Jyotindra Mehta

Classics

3  

Jyotindra Mehta

Classics

રેવંત ભાગ - ૧૧

રેવંત ભાગ - ૧૧

6 mins
277


નારદમુનિ રુદ્રરાજનના મહેલમાં દાખલ થયા. રુદ્રરાજન ચિંતામગ્ન મુદ્રામાં બેસેલો હતો. નારદમુનિનું આગમન થતા તેને ઉઠીને તેમને પ્રણામ કર્યા અને સેવક પાસે પાણી મંગાવીને તેમના પગ ધોયા અને પોતાના અંગવસ્ત્રથી લૂછીને નારદજીને કહ્યું 'આપનું સ્વાગત છે દેવર્ષિ આપના આગમનથી મારો મહેલ પવિત્ર થઇ ગયો છે.' સેવકને તેમના જલપાનની વ્યવસ્થા કરવા કહ્યું અને નારદમુનિના પગ પાસે બેસી ગયો અને કહ્યું પ્રભુ આપ આવ્યા તેનો મને આનંદ છે, આપણા આગમન નું કોઈ ખાસ પ્રયોજન ?' નારદમુનિએ કહ્યું કે 'હું અહીંથી પસાર થતો હતો અને આપણા સુંદર મહેલ પર નજર પડી તેથી અહીં આવ્યો. મહારાજ શ્રીધરન ક્યાં છે ?' રુદ્રારાજને આંખોમાં આસું લાવીને કહ્યું કે 'તેમને અહીંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. નારદે પૂછ્યું કે 'વીરોનાં વીર રાજાને કોને નિષ્કાસિત કર્યા છે ?' રાજાએ કહ્યું કે 'પ્રભુ આપ મારી પરીક્ષા ન લો અહીંની કોઈ ઘટના આપણી જાણકારીની બહાર નહિ હોય. અસુરો સાથે યુદ્ધમાં અમે હારી ગયા અને મહારાજને વનમાં નિષ્કાસિત કરવામાં આવ્યા અને મારો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.'


નારદે આંખોમાં આશ્ચર્ય લાવીને પૂછ્યું અને એવું કઈ રીતે બન્યું એક અસુર યુદ્ધ જીત્યો અને રાજાએ નહિ પણ તમને બનાવ્યા. રાજાએ કહ્યું 'એ વાતનું મને પણ આશ્ચર્ય છે તેથી કાર્તિકસ્વામી આવે તેની રાહ જોઉં છું અને અસુરોનો નિર્ણય પણ તેઓ જ કરશે અત્યારે તો મારી બુદ્ધિ પણ કામ નથી કરતી.' નારદે કહ્યું કે 'એમાં કોઈ ભેદ લાગે છે તમને હરાવનાર અસુરનું નામ શું છે ?' રાજાએ કહ્યું કે 'કૈતાભ નામનો અસુર છે અને તેની સાથે દુર્વાસુર નામનો અસુર પણ છે.' નારદે કહ્યું કે 'દુર્વાસુરનું નામ તો પહેલા પણ સાંભળ્યું છે પણ કૈતાભ નામ પહેલી વાર સાંભળી રહ્યો છું, નિશ્ચિત તે કોઈ ભેદી વ્યક્તિ છે અને અસુરોમાં કૈતાભ નામ તો હોતું જ નથી આપ મારી મુલાકાત તેની સાથે કરવો અને તે પણ એકાંતમાં તેના કોઈ સાથીદારો તેની પાસે ન હોવા જોઈએ, અને પૂછ્યું કે શિવપુત્ર કાર્તિકેયના કોઈ સમાચાર ? રાજાએ કહ્યું તેઓ આવતીકાલે બીજા પ્રહર સુધીમાં અહીં પહોંચી જશે અને કહ્યું કે 'આપ વિશ્રામગૃહમાં વિશ્રામ કરો હું તેને સમાચાર મોકલાવું છું.' રાજાએ રેવંતને સમાચાર મોકલ્યા કે નારદમુનિ તેને મળવા માંગે છે.


