Jyotindra Mehta

Classics

3  

Jyotindra Mehta

Classics

રેવંત ભાગ - ૧૪

રેવંત ભાગ - ૧૪

3 mins
231


રૈવંત અનુભવોથી લાધેલા જ્ઞાનનું સમ્માન કરો આપનો નિર્ણય ઉચિત છે. રેવંતે આંખો ખોલીને જોયું તો આજુબાજુમાં કોઈ નહોતું તેને ફરી આંખો બંદ કરીને પૂછ્યું, 'મહાદેવ આપ છો ?' અવાજે કહ્યું કે 'હું મહાદેવ છું હું તારી અંતરાત્મા છું. હું દરેક વ્યક્તિની અંદર વસેલો છું જયારે તે સાચી ઇચ્છાશક્તિથી મને બોલાવશે ત્યારે હું જરૂર બોલીશ.' રેવંતે પૂછ્યું, 'શું મારો નિર્ણય સાચો છે ?' 'હા ઉચિત છે પણ અને માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડશે આપ હવે મહાદેવ ના ગણ નહિ કહેવાઓ અને આપ ફરી કૈલાસ પર નહિ આવી શકો કારણ હવે આપે ખુબ મોટી જવાબદારી ઉપાડી લીધી છે. રેવંતે કહ્યું કે 'મારે આપણે એક પ્રશ્ન પૂછવો છે.' મહાદેવે કહ્યું 'કે પૂછો હું આપણા પ્રશ્નના સમાધાનનો પ્રયત્ન કરીશ.' રેવંતે પૂછ્યું, 'હે મહાદેવ આ ધરતી પર દરેક જીવ આપે બનાવેલો છે તો પછી આ યુદ્ધ શા માટે ? શું એ આપ તે રોકી ન શકો ?'


મહાદેવે કહ્યું કે 'ઉચિત પ્રશ્ન છે હવે હું કહું તે ધ્યાનથી સાંભળજો આ સૃષ્ટિની રચનાનો ભાર મેં બ્રહ્મા પર નાખ્યો અને તેનું સંચાલન વિષ્ણુ કરે છે અને જ્યાં સુધી કોઈ મોટી વિપત્તિ નથી આવતી ત્યાં સુધી વિષ્ણુ હસ્તક્ષેપ કરતા નથી અને જયારે યુગ પૂરો થાય છે ત્યારે આ સૃષ્ટિનો વિનાશ હું કરું છું. આ નાના યુદ્ધો છે તે સૃષ્ટિ સંચાલનમાં ખુબ નાની ઘટના છે. દરેક સજીવે પોતાના અનુભવોથી શીખવું પડશે આમાં ઘણી બધી પીઢીઓ હોમાઈ જશે પણ એક દિવસ મનુષ્ય પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરશે અને યુદ્ધની વિભીષણતા સમજશે અને પોતાનું સત્ય સમજશે ત્યારે આ બધું બંદ થઇ જશે, જેમ તમને જ્ઞાન લાધ્યું તેમ બીજાઓને પણ લાધશે. રેવંતે કહ્યું કે 'મનુષ્યજીવનનું સત્ય શું છે ?' મહાદેવે કહ્યું કે 'દરેક મનુષ્યનું જીવન ક્ષણિક છે તે શરીર નશ્વર છે તે સમજે છે કે તે છે પણ તે તે નથી તે હું છું અને સમજે છે કે તે બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, શાસન કરી રહ્યો છે પણ તે કઈ જ નથી કરી રહ્યો છે તે સૃષ્ટિચક્રનો અણુભાગ છે. સૃષ્ટિનું ચક્ર હું છું, દરેક જીવ હું છું અને મનુષ્ય જીવનભર પોતાનો અહમ પકડી રાખે છે જે દિવસે તે અહમ છોડીને મારા શરણે આવશે તે મુજમય બની જશે. દરેક મનુષ્યે શોધવાનું છે જીવનનું લક્ષ્ય જેવું આપણે મળ્યું તેવું બીજાને પણ મળશે તેથી આપ આપણા રસ્તે વધો આપણું કલ્યાણ થાઓ.'


