કડી ~૨. “પાયલની ઝણકાર
કડી ~૨. “પાયલની ઝણકાર
કડી ~૨. “પાયલની ઝણકાર
વહી ગયેલી વાર્તા....
રાત્રિના અઢી વાગ્યા... આબુની જૂની હવેલીમાં એકલો મુરલી, ફાનસની ઝાંખી જ્યોત સાથે, દરવાજાની ‘ઠૂક… ઠૂક…’ અવાજથી ચોંકી ગયો હતો. બાર વર્ષ જૂની રુપલીની આત્મહત્યા, શેઠની દબદબાવાળી ચુપ્પી, અને ઘડિયાળની ટિકટિક વચ્ચે એક અજાણી છાયા ફરી પાછી આવી હતી. દરવાજાની કડી ખોલતાં જ, મુરલી રુપલીને જીવતી જોઈ ઢળી પડ્યો. ચાર દિવસ પછી, મોટા શેઠના મૃત્યુના સમાચાર આવ્યા — અને હવેલીમાં ફરી એક વાર પાયલનો રણકાર ગુંજ્યો. કડી ખુલી હતી… પણ રહસ્ય હજુ બંધ હતું.”
હવે આગળ....
🔮 “કડી — બીજો ભાગ”
(Gujarati horror ~ પાયલની ઝણકાર ~~~~
---
કડી ~૨. “પાયલની ઝણકાર ”
માઉન્ટ આબુની છત્રપાલ શેઠની હવેલીમા શેઠના મોત નાં સમાચારથી, મુરલી સતત રાતે જાગતો રહેતો.
પણ હવે તેને દારવાજા નાં “ઠૂક…ઠૂક…” અવાજ સાથે , રાતનાં અંધકારમા koi અજીબ ટકોરા સાંભળતો.
શેઠ નાં મોત પછી,હવેલી, આમ તો સાવ સામાન્ય લાગી રહી હતી,પણ અંદર કંઇક અલગ રંઘાતું પડ્યું હતું.જાણે શેઠ હવેલીમા એમની પાછળ કોઈ ભાર છોડી ગયા હોય…
મોટા શેઠની મોત ના સમાચારે આખા માઉન્ટ આબુ માં એક અગમ્ય ભય ફેલાવ્યો હતો.
મુંબઈનાં બેઠા ઘાટ નાં બંગલા ના ધાબાથી પડવું, અને મારવું તે વખતે બધાને લાગ્યું આકસ્મિક…
પણ મુરલીની આંખે તેનાં ચહેરા સાથે જોડાયેલું શંકાનું કોઈ અંધારું હટતું નહોતું.
તે રાતે, જ્યારે આખુ આબુ સુઈ ગયુ ,
મુરલી પોતાનું ફાનસ ની કાતરી બત્તી લઈને હવેલીનાં પાછલા દરવાજેથી ઠંડા બરામદા મા બહાર આવ્યો.
એની નજર જમીન પર પડી, ચંદ્ર પ્રકાશ મા હવેલીના પડછાયા થી
કાળા પડેલા ફર્ષ નાં પથ્થર ઉપર ,
ભૂખરી ધૂળમાં કંઈક ઝળહળી રહ્યું હતું.
એક પાયલ.
જૂનું , ચાંદીની ચમક ,અને કાળી પડેલ ઘુઘરીઓ સાથે.
એક ઘુઘરી તૂટેલી …બીજી પર તાજા લોહીના નાના બિંદુ.
મુરલી એ તે પાયલ ઉંચી લીધી.
ત્યાં જ ઠંડી હવા એ એની આંગળીઓની ચરબી ઠારી દીધી.
જાણે કોઈ કહી રહ્યું હોય —
“તું સાચા રસ્તા પર છે…”
---
બીજે દિવસે, હવેલીની સ્ટોરરૂમમાં તેને પિત્તળનાં ડબ્બા થી એક જૂની ખાતાવહી મળી, તેની સાથે એક પત્ર પણ મળ્યો.
એ હતી હવેલી નાં ખર્ચા અને ભોગવટા લખેલ જૂની નોંધપોથી.
પાનાં ફેરવતાં મુરલી થંભી ગયો.
૧૩ વર્ષ જૂની એન્ટ્રી:
“રુપલી — ૩૦ ગ્રામ પાયલ – વેચાણ / હસ્તાક્ષર: છત્રપાલ શેઠ”
રુપલીની વસ્તુ વેચી ને પૈસા શેઠે ખાનગી ખાતામાં નાખેલા હતા.જૂના રેકોર્ડમાં બહુ બધું લખેલું હતું, જે કોઈએ વર્ષો થી છુપાવેલું.હવે ખુલતું હતું.
