Jyotindra Mehta

Classics

3  

Jyotindra Mehta

Classics

રેવંત ભાગ- ૭

રેવંત ભાગ- ૭

6 mins
328


કાર્તિકેય અને રેવંત ઋષિ અગત્સ્યની વાત શાંતિથી સાંભળી રહ્યા હતા. રાત્રિભોજનનો સમય થઇ ગયો હતો. ઋષિએ કહ્યું કે હવે આપ ભોજન કરીને વિશ્રામ કરો આવતીકાલે સવારે તમને અહીંના ગામોની માહિતી અને ત્યાં પહોંચવાનો માર્ગ સમજાવીશ અને તમે આ મહાનકાર્ય કેવી રીતે કરશો તે વિષે મંત્રણા કરશું. અને કાલે સવારે મારો પ્રિય શિષ્ય વાસુદેવ પણ આવે છે તેની પાસે વધુ માહિતી છે તે પણ તમને આપશે. શિવ તમારું કલ્યાણ કરે એટલું કહીને અગત્સ્ય પોતાની કુટિર તરફ વિદાય થયા. તેઓ રાત્રે ભોજન કરતા ન હતા. રાત્રી ભોજન ફક્ત આવેલા અતિથિઓ માટે હતું. ભોજન કરીને રેવંત એક કુટિરમાં ગયો અને ઘાસ ની બનાવેલી શૈયા પાર સુઈ ગયો.


રાત્રે તેને એક સ્વપ્ન આવ્યું તેમાં જોયું કે તે કોઈ વ્યક્તિ પર તલવાર ઉગામી રહ્યો હતો અને તેની અને તે વ્યક્તિની વચ્ચે શિવ આવી ગયા અને કહ્યું કે આ મારો ભક્ત છે તેને છોડી દે. રેવંત જાગી ગયો તેને જોયું કે સૂર્ય ઉગવાની તૈયારીમાં છે. તે ઉભો થયો અને બહાર આવ્યો. પ્રાતઃકર્મ પતાવ્યા પછી નદી કિનારે જઈને સ્નાન કરી આવ્યો. તેણે પોતાના સ્વપ્નની વાત અગત્સ્ય મુનિને કરવાનું વિચાર્યું. સવારે બધા મળ્યા ત્યારે ઋષિ વાસુદેવ પણ ત્યાં હતા. વાતચીતની શરૂઆત વાસુદેવે કરી તેણે કહ્યું કે મેં મેળવેલી માહિતી પ્રમાણે દુર્વાસુરને ૧૨ દળો  એ પોતાનો અધિપતિ માની લીધો છે. અસુરોએ હવે ચોરી કરવાનું પણ શરુ કર્યું છે તેઓ લોકોના પાળેલા પશુઓ ઉપરાંત સુવર્ણ પણ ચોરે છે. તે સુવર્ણ તેઓ વહાણથી કોઈ ટાપુ પર મોકલી રહ્યા છે.દુર્વાસુરનું બળ પણ વધી રહ્યું છે. પહેલા તો તે પગપાળા પ્રવાસ કરતો હતો અને વલ્કલ પહેરતો હતો પણ હવે તે ઘોડા પાર પ્રવાસ કરે છે અને વસ્ત્રો પણ દેવોના જેવા પહેરે છે અને માથે સોનાનો મુગટ પહેરે છે. તેની રહેણી કરણી રાજાની જેવી થઇ ગઈ છે. તેના આ પરિવર્તનને લીધે બાકીના ૬ દળો તેનાથી ક્રોધિત છે અને તેને અધિપતિ તરીકે માન્યતા આપી નથી. તેમનું કહેવું છે કે જો તે પોતાની વેશભૂષા દેવો અને રાજાની જેમ કરે છે તો પછી તેના અને દેવોના વચ્ચે ફરક શું તેણે અસુરની જેમ જ રહેવું જોઈએ. અત્યાર સુધી તો અસુરો ફક્ત ગામોને જ પોતાનું લક્ષ્ય બનવતા હતા પણ હવે નાગરોમાં પણ પહોંચી ગયા છે નગરોમાં પણ અસુરોનો ત્રાસ વધી ગયો છે. નગરવાસીઓ ભયભીત છે. તિરુત્તાનીલાઈ, સ્વામીમલી, તિરુવનાનીકુંડાઈ,તિરુચુદુર આ નગરોમાં અસુરોનો ત્રાસ વધી ગયો છે અને એકલપંડે કરતા હોવાથી પકડાતા નથી અને થોડા નાગરિકોને ભ્રષ્ટ પણ કરી દીધા છે તેઓ હવે માંસમદિરાનું સેવન કરે છે અને તે નગરોમાં વેશ્યાલય પણ ખુલી ગયા છે અને તે ખોલનારા વ્યાપારીઓ છે. તેથી હે કાર્તિકેય તમારું મુખ્ય કામ ફક્ત યુદ્ધ નહિ પણ ભ્રષ્ટ થઇ ગયેલા લોકોને સત્માર્ગે વાળવાનું છે.


અગત્સ્યે કહ્યું કે સમસ્યા ખુબ ગંભીર થઇ ગઈ છે તેથી હે કાર્તિકેય તમે આને કેવી રીતે પહોંચી વળશો તે કહો. કાર્તિકેયે કહ્યું કે હું આ શહેરોમાં ફરીને લોકોમાં ધર્મજાગૃતિ લાવીશ અને મત્સ્યઘર ગામેગામ ફરીને અસુરોને ઓળખીને તેમનો વધ કરવાનું કામ કરશે અને રેવંતમામા તમે અસુરોના જે ગામો હોય ત્યાં જઈને શિવનું માહાત્મ્ય વધારી તેમને ધર્મના રસ્તે વાળો. જો તેઓ નહિ માને તો પછી ફક્ત યુદ્ધ એજ કલ્યાણ. વાસુદેવ આપ રેવંતમામા સાથે જાઓ અને તેમને અસુરોના ગામ પહોંચવા માર્ગદર્શન કરો.


મુનિવર આપ પણ પોતાનું એક મહત્વનું યોગદાન આપો. આપ દરેક ગામની બહાર એક આશ્રમ બનાવો અને ત્યાં ધર્મ, યોગ અને શસ્ત્રવિદ્યા નું શિક્ષણ આપો જેથી દરેક નાગરિક માનસિક રીતે અને શારીરિક રીતે મજબૂત બને. આપ અહીંના લોકો માટે ફક્ત ધર્મગ્રંથ નહિ પણ નીતિશાસ્ત્રની રચના કરો જે અહીંની ભાષામાં હોય ફક્ત સંસ્કૃત નહિ પ્રાકૃત ભાષામાં પણ ગ્રંથોની રચના કરો. અને આ મહાકાર્ય માટે જતા પહેલા આપ અમને બધાને આપે જે નિશસ્ત્ર યુદ્ધવિદ્યાનો આવિષ્કાર કર્યો છે તેનું જ્ઞાન પણ આપો. રેવંતે કહ્યું 'મુનિવર આપણે એક પ્રશ્ન પૂછવો છે અગત્સ્યે કહ્યું કે પૂછો.' 'રેવંતે કહ્યું કે ગઈકાલે મને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં હું એક વ્યક્તિ પણ તલવાર ઉગામી રહ્યો હતો અને વચ્ચે મહાદેવ આવી ગયા અને તેને ન મારવાનું કહ્યું તો આપ આ સ્વપ્નનો અર્થ સમજાવો.' અગત્સ્યે કહ્યું કે 'આ સ્વપ્નનો અર્થ શું થાય તે ફક્ત સમય જ કહી શકે. શિવની વાત ફક્ત શિવ જ સમજી શકે ભલે ને તે સ્વપ્નમાં હોય તો પણ. શિવ કલ્યાણ કરે.


રેવંત નિત્યક્રમ પ્રમાણે વહેલો ઉઠી ગયો અને કસરત કરવા મેદાનમાં ગયો. ત્યાં જોયું તો ઘણા બધા વિદ્યાર્થીઓ કસરત કરી રહ્યા હતા તથા યુદ્ધવિદ્યાનો અભ્યાસ કરી રહ્યા હતા. તેણે અત્યાર સુધી મલ્લવિદ્યા, મુષ્ટિયુદ્ધ, તલવારબાજી, ગદાયુદ્ધ જેવી અનેક વિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો અને તેમાં પ્રવીણ બન્યો હતો પણ આ વિદ્યાર્થીઓ જે યુદ્ધવિદ્યાનો અભ્યાસ કરી રહ્યા હતા તે થોડી અલગ હતી. બે જણા એક હાથ જેવડી નાની તલવારથી લડી રહ્યા હતા તો બે જણા એકદમ લાંબી અને લચીલી તલવારથી લડી રહ્યા હતા એ તલવારનું નામ ઉરૃમી હતું. ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હાથો હાથની લડાઈનો અભ્યાસ કરી રહ્યા હતા અને તેમની મુદ્રાઓ પ્રાણીઓ જેવી હતી.


ત્યાં હાજર રહેલા ગુરુ તત્વધર સાથે વાત કરી તો તેમને કહ્યું કે 'આ યુદ્ધવિદ્યાનો આવિષ્કાર મહાગુરુ અગત્સ્ય દ્વારા કરવામાં આવ્યો છે. આ યુદ્ધવિદ્યાનું નામ કલારી થટટ છે. આ શસ્ત્ર સાથે કે નિશસ્ત્ર યુદ્ધ કરવાની વિદ્યા છે. નિશસ્ત્ર યુદ્ધવિદ્યામાં પણ ઘણા બધા પ્રકાર છે, જેમાં જુદા જુદા પ્રાણીઓની મુદ્રામાં યુદ્ધ કરવામાં આવે છે અને સૌથી ઘાતક મર્મવિદ્યા. જોકે એમાં નિપુણતા મેળવવા ઘણોબધો સમય જોઈએ. આ યુદ્ધવિદ્યાનો આવિષ્કાર કરવાનું કારણ અસુરો અને તેમની આક્રમણ કરવાની પદ્ધતિ. તેઓ યુદ્ધના કોઈ નિયમ નથી માનતા તેઓ કોઈ પણ સમયે આક્રમણ કરે છે રાત્રે બધા નિદ્રામાં હોય તે વખતે પણ કલારી થટટને લીધે અમે તેમનો સામનો કરવા સમર્થ થઇ ગયા છીએ.


