રામણ દીવડો
રામણ દીવડો
રામણ દીવડો.
વાંચન વિશેષ~પરિચય
સૌરાષ્ટ્રની જેમ મહારાષ્ટ્રમાં લગ્નપ્રસંગે રામણદીવડાનો વપરાશ જોવા મળે છે. પહેલાંના વખતમાં લગ્નસમય સાંકળ વડે લટકાવેલો દીવો વપરાતો. આ દીવાને મરાઠીમાં 'લામણદીવો' કહેવામાં આવે છે. આવા દીવા લગ્નપ્રસંગ સિવાય શોભારૂપે અજવાળા માટે વપરાતા. આ બધામાં એક બાબત બહુ સામાન્ય એ છે કે આ દીવા લટકાવી શકાય તેવા હોય છે. આવો દીવો આપણે ત્યાં લોકબોલીમાં 'ઓળામણ દીવા' તરીકે પણ ઓળખાય છે. એ ધ્યાનમાં લઈએ તો સ્હેજે સંસ્કૃત આવલમ્બ એટલે લટકવું સૂઝે છે. આ નામોનું મૂળ સંસ્કૃત અવલંબમાન દીપક આપે છે, જેનું પ્રાકૃત રૂપ 'અવલંબણ દીપક' થાય. વળી પ્રાકૃત્તમ તો સાંકળથી લટકતો દીવો એવા અર્થમાં અવલંબનદીપ પરથી 'ઓલંબણદીવ' નામ પણ અભિધાન રાજેન્દ્રમાં વપરાયેલું મળે છે. આ આપણને 'ઓળામણ દીવો'રૂપ આપી શકે એ સ્હેજે સમજાય છે.
~~~~~~~~~
ધબકતા ઢોલ ના તાલે દોડી, સવિતાવ’વએ રામણદીવડાની વાટ સંકેરી તેની જ્યોત સરખી કરી . દિલ ખોલીને ગાડાંમોઢે કરિયાવર કરી ઘર છોડી સાસરે જતી દીકરીને ગામના પાદરેથી વિદાય આપી. વાળાવતી વેળા એ સુપડા આંસુડાં સારતી સવિતાનું હૃદય જાણે પોકારતું હતું કે 'જમાઈરાજ ! મારા ઘરનો દીવડો, મારા ઘરનું તેજ, મારા ફળિયાનું અજવાળું, હું આજે તમને સોંપું છું. ઢીંગલે-પોતિયે રમીભમીને, યુવાનીના ઉંબરે ઊભેલી કોડભરી આ દીકરી, મારા ઘરના ઉંબરાનો દીવો હતી. અરે ઉંબરાનો દીવો કેમ? તે તો ઓરડોને ઓસરી બેઉ પણ અજવાળતી હતી . એ જ રીતે, મારી ગુણિયલ અને ડાહી દીકરી હવે સાસરું ને પિયર બેય પક્ષને અજવાળશે. દીવા ની દિવેટ જેમ પોતાની જાતને બાળીને તમારા કુટુંબમાં સેવા અને સમર્પણથી સૌનો પ્રેમ સંપાદન કરી લેશે. તમારા ઉજળા આંગણે પ્રેમરૂપી પ્રકાશ પાથરી મારી લડકી સ્નેહા , તેના સ્નેહની સરવાણી આપ અને આપના કુટુંબીજનો પર સતત વહાવતી રહેશે.
આખરે લગ્નમંડપે જમાઈ રાજા ને પોંખ તી વેળાએ સવિતાએ પ્રગટાવેલો “રામણ દીવડો” ધ્રૂજતા હાથે તેની વાહલી દીકરી સ્નેહાને આપ્યો . સવિતા એ સ્નેહના કાન માં એક વાત કહી , લાજ રાખજે દીકરી આ ખોરડાની. આ એક નાનો દીવો છે , પણ આ દીવાના પ્રકાશમાં એક શાંત આશીર્વાદ છુપાયેલો,“બેટા… પ્રકાશ જેવા ઉજાળા રહેજો, પરસ્પરનાં દુઃખ ~આનંદ વહાલથી વહેંચજો.”
સ્નેહલનાં સ્મિતે, સ્નેહા ભીની આંખે ડગલાં ભરતી અને સ્નેહલના પગ મેળવતી છુપા સ્મિતે તેની પાછળ ચાલતી હતી . તે સમજી ચૂકી હતી કે વાત માત્ર જન્મ–કુંડળી કે કોઈ સંપ ની નહોતી —હવે ની વાત હતી પરસ્પર સાથ ની.
લગ્નને માત્ર પાંચ દિવસ થયા. આજે, સ્નેહાવના સાસરે કુળદેવીએ છેડાં છેડી ની રસમ હતી , અને તે સાજે ખેતર થી ઘેર આવતા,નાં પંથ પર સ્નેહલનું ગાડું ઉલળી જતાં લપસી ગયો . ભારે ઇજા, બંને ટાંટિયામા ફ્રેક્ચર. હાડવૈદે પાટો બાંધ્યો અને કહ્યું, ત્રણ મહિનાનો આરામ કરવા કહ્યું, પૂરો ખટલે આરામ .
પ્રસંગમાં આપદા આવી , હવે , ખેતર? આબાદ પાક? ઘરની અવક -ખર્ચ?
બે પક્ષીઓ જે ડાળ પર માળો બાંધવાના હતા , તે ડાળ ધ્રુજી ચૂકી હતી . ઘર બન્યા પહેલા આધાર તૂટી રહ્યો હતો .
લોકો બોલ્યા ,“હવે, આ નવી આવેલી , શું સ્નેહા એકલી આ બધુ સંભાળી શકશે?”“નવવિવાહિત છોકરી ને ખેતરની ખબર શું?”સ્નેહા બધુજ સાંભળતી હતી,પણ સેનહાનો વિશ્વાસ નથી ટૂટ્યો.
