Margi Patel

Abstract Fantasy Others

3  

Margi Patel

Abstract Fantasy Others

રેટ્સ વર્લ્ડ

રેટ્સ વર્લ્ડ

3 mins
236


મીની, કીનુ અને સીવી ત્રણ ખુબ જ પાક્કા દોસ્ત છે. મીની અને કીનુ બંને ભણવામાં હોશિયાર હતાં. અને સીવી ને ભણવા કરતાં બીજામાં વધારે રસ હતો. સીવી ને બધું અલગ અલગ શોધવું ગમે. સીવીના આવા સ્વભાવના લીધે સીવી એક દિવસ તેની ઘરના પાછળના ભાગમાં એક ખુલ્લા મેદાનમાં ગયાં. મેદાનમાં એક નાનો ઉંદર મળી આવ્યો. સીવી ઉંદર ને દેખીને તેના જોડે ગઈ. 

ઉંદર ત્યાંથી ભાગી ગયો. સીવી તે ઉંદર ના પાછળ પાછળ ગઈ. જાણે એમ જ લાગે કે એ ઉંદર સીવીને તેની સાથે જ બોલાવે છે. સીવી ઉંદર પાછળ પહોંચી ગઈ અને ત્યાં જઈને દેખ્યું તો સ્તબ્ધ થઈ ગઈ.

જ્યાં દેખતા જ ઉંદરનો મોટો ઢેર હતો. આ સામાન્ય ઉંદર જેવા નહોતા. ભલે દેખાવમાં લાગે પણ શક્તિ તો કઈ અલગ જ હતી. ઉંદરનો અવાજ પણ સામાન્ય ઉંદર જેવો નહતો. સીવી ઉંદર ના જોડે ગઈ. સીવી એ જેવો જ નાના ઉંદર ને હાથ લગાવ્યો એવો જ ઉંદર ખુબ મોટા અવાજથી ગુસ્સામાં અવાજ નીકળ્યો. અવાજ નીકળવાની સાથે જ ખબર નહીં સીવી ને શું થયું કે સીવી તેનું ભાન જ ગુમાવી બેસી.

ઉંદર અવાજ ના માધ્યમથી સીવીના મગજ ઉપર પૂરો કંટ્રોલ કરી લીધો હતો. જેમ જેમ સીવી કોઈને તકલીફ પહોંચાડે કે તબાહી મચાવે તેમ તેમ તે ઉંદરોની શક્તિ વધતી હતી. અને ઉંદરોની સંખ્યામાં પણ વધારો થતો હતો. 

થોડા દિવસ સીવીનું અલગ વર્તન દેખીને મીની અને કીનુ બંને પરેશાન થવા લાગ્યા. મીની એક દિવસ સીવીના પાછળ પાછળ ગઈ હતી. તો તેને સીવીનું આવું બદલાતું રૂપ દેખીને દંગ જ રહી ગઈ. 

મીની ત્યાંથી ડરીને ભાગી ગઈ. બીજા દિવસે મીની એ તેના સ્કૂલના પ્રોફેસર વિલીયમને જાણ કરી. વિલીયમ આ સાંભળીને પરેશાન થઈ ગયાં. અને વિચાર્યું કે જો આવું જ ચાલતું રહશે તો એક દિવસ પુરી દુનિયા નષ્ટ થઈ જશે. અને માણસો કરતાં પણ વધારે પૃથ્વી ઉપર ઉંદરની સંખ્યા બમણી થઈ જશે. લોકો મૃત્યુ પામવામાં જરાક પણ વાર નહીં લાગે. 

વિલીયમ અને મીની બંને ભેગા થઈને સીવીની પાછળ પાછળ ગયાં. વિલીયમ આ દેખીને ખુબ જ હેરાન થઈ ગયો. અને તરત જ વિલિયમે આ બધાં જ ઉંદર ને મારી નાખવાનો નિર્ણય લીધો.  પણ, જયારે જયારે વિલિયમ ઉંદર ને નુકશાન પહોંચાડે ત્યારે ત્યારે દર્દ સીવીને થતું. વિલિયમ અને મીની આ દેખીને ખુબ જ હેરાન થઈ ગયાં. પણે વિચારવા લાગ્યા કે હવે શું કરીએ જેથી આ બધાં ઉંદર મરી પણ જાય અને સીવી ને તકલીફ પણ ના પહોંચે. મીની એ એક વિચાર કરીને વિલિયમ ને કહ્યું કે, "સર! આપણે સીવી ને પાણીના ટબમાં સુવાડીને આ બધાં જ ઉંદર ને અગ્નિ આપીએ તો... " વિલિયમ ની આંખમાં ચમક આવી ગઈ. અને મીની ને શાબાશ કહી ને વિલિયમ તૈયારી કરવા લાગ્યો. બધું જે વિચાર્યું હતું બસ એમ જ થઈ રહ્યું હતું. એક બાજુ મીની અને વિલિયમ ને લાગતું હતું કે અમે બધાં જ ઉંદરનો નાશ કરી દીધો છે ત્યાં જ દેશ માં તબાહી મચી રહી હતી. એક કદાવર શરીર વાળો માનવી પણ નહીં કે રાક્ષક પણ નહીં તેનાથી પણ ભયાનક એક માનવ આકૃતિ દેશ ના તમામ મોલ, બિલ્ડીંગ, ઘર, કાર, અને ઘરમાં તબાહી મચાવી રહ્યું હતું. સીવી તો હજી પાણીના તબ માં જ છે. પણ બહાર તબાહી કરવા માટે નું કારણ એક નાનું ઉંદર જ હતું જે કીનુને પગમાં કરડીને તેના મગજ ને પણ કંટ્રોલ કરી લીધું છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract