈએ , માંસાહાર કરવો હોય તો કેટલા પ્રમાણમાં કરવો જોઈએ. હોમહવન કરવા જોઈએ  અને જો કોઈ તેમનો વિરોધ કરે અથવા તેમના કહ્યા પ્રમાણે ન કરે તો હુમલો કરે અને વસ્તી વેરવિખેર કરે અત્યારસુધી  ઘણી બધી વસ્તી આનો ભોગ બની છે.


આપણી જમીન પર કબ્જો કરીને ત્યાં તેઓ ખેતર બનાવે છે અને ત્યાં ધનધાન્ય ઉગાડે છે. રેવંતના મનમાં ઘૃણા ઉભરી આવી. તેણે કહ્યું કે મેં સાંભળ્યું છે તેમના પ્રમુખ દેવતા શિવ છે તો કોઈ તેમની પાસે ગયું નહિ ફરિયાદ કરવા. ધેનુંકે કહ્યું કે કોણ જાય અને કેવી રીતે જાય. ત્યાં પહોંચવાનો રસ્તો દુર્ગમ છે અને અહીંથી ઉત્તર તરફ જતા રસ્તા પર ચોકીઓ જ્યાં પહેરેદારો રોકી દે છે. અને આપણા ઘણા બધા નેતાઓ એ દેવો સાથે યુદ્ધ કર્યું છે એટલે હવે ફરિયાદ કરવી એ મૂર્ખતા છે. આપણા પૂર્વજો શિવની પૂજા કરતાજ હતા ને પણ બદલામાં શું મળ્યું આપણા રાજાઓની હત્યા જેને દેવતાઓ વધ કહે છે. આમ ઘણી વાર સુધી રેવંત અને ધેનુક વાતચીત કરી રહ્યા.


બે ત્રણ દિવસ પછી રેવંત એક વૃક્ષ નીચે બેસીને ચિંતન કરી રહ્યો હતો ત્યાં કોઈએ પાછળથી આવીને તેની આંખો બંદ કરી. તેણે સ્ત્રિસ્પર્શનો અનુભવ થયો તેથી કહ્યું કે 'ધન્વી આપ એવું ન કરો.' ધન્વીએ હસીને કહ્યું કે 'તું મને ઓળખી કેવી રીતે ગયો અને તું પણ મને આપ આપ ન કહીને તું કહીને બોલાવ.' રેવંતે કહ્યું કે 'મને આ વસ્તીમાં વધારે કોઈ જાણતું નથી આટલો કોમળ સ્પર્શ તો તારો જ હોઈ શકે તેથી હું ઓળખી ગયો'. ધન્વી શરમાઈ ગઈ અને કહ્યું કે 'શું મારો સ્પર્શ આટલો બધો કોમળ છે અને શું હું સુંદર છું ?' રેવંત મુંઝાઈ ગયો તેણે આજ સુધી પોતાની બહેનોને છોડીને કોઈની સાથે આમ વાત ન કરી હતી. તેણે કહ્યું કે એટલે એટલે...


ધન્વી બોલી કે કેટલો શરમાય છે. તે કોઈ દિવસ પત્ની સાથે પ્રણયવાર્તા નથી કરી ? અને હવે તો તારી પત્ની પણ જીવિત નથી અને અમારા ત્યાં તો પ્રણય કરવા પરણવું જરૂરી નથી. તું મને ગમે છે તેથી હું તારી સાથે વાત કરી રહી છું. તારી ભુજાઓ, તારી છાતી, તારા ખભા, બધું કેટલું મજબૂત છે. એમ લાગે કે તારી આગોશમાં હું જીવનભર રાહુ શું હું તને નથી ગમતી ?' ધન્વીની આવી વાતો સાંભળી રેવંત હાજી શરમાઈ ગયો અને કહ્યું તું કેવી વાત કરે છે તારા ભાઈ સંભાળશે તો તેમને ખરાબ લાગશે.' ધન્વી એ કહ્યું 'અમારી વસ્તીમાં કોણે કોની સાથે રહેવું કોની સાથે પ્રણય કરવો તે વ્યક્તિ જ નક્કી કરે છે પરિવાર નહિ. ધેનુક મને નહિ રોકે . હા પણ હું તને ન ગમતી હોઉં તો વાત જુદી તો હું તારી પાસે નહિ આવું.' રેવંતે કહ્યું 'હું હજી પત્નીને ભૂલી શક્યો નથી. ધન્વી એ કહ્યું કે તું મારી કુટિરમાં ચાલ હું તને આ જગત ભુલાવી દઈશ. હવે રેવંત મોટાભાગનો સમય ધન્વીની કુટિરમાં જ વિતાવતો.


