રે.. કાશી.
રે.. કાશી.
જ્યાં કાશીનું ગીત ગાવું તે માત્ર અવાજ નથી રહેતો, પણ પોતાની એક પહેચાન. તે સાબિત કરી અમર સ્નેહસૂત્ર બની રહે છે. ચાલો વાર્તાને પૂરી માનીએ:
રે.. કાશી
મનસુખ હજુ ત્યાં જ ઊભો હતો. તેના નબળા પગમાં એકાએક જાન આવી ગઈ હતી.વાડીના પીપળાના પાંદડાં ધીમે ધીમે એકબીજા સાથે અથડાઈ લાયબદ્ધ તાળીનો અવાજ ઉપજાવતા હતાં.
મનસુખની વાડીની ગમાણમાં ગાય હવે શાંત ઊભી હતી, પણ મનસુખના મનમાં તો હવે એક સુર ગૂંજી રહ્યો હતો — “અવાજ.”
એનું ધ્યાન અચાનક જ પિત્તળના બોઘેણાના અવાજ તરફ ગયું. કાશી દૂર ચાલી ગઈ તેવું જણાતું હતું , પણ તેના પગલાંના તાલ અને મુખેથી ગવતા પ્રભાતિયાંની ગુંજતી પંક્તિઓ હજુ પવનમાં ઉડી રહી હતી:
અમે મહિયારા રે ગોકુળ ગામના...;
એ પંક્તિઓ હવે મનસુખના માટે કંઈક અલગ હતી. એ માત્ર ભજન નહોતું. એ યાદ હતી… એક અણ કહી સવારની … જેે વર્ષો સુધી ગૂંજી હતી, પણ તેણે કદી રૂબરૂ સાંભળી ન હતી.
આજે એણે એ અવાજ પ્રત્યક્ષ સાંભળ્યો.
તેને નવાઈ લાગી, એ અવાજ કાશીનો હતો.
એ સ્ત્રીનો, જેને એ વર્ષો સુધી માત્ર, છાણાં થાપતી એક પાણીહારીકે રોટલા ઘડતી સ્ત્રી, જે રસોડું, કૂવો, વાડી અને તેના ઘરના ચાર ખૂણા સુધી જ સીમિત હતી.
મનસુખ સાથે પરણીને આવી પછી આ કાબરી ગાયને ત્રીજું વેતર હતું, અને કાશીની ગોદ હજુ કોઈ ખૂંદનાર માટે તરસતી હતી. માદો ધણી અને ઢગલો વૈતરું.
પણ આજે, મનસુખને હૈયે સુખ હતું . કાશીનો અવાજ એના ટૂંકા નીરસ સીમિત પગલાં કરતાં, આજે તેને નોખો, વિશાળ અને જીવંત લાગ્યો. એ અવાજમાં શરમ કે લાચારી નહોતી, કે નહતો તે ડગુ મગુ થતો,એ અવાજ બુલંદ જીવી રહ્યો હતો. આનંદ અને ઉત્સાહની સવારના સંદેશ સાથે .
બીમાર મનસુખ એ દિવસથી રોજ વાડી જવા લાગ્યો. કાશી તેના રોજિંદા ક્રમ મુજબ હજુ ગીત ગઈ ગાય દોહતી હતી. પ્રભાતિયાં ગાતી. પણ હવે એ જાણતી હતીકે તેને આ કાબરી ગાયજ નહી, બીજું કોઈ પણ તેને ગાતી સાંભળે છે.
કાશી હવે મનસુખને અજોયો કરી, તેનું ગુંજન ચાલુ રાખતી. તે જાણતી હતી, તેનું ગુંજન માત્ર ગાય ને જ નહી પણ મનસુખને પણ ઉત્તેજિત કરે છે. હવે એ ગાય છે તો કોઈ પોતાનું સાંભળે પણ છે
તેઆનંદ થી બમણા જોશ થી ,મનસુખ માટે ગાય છે.
રે કાશી.. તુ ફરી થી ગા..! પહેલીવાર મનસુખના મુખે તેનું નામ સાંભળી તે દુઃખ ભૂલી ઘેલી થઈ તેને વળગી ગઈ.
ક્યારેક માણસને પોતાની ઓળખાણ પોતાના માં ન મળે તેવું બને , ત્યારે તેનો અવાજ તેની પરછાઈ બની હાજરી પુરાવે છે.
અને મનસુખ તે સત્ય જાણતો હતો. પુરી ચેતનામાં ઉત્સાહ વ્યાપેલ હોવાથી એની લાગણીનું મૌન હવે તૂટી ગયુ છે.
અંતિમ પંક્તિ:
નામ તો ભૂલાઈ જશે…
યુવાનીનાં ખીલેલા ચહેરા પણ એક દિવસ કરમાઈ જશે…
પણ
રે.. કાશી, આ અવાજ?
એ તો રહી જશે.
માત્ર એક ગીત બનીને નહિ .
એક અમર ઓળખ બનીને.
અને એક સાથ બનીને ચિતા સુધી… અરે ,તે પર્યન્ત પણ ,કાશીનુ ગયેલું એ ભજન અમે મહિયારા…ગુંજતું રહેશે મનશુકની વાત છોડો , કાબરીના કાન માં કે તેના વાછરડાના કાનમાં ગુંજતું રહેશે .