નારદમુનિનું નામ સાંભળીને રેવંત તરત વિશ્રામગૃહમાં ગયો. રેવંતે વિશ્રામગૃ માં જઈ નારદમુનિને પ્રણામ કર્યા. નારદમુનિ એ કહ્યું કે 'હું તો આશા કરતો હતો કે કોઈ અસુર હશે પણ આપ તો પ્રજાપતિ દક્ષના પુત્ર અને મહાદેવના પ્રિય ગણ રેવંત છો આ કઈ રીતે બન્યું તે વિષે મને વિસ્તારથી સમજાવો.' રેવંતે પોતાના દક્ષિણમાં આગમનથી ઇતિ સુધી બધી વાત નારદમુનિને કહી.' નારદે કહ્યું કે 'આપને ખાતરી છે કે આપ જેનો પક્ષ લઇ રહ્યા છે તે નિર્દોષ અને પીડિત છે એવું ન હોઈ શકે આપનાથી કોઈ સત્ય છુપાવાવમાં આવ્યું હોય.' રેવંતે કહ્યું કે 'હું જેનો પક્ષ લઇ રહ્યો છે તે કદાચ પૂર્ણ રીતે નિર્દોષ ન હોય પણ રાજા શ્રીધરન નિશ્ચિત રીતે દોષી હતો અને તેને તેનું પ્રાયશ્ચિત કરવા વનમાં મોકલવામાં આવ્યા છે.' નારદે કહ્યું કે 'શું આપણે ખાતરી છે કે તે સહીસલામત છે અને જીવિત છે.' રેવંત ના ચેહરા પર અસમંજસના ભાવ ઉભરી આવ્યા તેણે કહ્યું કે 'રાજાને મેં ધેનુક સાથે મોકલ્યા છે અને મને તેના પર પૂર્ણ વિશ્વાસ છે અને મારી સાથે જેઓ છે તેમને જો સત્તાની લાલસા હોત તેઓ રુદ્રરાજનનો રાજ્યાભિષેક ન થવા દીધો હોત.' નારદે કહ્યું કે 'શું આપને ખાતરી છે કે તેઓ સહીસલામત રહેશે ?' રેવંતે કહ્યું કે પ્ર'ભુ આપ મારા મનમાં શંકા ના બીજ વાવી રહ્યા છો. ઠીક છે હું એકવાર ખાતરી કરી લઉં છું.' નારદે કહ્યું કે 'રેવંત આપ નિશ્ચિંન્ત રહો આની ખાતરી હું કરીને આપને કહીશ. આવતી કાલે ત્રીજા પ્રહર વખતે હું આપને આવીને મળીશ.' રેવંતે નારદને નમન કર્યા અને કહ્યું કે દેવર્ષિ જેવી આપની ઈચ્છા. રેવંત નારદમુનિને પ્રણામ કર્યા અને તેમની વિદાય લીધી. નારદમુનિ રુદ્રરાજન પાસે ગયા અને કહ્યું કે 'હું વિદાય થાઉં છું નારાયણ આપનું કલ્યાણ કરે એમ કહીને તેઓ મહેલમાંથી બહાર આવ્યા અને કાર્તિકેય તરફ પ્રસ્થાન કર્યું.

 

 નારદમુનિ કાર્તિકેય પાસે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. નારદ મુનિને જોઈ કાર્તિકેય પ્રસન્ન થયા અને તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે 'આપને જોઈને પ્રસન્નતા થઇ. આપ આશીર્વાદ આપો જેથી આવતીકાલે યુદ્ધ થાય. હું અસુરોને હરાવી શકું. નારદમુનિએ સ્મિત કર્યું અને કહ્યું કે 'મારા આશીર્વાદ તો સદાય આપણી સાથે છે પણ અત્યારે અસમંજસમાં છું કે આશીર્વાદ કેવી રીતે આપું અને આપ યુદ્ધ કેવી રીતે લડશો. કાર્તિકેયે કહ્યું કે 'મુનિવર હું સમજ્યો નહિ આપ જાણો છો મેં મારુ આખું જીવન અસુરો સાથે યુદ્ધ કરવામાં વિતાવ્યું છે તો આ યુદ્ધમાં શું નવીનતા છે.' નારદે કહ્યું કે 'આ યુદ્ધ ખુબ વિચિત્ર હશે કારણ જેની સામે યુદ્ધ કરશો તે બીજું કોઈ નહિ પણ આપના રેવંત મામા છે. શું આપ રેવંત મામા સામે શસ્ત્રો ઉપાડી શકશો ?' કાર્તિકેયે કહ્યું કે 'મુનિવર આપ મને ભ્રમણામાં નાખી રહ્યા છો રેવંત મામા સાથે મારે શા માટે યુદ્ધ કરવાનું. મારુ યુદ્ધ અસુરો વિરુદ્ધ છે.' નારદમુનિએ કહ્યું 'હું આખી વાત કરીશ ત્યારે આપને મારી વાતની ગંભીરતા સમજાશે.' નારદ મુનિએ પુરી વાત કરી અને કહ્યું હવે કહો શું આપ પોતાના મામા વિરુદ્ધ શસ્ત્રો ઉપાડી શકશો ?" કાર્તિકેયે કહ્યું 'આ તો ખુબ વિચિત્ર પરિસ્તિથી ઉભી થઇ છે આપ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું ?' નારદે કહ્યું કે 'આપ પ્રથમ રેવંત મામા સાથે વાત કરી જુઓ જો તેઓ માની જાય તો વાંધો નહિ પણ જો તેઓ ન મને તો આ યુદ્ધ અટલ છે.' 'મુનિવર કાલે હું મામાને સમજાવીશ પણ ન મને તો હું તેમની સામે શસ્ત્ર કેવી રીતે ઉપાડીશ, તેઓ મને પ્રિય છે અને તેમની સામે યુદ્ધ કરવાનું હું વિચારી પણ ન શકું આપ કોઈ બીજો માર્ગ બતાવો. કાર્તિકેયે હાથ જોડીને નારદમુનિને કહ્યું. નારદમુનિ એ કહ્યું 'હું મહાદેવ પાસે ગયો હતો તેમને કહ્યું આ યુદ્ધ તો થશેજ.' કાર્તિકેયે કહ્યું કે 'જેવી મહાદેવની ઈચ્છા પણ આપે સમજાવવાનો પ્રયત્ન નહોતો કર્યો ? મેં રેવંત સાથે વાત કરી પણ તેના પર મારી કોઈ વાતની અસર થઇ નહિ. કાર્તિકેયે કહ્યું ઠીક છે મુનિવર કાલે જોઈશું.'