રૈવંત ખોલીને જોયું તે રણ મેદાનમાં જ હતો. યુદ્ધ પૂર્ણ થઇ ચૂક્યું હતું. કાર્તિકેયે રેવંતના ખભે હાથ મુક્યો અને કહ્યું કે 'મામા આપ થાકી ગયા છો આરામ કરો અને અહીં હવે કોઈ રાજા નથી તેથી તેના મંત્રી સાથે વાત કરી છે તેઓ આ પ્રદેશ ખાલી કરશે અને આપ લોકોને અહીં વસાવી શકો છો.' રેવંતે કહ્યું કે 'તેમને આ પ્રદેશ ખાલી કરવાની જરૂર નથી જ્યાં ગામો વસ્યા છે ત્યાં હું એક નગર વસાવવા માંગુ છું અને તેમાં જે કોઈ મદદની જરૂર પડે તો તે કરવાનું કહો.' કાર્તિકેયે કહ્યું 'જેવી આપણી ઈચ્છા. રેવંત મહેલ માં જવાને બદલે એક નાની કુટિરમાં ગયો અને સુઈ ગયો.


સ્વપ્નમાં તેણે જોયું કે તેની પ્રિય બહેન સતી આવી અને કહ્યું કે ભાઈ મને તારા પર ગર્વ છે. તું રાજા થવાને લાયક હોવા છતાં તે તારું જીવન સેવામાં વિતાવ્યું પ્રથમ તે મહાદેવની સેવા કરી અને હવે તું લોકોની સેવા કરવા તત્પર છે. તું ખરેખર મારો પ્રિય ભાઈ છે સતીએ હાથ આગળ કરીને તેના માથા પર મુક્યો. રેવંતે આંખ ખોલીને જોયું તો ત્યાં કોઈ નહોતું પણ તેણે વિશ્વાસ હતો કે તેની બહેન ત્યાં આવીને આશીર્વાદ આપીને ગઈ છે. રેવંતે વિચાર્યું હવે મારે સુઈ જવું જોઈએ કાલથી મારે ઘણા કામ કરવાના છે.

 

 

ઉપસંહાર

           રેવંતે એક મોટી નગરી વસાવી તેનું નામ દુર્વાપુર રાખવામાં આવ્યું અને રૈવંતે જીવન પર્યન્ત તેમની સેવા કરી. આ બાજુ કાર્તિકેય અસુરો વિરુદ્ધ ખુબ યુદ્ધ લડ્યા અને અંતે તેમને સુબ્રમણ્ય નામની જગ્યાએ આરામ મળ્યો અને સુબ્રમણ્ય નદીમાં પોતાની તલવાર છેલ્લી વાર સાફ કરી અને નજીક એક પર્વત પર સમાધિ લીધી તે પર્વત કુમારપર્વતના નામે જાણીતો છે અને સામાન્ય રીતે સમાધિ બેસીને કે સૂઈને લેવામાં આવતી હોય છે પણ કાર્તિકેયે ઉભા જ સમાધિ લીધી જે તેમનું દુષ્કર યોદ્ધા હોવાનું પ્રમાણ છે. આ સમાચાર રેવંતને મળ્યા પછી તેણે પણ તે નગરની બહાર જે ટેકડી હતી ત્યાં સમાધિ લઈને પોતાની જીવન લીલા સમાપ્ત કરી. અગત્સ્ય મુનિએ પોતાનું શિક્ષાદિક્ષાનું કાર્ય ચાલુ રાખ્યું કોઈ પણ જાતના ભેદભાવ વગર.

શિવ સર્વનું કલ્યાણ કરે.


Rate this content
Log in

Similar gujarati story from Classics