સ્નેહલનો તે ‘પગ બની’ ની ઝંઝાવાતી શરૂઆત તે સાંજ થી આદરી.બીજા જ દિવસે વહેલી સવારે:
સ્નેહા એ સ્નેહલને સવારે ચા આપીને કહ્યું “આજે થી તમારી જીભ અને મારો પગ, હું જ તમારા હાથ અને પગ .
તમે આરામ કરો, હું ખેતર અને તમારી કાળજી રાખું છું .”
સ્નેહા સવારે ખેતરમાં જાય કામ કરતી.મેંદી લાગેલા હાથ હવે , કાદવ કેરા, ટ્રેક્ટર, પાઇપ, દાતરડા, બીજ…લોકો એ હાલમાં તો વરઘોડાવાળી ડોલી સાથે વરઘોડામાં તેને હીર અને ચીરથી લદાયેલી જોયી હતી.એ સ્નેહા હવે ગારા માટીની સુગંધથી ઓળખાઈ રહી હતી.
સમય ચક્ર સાથે સ્નેહલ ખાટલે પડેલો, પણ સ્નેહાના દરેક પગલાનો અવાજ સાંભળતો.દરરોજ સાંજે ,સ્નેહાના કોમળ હાથે ફોલ્લા હોવા છતાં, તે સ્નેહલ ને ગરમ ગરમ રોટલા ઘડી જમાડતી , જખમ પર મલમ લગાડી,પાસે ખાસ રાખેલી ડાયરીમાં સ્નેહલ કહે તે ખેતર માટેની નોંધ લખતી.
“આજે પાણી ચાર કલાક.
કાલે ગોબર ખાતર.”
“બીજ મંગાવવાનું.”
બીજ વાવવાના
“ખરાબ ઘોષ (ઝાકળ) પડે તો તાપણા જલાવજો .”
સ્નેહા હવે તે માત્ર પત્ની નહોતી,તે ભાગીદાર બની રહી હતી.સમય સામે બાથ ભીડી, ઇજા આપદા ને લડત આપી અને જીત મેળવી અને ત્રણ મહિના વીત્યાં.
મોસમ બદલાઈ. સ્નેહલ નાં પગની વેદના ઓછી થઈ.વૈદે સ્નેહલનો પાટો છોડ્યો , કહ્યું “હવે ચાલવા નો પ્રયાસ કરો.”સ્નેહલ જ્યારે પહેલી વાર લાકડી વગર ચાલ્યો —તે ક્ષણે પણ સ્નેહા પાછળ ઉભી હતી.આંખોમાં પાણી,પણ સ્નેહલ ને પગ ઉપર ઉભેલો જોઈ, એનું હાસ્ય ઊર્જાવંત બન્યું હતું .
સ્નેહલે જોયું ખેતરમાં મબલખ પાક તૈયાર થયો હતો , લહેરતા દરેક દાણા પાછળ માત્ર વરસાદ કે માટી નહોતી,
સ્નેહાની સંકલ્પની મહેનત હતી.
ગામે પહેલી વાર આ દંપતીની વાત કરી.
સવિતાનો આપેલો રામણ દીવો તો જાન આવી ત્યારનો બુજાઈ, સ્નેહલના ઘરના દરવાજે આવેલ ટોડલે લટકતો હતો. પરંતુ સ્નેહા હવે તેની જ્યોત બની આખા ગામમાં ઉજાસ આપી રહી હતી . સવિતાના ખોરડાની લાજ બચાવતી સ્નેહાએ માએ આપેલા રમંદિવડાની લાજ ખાતર , તેની જ્યોતને ફરજ અને લાગણી નાં બેવડા ઈંજન સીંચી જીવંત રાખી હતી. આ રામણ દીવડાનો પ્રકાશ સ્નેહલના અકસ્માતે અંધાકાર થી ભરેલા ઘરને બતાવ્યો હતો .”
ચોથા મહીને આજે સ્નેહલને ત્યાં કથા હતી . લોકો આવ્યા હતા . તે સાંજે ફરી સ્નેહલની માંએ ટોડલે લટકતો રામણદીવો ઉતારી, માંજી ચમકાવી ફરી પ્રગટાવ્યો , લોકો કહે, અરે સાસુમાં,કથામાં આરતી હોય , અને તમે આ રામણ દીપ ....
.“આ શું પ્રસંગ છે?”
ગામ વાળા પૂછે , સ્નેહા ની સાસુ બોલી:
“પહેલા આ દીવો સ્વાગતનો હતો,આજ નો આ રામણ દીવો એ મારી સ્નેહા એ સાત ફરા ની સાચી કસોટી પાર કરી તેનો છે.”
સ્નેહા શાંત હતી , તેના વણ બોલેલા શબ્દો તેની જુકેલી આંખ બોલતી હતી.
“લગ્ન જીવન દીવો છે ક્યારેક તમારે પણ બળવું પડે .”
કથાના પ્રસાદ વિતરણ પછી, છેડા છેડી રસમ પતી તે પછી,વીખરતા ગામ લોકોની મોઢામોઢ વાતે રામણ દિવડા નો એક નવો પરિચય લખાઈ ગયો.
સુખ–દુઃખ સાથી બનવું એટલે રામણ દીવડો.
સ્નેહલ સંગ સ્નેહાએ હસ્તમેળાપ થી શરૂ કરેલ જીવનયાત્રા નાં મનમેળ નો પડાવ હેમખેમ પસાર કરી લીધો, હવે તે અને સ્નેહલ એકમય થવાના માર્ગે હતા.
~~~~