ચિંતાગ્રસ્ત કાર્તિકેય ને રાત્રે નિંદ્રા ન આવી તે વિચારતો હતો કે કોણે મામાને ભ્રમિત કર્યા કોણે તેમને વશીભૂત કર્યા ? રાજ્યની સીમા પર પહોંચીને કાર્તિકેયે રેવંતને મળવાનું કહેણ મોકલાવ્યું. રેવંત વિમાસણ માં પડી ગયો તેઓ આજેજ અહીંથી પ્રસ્થાન કરવાના હતા તેનું કાર્ય સિદ્ધ થઇ ગયું હતું હવે કોઈ યુદ્ધની જરૂર નહોતી અને કાર્તિકેય સાથે યુદ્ધ કરવા માંગતો ન હતો તેણે દુર્વાસુરને બોલાવ્યો અને કહ્યું કે 'આપ કાર્તિકેયને મળીને આવો અને કહો કે આપણે અહીંથી નીકળીએ છે આપણું લક્ષ્ય ક્રૂર રાજાને પદભ્રષ્ટ કરવાનું હતું તે થઇ ગયું અને સંધિ થઇ ગઈ છે તો હવે આપણે કોઈની સાથે યુદ્ધ નહિ કરીયે.' દુર્વાસુરે કહ્યું કે 'આવો સુવર્ણ અવસર કેવી રીતે જવા દઈશું મહારાજ તારકાસુરને મારનાર કાર્તિકેય ખુદ સામે ચાલીને આવ્યો છે તેની સાથે યુદ્ધ તો કરવું જ જોઈએ. જો આપ આ યુદ્ધની કમાન નહિ સંભાળો તો મારે તમને વિશ્વાસઘાતી જાહેર કરવા પડશે અને તેની સજા મૃત્યુ છે.' દુર્વાસુરની આ વાત સાંભળીને રેવંતે કહ્યું કે 'તું મને મૃત્યુ ની સજા આપીશ. દુર્વાસુર રેવંતની વાત સાંભળી ડઘાઈ ગયો અને કહ્યું 'ના મારો કહેવાનો અર્થ આમ ન હતો મારી વિનંતી છે કે આપ યુદ્ધની કમાન સંભાળો.'


રેવંતે કહ્યું 'બિનજરૂરી યુદ્ધ કરવાનો કોઈ અર્થ નથી અને જ્યાં સુધી મહારાજ તારકાસુરની વાત છે તેમની ક્રૂરતાને લીધે તેમનો વધ કરવામાં આવ્યો. હું હવે વધારે વ્યકતિઓ મૃત્યુ પામે તેવું ઈચ્છતો નથી આપણી તરફથી શાંતિનો સંદેશ મોકલો.' દુર્વાસુરે કહ્યું 'બંધુ જેવી આપણી ઈચ્છા. દુર્વાસુર તેના કક્ષમાં આવ્યો ત્યાં ધેનુક તેની રાહ જોઈ રહ્યો હતો. દુર્વાસુરે ધેનુક તરફ સ્મિત રેલાવતા કહ્યું પહોંચાડી દીધા મહારાજને ! ધેનુંકે કહ્યું 'તેમને તો પહોંચાડી દીધા પણ રુદ્રરાજનનું શું કરીશું ?' દુર્વાસુરે કહ્યું 'એકવાર રેવંત અને કાર્તિકેયને યુદ્ધ કરી લેવા દે પછી તેનો ફેંસલો પણ કરીશું.' ધેનુંકે કહ્યું કે 'આપણે રેવંત સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છીએ આ વાત મને ખુંચી રહી છે.' દુર્વાસુરે કહ્યું કે 'યુદ્ધમાં બધું જ ચાલે. આપ હું એક સંદેશો આપું છું તે લઈને કાર્તિકેય પાસે જાઓ.'


Rate this content
Log in

Similar gujarati story from Classics