એક દિવસ મત્સ્યઘર તેને મળ્યો અને કહ્યું મારુ કામ અહીં પૂરું થયું છે હવે હું મારુ આગળનું કામ કરવા જાઉં છું. રેવંતે કહ્યું કે આગળનું કામ એટલે અસુરોને શોધીને તેમને મારવાનું કામ. મત્સ્યઘરે કહ્યું મને પ્રભુ કાર્તિકેયનો આદેશ મળ્યો છે તે પરમને જ કરીશ. રેવંતે કહ્યું 'આ લોકો અગત્સ્યમુનિ એ કહ્યું તેવા નથી આપણને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. આ લોકો તો સીધાસાદા છે. મેં તો આ વસ્તી માં કોઈને માંસ ભક્ષણ કરતા પણ નથી જોયા. મત્સ્યઘરે કહ્યું કે સત્ય અને અસત્ય હું ન જાણું મને તો જે આદેશ મળ્યો છે તે પ્રમાણે જ કરીશ એમ  કહીને મત્સ્યઘર નીકળી ગયો.


15 દિવસ પછી ધેનુંકેની કુટિરમાં અડધી રાત્રે બે જણા વાત કરી રહ્યા હતા. ધેનુકને પૂછવામાં આવ્યું કે તેને શંકા તો નથી આવી. ધેનુંકે કહ્યું તેના મનમાં કોઈ શંકા નથી આવી અને આવી પણ હોય તો ધન્વી છે ને તે તેનો ભાગ બરાબર ભજવી રહી છે.


બીજે દિવસે રેવંતની મુલાકાત દુર્વાસુર સાથે કરાવી. દુર્વાસુર સશક્ત શરીર અને મોહક ચેહરાનો સ્વામી હતો. પણ વાસુદેવે કહ્યું તેમ રાજસી વસ્ત્રો નહોતા પહેર્યા અને તેની પાસે ઘોડો પણ નહોતો. દુર્વાસુરે રેવંતને ગળે લગાડ્યો અને કહ્યું કે 'બંધુ આપનું સ્વાગત છે. રેવંતના ખબર અંતર પૂછ્યા અને તેની આપવીતી સાંભળ્યા પછી કહ્યું કે ચિંતા ન કરો બંધુ આપણે દેવોને પહોંચી વળશું પણ શું કરું ? મારી પાસે યોગ્ય યોદ્ધાઓનો અભાવ છે અને ઉત્તરથી આવેલા જમીનભૂખ્યાં વરુઓ પાસે મોટી અને સશક્ત સેના છે. ખબર નહિ તેમની ભૂખ કેટલી ઉગ્ર છે જેમાં ન જાણે કેટલા બંધુઓ હોમાઈ ગયા. તેઓ કહે છે તે કહે તેમ કરીયે અને તે કહે તેની પૂજા કરીયે તો જ અમને જીવવા દેશે. પણ મેં બીડું ઉઠાવ્યું છે સ્વમાનના રક્ષણનું અને તેના માટે મારા પ્રાણ જાય તો પણ પરવા નહિ. અને બંધુ કૈતાભ શું તું મારા આ અભિયાનમાં સાથ આપશે ?' એમ કહીને તેને રેવંત સામે હાથ આગળ કર્યો. રેવંત તેના મુખ તરફ જોઈ રહ્યો તે અવઢવમાં હતો સત્ય શું અસત્ય શું તેની ખબર પડતી ન હતી. દુર્વાસુરે તેનો પ્રશ્ન ફરી દોહરાવ્યો ત્યારે રેવંત નિદ્રામાંથી જાગ્યો હોય તેમ તેણે કહ્યું અન્યાય સામે લાડવા હું પ્રતિબદ્ધ છું. દુર્વાસુરે કહ્યું કે હું થોડા દિવસ પછી તને મળવા ફરી આવીશ આ અભિયાન કેવી રીતે આગળ વધારવી તેની ચર્ચા કરીશું.