રેવંતે કહ્યું કે 'મને તમારી વાતચીત પરથી લાગી રહ્યું છે કે તમારે મન કલારી થટટ એ શ્રેષ્ઠ યુદ્ધવિદ્યા છે અને અમે જે શીખ્યા છીએ તે આની સામે તુચ્છ છે.' તત્વધરે કહ્યું કે 'મને બધી યુદ્ધવિદ્યાઓ પ્રત્યે માન છે પણ કલારી થટટમાં યોગ, નૃત્ય અને યુદ્ધવિદ્યાનો સંગમ છે.' રેવંતે કહ્યું કે 'જો તમને એવું લાગતું હોય કે કલારી થટટ જ શ્રેષ્ઠ છે તો તે પુરવાર કરવા મારી સાથે યુદ્ધ કરો અને મને હરાવો.' એક મોટું કુંડાળું દોરવામાં આવ્યું અને તેમાં રેવંત અને તત્વધર પોતપોતાની તલવાર લઇ ઉભા રહ્યા. ત્યાં અભ્યાસ કરનારા બધા વિદ્યાર્થીઓ આ અનોખું દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભા રહ્યા. એક તરફ પરંપરાગત યુદ્ધવિદ્યાનો જાણકાર રેવંત તો બીજી બાજુ નવી યુદ્ધવિદ્યાનો પક્ષધર તત્વધર. થોડીવાર યુદ્ધ કર્યા પછી બંનેને ખબર પડી ગઈ એકબીજાને આસાનીથી હરાવી શકાય તેમ નથી. એક આખો પ્રહર આ દ્વંદ્વ યુદ્ધ ચાલતું રહ્યું પણ પરિણામ શૂન્ય રહ્યું. તેથી યુદ્ધ બંદ કર્યું અને તત્વધર રેવંતને ભેટી પડ્યો અને કહ્યું કે 'તમે મારા મનમાં આવી ગયેલ અભિમાન ઉતારી દીધું છે. કલારી થટટને હું સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યો હતો પણ તમે દર્શાવી દીધું કે કલારી થટટ સર્વશ્રેષ્ઠ નથી.' રેવંતે કહ્યું કે 'ગુરુજી મારુ માનવું છે કે કલારી થટટ અદભુત અને શ્રેષ્ઠ છે. પણ તેની સાથે પરંપરાગત યુદ્ધકળાનો પણ અભ્યાસ કરવો જોઈએ. દરેક નવી કળા માટે જૂની કળાને ભૂલી જવું યોગ્ય નથી અને યાદ રાખવું જોઈએ કે તે અત્યારસુધી વપરાતી હતી કારણ તે યોગ્ય હતી તેથી જૂની કળાનો તિરસ્કાર ન કરવો. નવું શીખો પણ જૂનું ન ભૂલશો. અને ગુરુજી કાલથી હું તમારી પાસે વિદ્યાર્થી તરીકે આવીશ કલારી થટટ શીખવા. આમ બીજા દિવસથી કાર્તિકેય, રેવંત, મત્સ્યઘર અને બીજા સૈનિકોનું પ્રશિક્ષણ શરુ થયું. એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા સુધી આ પ્રશિક્ષણ ચાલ્યું. કાર્તિકેય અને રેવંત ખુબ સારા વિદ્યાર્થી પુરવાર થયા તે કલારી થટટમાં રહેલી જુદી જુદી મુદ્રાઓ શીખી ગયા ઉપરાંત નૃત્ય પણ શીખ્યા


કાર્તિકેય અને રેવંતે પ્રાચીન યુદ્ધકળા અને નવી યુદ્ધકળાનો સંગમ કરી નવી પદ્ધતિથી લડવાનું શરુ કર્યું. સવારથી સાંજ યુદ્ધાભ્યાસ અને સાંજ પછી અસુરો વિષે ચર્ચા અને ગામોના નકશા સમજતા હતા. થોડા દિવસ પછી રેવંતે તત્વધરને લાગલગાટ પાંચ વાર હરાવ્યા પછી અગત્સ્યમુનિએ જાહેર કર્યું કે તેમનું પ્રશિક્ષણ પૂરું થયું છે અને આગળના પ્રવાસ માટે તૈયાર રહો.


Rate this content
Log in

Similar gujarati story from Classics