---
મુરલી નાં દિવસો હવે રાત બની ચુક્યા હતા, દિવસે દારૂ પી સુઈ રહેતો અને રાતે તેની ઊંઘ વેરાન બની જતી.
તે રાતે મુરલી રુપલી નાં મોત પછી, પહેલી વખત આઉટ હાઉસ પાસે ગયો, જ્યાંથી રુપલીની લાશ મળી હતી.
આજે ચાંદો અર્ધો હતો, પણ આકાશ ચોખ્ખુ હોઈ ઉજાજ પૂરો હતો.
ગાઢ પવન.કુવાની પાસે ગયો અને ખિસ્સા થી મુરલી એ પાયલ કાઢી, તેને કૂવાના પાણીમાં નાખી દીધું.
હાશ “હવે શાંતિ…” એમ મનમાં બોલ્યો.
પાયલ પાણીમાં એક રણકાર છોડી ડૂબી ગઈ…પણ પાણી માંથી અવાજ આવ્યો —
“ટિક… ટિક… ટિક…”
જાણે પાણીની અંદર હવેલીના ઘડિયાળ નું લોલક ફરી ચાલતું હોય.
મુરલી પાછળ કુવા પાસે વળ્યો, ફાનસ ની વાટ સંકેરી જ્યોત મોટી કરી જોયું. પણ ત્યાં,કોઈ નહોતું. ડરપોક છું, બોલતા એક મુશ્કાન લઇ પાછો હવેલીમાં આવ્યો.
પણ દરવાજાની ચોખ્ખી ફર્ષ પર એક કૌતુક જોયું
આરસ ની લીસી સફેદ ફર્સ પર લોહી થી કોઈ એ 3 લખેલું હતું .કોઈ આંગળી કાપી તેનાથી જમીન પર લકીર ખેંખી,જાણે કોઈ ચિહ્ન મૂકી રહ્યું હોય…કે હજુ કોઈ ક્રમ ચાલવા નો હોય.
“ઠૂક… ઠૂક…”
આ વખત એકદમ હળવો અવાજ.
જાણે કોઈ એ મેઈન દરવાજો ખોલ્યો હોય.
---
તરસી આંખો સાથે મુરલી હવેલીના દરવાજે દોડ્યો.
ફાનસની લાઈટ એ ફોટો ફ્રેમ પર પડી —
મોટા શેઠનો ફોટો ફ્રેમ મા હવે હતો જ નહીં.
એક પાનખર જેવી જૂની તસવીર નીચેથી નીચે સરકીને બહાર નીચે આવી ગઈ હતી —
અને તેમાં એક યુવતી,રુપલી.ઉપર લખેલું:

“હું નથી મરી. મને મારવામાં આવી હતી.”
મુરલીના હાથમાં રહેલું ફાનસ એક પળ માટે કમકમી ગયું .તે જ સમયે ખુલ્લા દરવાજા થી આવતા પવનની ઝાપટ સાથે પાયલનો રણકાર ફરી સાંભળાયો —
પણ આ વખતે હવેલીની અંદરથી.
“હું હજુ તૃપ્ત નથી…મારે હજુ એક વધુ કડી મિટાવવાની છે.”
---
મુરલી ની આંખે અંધારા આવ્યા, પણ આ અંધારા મા ચાંદી જેવા અક્ષરો તેની આંખ સામે દેખાતા હતા....
“૩ મોત પછી જ શાંતિ.”
✦ એક — રુપલી
✦ બે — શેઠ
✦ ત્રણ — ?
મુરલીના ગળામાં ગળફો સુકાંઈ ગયો .
હવે તેને સમજાયું: કોઈ હજી જીવતો છે…અને રુપલીનો બદલો પૂરો નથી થયો.
અગાઉ જે રાતે દરવાજા પર “ઠૂક…ઠૂક…” થતું હતું,એ હવે તેના દિલમાં થઈ રહ્યું હતું.
મુરલી નું મન તેને અંદરથી પૂછ તું હતું, અલા મુરલી આ
“ત્રીજો કોણ?”
બહાર પવન પોરો ખતા અટકી ગયા …
પાછલા દરવાજા પર એક છેલ્લો અવાજ
“ઠૂક…”
“ઠૂક…”
“ઠૂક…”
---