દુર્વાસુર રવાના થયા પછી રેવંતે ધેનુકને કહ્યું કે બંધુ હું પણ થોડા દિવસ બહાર જઈ આવું અને અત્યારની પરિસ્થિતિની પૂર્ણ જાણકારી લાઉ. જે આપણા અભિયાનમાં ઉપયોગી પડે. બીજે દિવસે સવારે રેવંત ધન્વી ઉઠે તેની પહેલા ઉઠી ગયો. તેના નિર્દોષ મુખ તરફ દ્રષ્ટિ કરી. રેવંતે તેના અઢારનું ચુંબન લીધું અને અગત્સ્યમુનિના આશ્રમ જવા નીકળી ગયો. બે દિવસ પછી જયારે તે અગત્સ્યમુનિના આશ્રમમાં પચ્યો ત્યારે રાત પડી ગઈ હતી તે સીધો અગત્સ્ય મુનિ ના કુટિર તરફ આગળ વધ્યો. તે જેવો કુટિરમાં પ્રવેશે તે વખતે કોઈ બીજી વ્યક્તિનો અવાજ સાંભળી તેના પગ થંભી ગયા. તે વ્યક્તિ એ અગત્સ્ય મુનિને કહ્યું મુનિવર મારે મારા રાજ્યની સીમાઓ વધારવી છે પણ આપ જો તેનું સમર્થન કરો તોજ હું આગળ વધી શકું. અગત્સ્યમુનિએ કહ્યું કે 'રાજન આપનું રાજ્ય આમ પણ વિશાલ છે તો આપણે શા માટે સીમા વધારવી છે ?' તે વ્યક્તિએ કહ્યું 'મુનિવર આપ તો જાણો છો મારા રાજ્યની વસ્તી વધી ગઈ છે અને ખેતી માટે જમીન ઓછી પડે છે તેથી મારે ખેતી લાયક જમીનની જરૂર છે ફક્ત પ્રજાની સુખાકારી માટે.' અગત્સ્યમુનિ એ કહ્યું 'મારા જીવનનો ઉદ્દેશ લોકોની સુખાકારી અને જ્ઞાનનો ફેલાવો એટલો જ છે પણ આપ ધ્યાન રાખજો કે સીમા ફેલાવાવમાં આપ બીજી કોઈ પ્રજાને અન્યાય ન કરી બેસો ?' રાજાએ કહ્યું કે, 'મુનિવર આપ જાણો છો કે મેં મારા જીવનમાં કોઈ દિવસ અન્યાય નથી કર્યો.' અગત્સ્યમુનિ એકહ્યું કે 'ઠીક છે રાજન આપ આગળ વધો પણ કોઈને અન્યાય થાય તે હું નહિ સાંખુ.' રાજા પ્રણામ કરીને બહાર નીકળ્યો અને એક દિશામાં આગળ વધ્યો. રેવંત તેની પાછળ ગયો. રાજા આશ્રમની બહાર એક વ્યક્તિ ઘોડો પકડીને ઉભી હતી તેની પાસે ગયો. તે વ્યક્તિ એ રાજાને પૂછ્યું 'મહારાજ મુનિ માન્યા ?' રાજાએ કહ્યું કે 'ખુબ મુશ્કેલી પડી પણ આખરે માન્યા ખરા. તેણે પછ્યું પણ આપનું રાજ વિસ્તીર્ણ કરવું હોય તેમાં મુનિ નું સમર્થન શા માટે જોઈએ ?'


રાજા એ કહ્યું 'અગત્સ્યમુનિના સમર્થન પછી મારા રાજ્યના વિસ્તારને ધાર્મિક કાર્ય તરીકે જોવાશે અને કોઈ વિરોધ નહિ કરે. અને હસતા હસતા તેઓ ઘોડાપર સવાર થઇ ત્યાંથી નીકળી ગયા. તે અગત્સ્યમુનિની કુટિર પાસે આવ્યો ત્યાં વાસુદેવ તેમની સાથે વાત કરી રહ્યા હતા વાસુદેવે કહ્યું કે 'મુનિવર આપ જાણો છો કે આ રાજા કુટિલ છે છતાં આપ તેનું સમર્થન કેમ કરો છો. અગત્સ્ય મુનિએ કહ્યું કે 'હું જાણું છું તેને ફક્ત પોતાના રાજ્યવિસ્તારમાં રસ છે. પણ અત્યારે મારે તેની જરૂર છે અસુરો સાથે યુદ્ધ માટે તેથી તેને નારાજ ન કરી શકું. અને એક વાર દુર્વાસુરનો વધ થાય તેના પછી તે રાજ્ય માટે યોગ્ય રાજા પણ શોધી લઈશું અથવા તૈયાર કરીશું.' રેવંત વિચારમાં પડી ગયો દરેક જાણ પોત પોતાની રમત રમી રહ્યું છે એમાં મારુ સ્થાન ક્યાં શું હું ફક્ત એક પ્યાદું છું. શિવ મારુ માર્ગદર્શન કરો. રેવંત અગત્સ્યમુનિને મળ્યા વગર ત્યાંથી નીકળી ગયો. આખી રાત તેને જંગલમાં એક વૃક્ષની ડાળ પર બેસીને વિતાવી. બીજે દિવસે તે ગામની બહાર પહોંચ્યો અને ત્યાંનું દ્રશ્ય જોઈને તેની આંખો ક્રોધથી લાલ થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics